Career : NEET UG આન્સર કી અને પરિણામ ક્યારે જાહેર થશે..? NTAએ આપ્યું છે મોટું અપડેટ
જે વિદ્યાર્થીઓ NEET UG પરીક્ષામાં બેસવાના છે તેઓ NEETની ઓફિશિયલ વેબસાઇટ neet.nta.nic.in પર આન્સર કી ચેક કરી શકે છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ જાહેરાત કરી છે કે, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અંડરગ્રેજ્યુએટ (NEET-UG) 2022ની આન્સર-કી 30 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવશે. તે જ સમયે, NEET UG પરિણામ 2022 , 7 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ NEET UG પરીક્ષામાં બેઠા હતા તેઓ NEETની ઓફિશિયલ વેબસાઇટ neet.nta.nic.in પર આન્સર-કી ચેક કરી શકે છે. NEET જવાબ કીની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. NEETની પરીક્ષા 17મી જુલાઈએ લેવામાં આવી હતી. પરીક્ષાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને હજુ સુધી આન્સર કી બહાર પાડવામાં આવી નથી.
ઓફિશિયલ સૂચના અનુસાર, નેશનલ ટેસ્ટિંગ એજન્સી તેની વેબસાઈટ પર પ્રોવિઝનલ આન્સર કી, OMR જવાબ પત્રકની સ્કેન કરેલી ઈમેજ અને NEET UG 2022નો રેકોર્ડ કરેલા પ્રતિસાદ અપલોડ કરશે. જેથી વિદ્યાર્થીઓ તેને પડકારી શકે. વાંધો ઉઠાવવા માટે ઉમેદવારોએ દરેક પ્રશ્ન માટે 200 રૂપિયા ચૂકવવાના રહેશે. વિદ્યાર્થીઓની સુવિધા માટે, OMR આન્સર-કીની સ્કેન કરેલી ઈમેજ ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરતી વખતે તેમના દ્વારા આપવામાં આવેલા રજીસ્ટર્ડ ઈ-મેલ સરનામા પર પણ મોકલવામાં આવશે.
આવી રહી હતી આ વર્ષની NEET પરીક્ષા
NEET UG 2022ની પરીક્ષા 17 જુલાઈના રોજ લેવામાં આવી હતી. જેમાં 18.72 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. NTAએ દાવો કર્યો હતો કે, રાષ્ટ્રવ્યાપી મેડિકલ પ્રવેશ પરીક્ષામાં માત્ર 95 ટકા ઉમેદવારોએ હાજરી આપી હતી. NEET UG પરીક્ષા ભારતના 497 શહેરોમાં 3,570 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ સિવાય વિદેશના 14 શહેરોમાં પણ તેની પરીક્ષાઓ યોજાઈ હતી. “ભારતમાં સૌથી વધુ ઉમેદવારો જયપુરમાં (52,351) હતા અને સૌથી ઓછા પશ્ચિમ સિક્કિમમાં (105), એક ઓફિશિયલ નિવેદનમાં જણાવાયું હતું. તેવી જ રીતે, ભારત બહારના ઉમેદવારોની સંખ્યા દુબઈમાં મહત્તમ (646) અને થાઈલેન્ડમાં લઘુત્તમ (6) હતી.
પ્રશ્નપત્રની મુશ્કેલી વિશે વાત કરતાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, NEET UG પરીક્ષા ગયા વર્ષની સરખામણીમાં પ્રમાણમાં સરળ હતી. જો કે આ વર્ષે NEETની પરીક્ષા પણ વિવાદોમાં ઘેરાયેલી રહી હતી. NEET UG અને CUET UGની તારીખોનો અથડામણ, પ્રશ્નપત્રોનું મેચિંગ, વિદ્યાર્થીનીના પિતાનો આરોપ હતો કે, પરીક્ષા હોલમાં જતાં પહેલાં તેમની પુત્રીનું ઇનરવેર કાઢી નાખવામાં આવ્યું હતું. તે કેટલાક વિવાદો હતા જેમાં NEET UG ફસાઇ ગયું હતું.