NVS Recruitment 2022: નવોદય વિદ્યાલયમાં નોન ટીચિંગ સ્ટાફની જગ્યાઓ માટે અરજી કરવાની આવતીકાલે છેલ્લી તારીખ, અહીં કરો અરજી

NVS Recruitment 2022: નવોદય વિદ્યાલય સમિતિ NVS દ્વારા નોન-ટીચિંગ પોસ્ટ્સ પર જાહેર કરાયેલ બમ્પર ખાલી જગ્યાઓ માટેની અરજીની પ્રક્રિયા 10 ફેબ્રુઆરી 2022 ના રોજ બંધ થવા જઈ રહી છે.

NVS Recruitment 2022: નવોદય વિદ્યાલયમાં નોન ટીચિંગ સ્ટાફની જગ્યાઓ માટે અરજી કરવાની આવતીકાલે છેલ્લી તારીખ, અહીં કરો અરજી
NVS Job 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 11:25 AM

NVS Recruitment 2022: નવોદય વિદ્યાલય સમિતિ (Navodaya Vidyalaya Samiti, NVS), NVS દ્વારા નોન-ટીચિંગ પોસ્ટ્સ પર જાહેર કરાયેલ બમ્પર ખાલી જગ્યાઓ માટેની અરજીની પ્રક્રિયા આવતીકાલે એટલે કે 10 ફેબ્રુઆરી 2022 ના રોજ બંધ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારોએ અત્યાર સુધી આ પોસ્ટ્સ માટે અરજી કરી નથી તેઓ NVSની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. નવોદય વિદ્યાલય સમિતિ (NVS)માં નોકરી મેળવવાની આ એક શ્રેષ્ઠ તક છે. NVS દ્વારા જાહેર કરાયેલ સૂચના અનુસાર, સહાયક કમિશનર, સહાયક વિભાગ અધિકારી વગેરેની 1925 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી દ્વારા, ગ્રુપ A, B અને C ની જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવશે.

નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટે અરજી કરવા માટે, ઉમેદવારો અધિકૃત વેબસાઇટ navodaya.gov.in પર જઈને અરજી ફોર્મ ભરી શકે છે. આમાં (Navodaya Vidyalaya Samiti Recruitment 2022) અરજીની પ્રક્રિયા 12 જાન્યુઆરી 2022થી શરૂ થઈ ગઈ છે. વધુ વિગતો માટે, તમે સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચના જોઈ શકો છો.

આ રીતે કરો અરજી

  1. ઓનલાઈન અરજી કરવા માટે પહેલા સત્તાવાર વેબસાઈટ- navodaya.gov.in પર જાઓ.
  2. વેબસાઇટના હોમ પેજ પર આપેલા રિક્રુટમેન્ટ સેલ વિકલ્પ પર જાઓ.
  3. આમાં, Detailed Recruitment Notification 2021-22 to fill up vacancies of various Non-Teaching posts (HQ/RO
  4. cadre & JNV cadre) in Navodaya Vidyalaya Samitiની લિંક પર જવું પડશે.
  5. હવે Apply Online ની લિંક પર ક્લિક કરો.
  6. તે પછી પૂછવામાં આવેલી વિગતો ભરીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
  7. નોંધણી પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.
  8. એપ્લિકેશન પૂર્ણ કર્યા પછી, તેની પ્રિન્ટ આઉટ લો.

આ જગ્યાઓ પર થશે ભરતી

  1. મદદનીશ કમિશનર: 7 જગ્યાઓ
  2. ફીમેલ સ્ટાફ નર્સ: 82 જગ્યાઓ
  3. આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર (ASO): 10 જગ્યાઓ
  4. ઓડિટ મદદનીશ: 11 જગ્યાઓ
  5. જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર: 4 જગ્યાઓ
  6. જુનિયર એન્જિનિયર: 1 જગ્યા
  7. સ્ટેનોગ્રાફર: 22 જગ્યાઓ
  8. કોમ્પ્યુટર ઓપરેટર: 4 જગ્યાઓ
  9. કેટરિંગ આસિસ્ટન્ટ: 87 જગ્યાઓ
  10. જુનિયર સચિવાલય સહાયક: 630 જગ્યાઓ
  11. ઇલેક્ટ્રિશિયન કમ પ્લમ્બરઃ 273 જગ્યાઓ
  12. લેબ એટેન્ડન્ટ: 142 જગ્યાઓ
  13. મેસ હેલ્પર: 629 જગ્યાઓ
  14. મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ, MTS: 23 જગ્યાઓ

મહત્વપૂર્ણ તારીખો

નોંધણી શરૂ થઈ: 12 જાન્યુઆરી 2022 નોંધણી બંધ: 10 ફેબ્રુઆરી 2022 ફી જમા કરવાની શરુઆતની તારીશ : 12 જાન્યુઆરી 2022 ફી જમા કરાવવાની છેલ્લી તારીખ: 10 ફેબ્રુઆરી 2022 CBTની સંભવિત તારીખ: 09/03/2022 થી 11/03/2022

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

અરજી ફી

આ ખાલી જગ્યા હેઠળ મદદનીશ કમિશનરના પદ માટે અરજી કરનારા ઉમેદવારોએ 1500 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે. બીજી તરફ, મહિલા નર્સિંગ સ્ટાફ માટે રૂ. 1200, લેબ એટેન્ડન્ટ, મેસ હેલ્પર અને MTS માટે રૂ. 750 અને અન્ય પોસ્ટ માટે અરજી કરવા માટે રૂ. 1000 અરજી ફી.

આ પણ વાંચો: ICAI CA Result 2022: ઈમેલ પર મેળવો CA ફાઈનલ, ફાઉન્ડેશનની પરીક્ષાઓનું પરિણામ, જાણો ક્યારે આવશે પરિણામ

આ પણ વાંચો: NEET PG 2022: NEET PG ઈન્ટર્નશિપની સમયમર્યાદા વધારવાની અરજી પર સુનાવણી, સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘ઉમેદવારોએ કેન્દ્રમાં પાસે જવું જોઈએ’

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">