NTA 15 સપ્ટેમ્બર સુધીમાં જાહેર કરશે CUET-UG પરિણામ, UGC ચીફે લગાવી તારીખ પર મહોર

|

Sep 09, 2022 | 4:24 PM

સીયુઈટી યુજી પરિણામ 2022 (CUET UG Result 2022) ઓફિશિયલ વેબસાઇટ cuet.samarth.ac.in દ્વારા ચેક કરી શકાશે.

NTA 15 સપ્ટેમ્બર સુધીમાં જાહેર કરશે  CUET-UG પરિણામ, UGC ચીફે લગાવી તારીખ પર મહોર
CUET Result

Follow us on

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ (CUET-UG) 2022ની પરીક્ષાનું પરિણામ 15 સપ્ટેમ્બર સુધીમાં જાહેર કરે તેવી શક્યતા છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ના ચીફ એમ જગદીશ કુમારે આ જાણકારી આપી છે. તેમને એમ પણ કહ્યું છે કે પરિણામ થોડા દિવસ પહેલા પણ જાહેર થઈ શકે છે. સીયુઈટી યુજી પરીક્ષાના છ ફેઝ પૂરા થયા છે. આ વર્ષે લગભગ 15 લાખ વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ ટેસ્ટ આપી હતી. એકવાર પરિણામ જાહેર થઈ પછી તે ઓફિશિયલ વેબસાઇટ cuet.samarth.ac.in પર જઈને ચેક કરી શકાય છે.

યુજીસી ચીફ જગદીશ કુમારે કહ્યું, ‘નેશનલ ટેસ્ટિંગ એજન્સી સીયુઈટી-યુજી પરિણામ 15 સપ્ટેમ્બર સુધીમાં જાહેર કરી શકે છે અથવા જો શક્ય હશે તો પરિણામ એક-બે દિવસ પહેલા પણ જાહેર કરી શકાય છે.’ તેમને કહ્યું, ‘તમામ ભાગ લેનાર યુનિવર્સિટીઓએ સીયુઈટી-યુજી સ્કોર્સના આધારે યુજી પ્રવેશ પ્રક્રિયા માટે તેમના પોર્ટલ તૈયાર કરવા જોઈએ.’ ઓફિશિયલ વેબસાઇટ દ્વારા પરિણામ ચેક કરી શકાય છે. તેમજ ઉમેદવારો તેમના રોલ નંબર અને ડેટ ઓફ બર્થનો જેવી લોગિન ક્રેડેંશિયલનો ઉપયોગ કરીને તેમનું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

કેવી રીતે ડાઉનલોડ કરવું તમારું પરિણામ?

સીયુઈટી યુજી 2022 પરિણામ ડાઉનલોડ કરવા ઉમેદવારોએ cuet.samarth.ac.in પર જવું પડશે. અહીં તેઓએ તેમના લોગિન ક્રેડેંશિયલ દ્વારા લોગિન કરવાનું રહેશે. હવે તમે સ્ક્રીન પર સીયુઈટી યુજી 2022 નું પરિણામ જોઈ શકશો. તેઓ તેમના પરિણામની પ્રિન્ટઆઉટ પણ લઈ શકે છે. સીયુઈટી યુજી 2022 આન્સર કી બહાર જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને આન્સર કી પર ઓબ્જેક્શન ઉઠાવી શકે છે. તેમની પાસે ઓબ્જેક્શન ઉઠાવવા માટે 10 સપ્ટેમ્બર સુધીનો સમય છે. પ્રોવિઝનલ આન્સર કીનું મૂલ્યાંકન કર્યા પછી ફાઈનલ આન્સર કી બહાર પાડવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સીયુઈટી યુજીના છ તબક્કાઓ હેઠળ દેશમાં 60 ટકા કન્સોલિડેટેડ અટેંડેન્સ રેકોર્ડ કરવામાં આવી હતી. દેશભરની તમામ કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને અન્ય ભાગ લેનાર યુનિવર્સિટીઓમાં અંડરગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી હતી. આ વર્ષે સીયુઈટી-યુજી હેઠળ 90 યુનિવર્સિટીઓ પ્રવેશ લઈ રહી છે, જેમાં 43 કેન્દ્રીય યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે.

Next Article