સુપ્રીમ કોર્ટની ટકોર બાદ NEET SS ની પરીક્ષા હવે જુની પેટર્ન મુજબ લેવાશે, જાણો રજિસ્ટ્રેશન પ્રક્રિયા ક્યારે શરૂ થશે ?
જે ઉમેદવારો આ પરીક્ષા માટે અરજી કરવા માગે છે તેઓ સતાવાર વેબસાઈટ nbe.edu.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
NEET SS 2021 : નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશને ફરી એકવાર નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ સુપર સ્પેશિયાલિટી 2021 માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. અરજીની પ્રક્રિયા 01 નવેમ્બર 2021 બપોરે 3 વાગ્યા પછી શરૂ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારો આ પરીક્ષામાં અરજી કરવા માગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ nbe.edu.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન, (NBE) એ સુપ્રીમ કોર્ટને ખાતરી આપ્યા બાદ તરત જ પરીક્ષા યોજવા માટેનું રિવાઈઝ્ડ શેડ્યૂલ બહાર પાડ્યું કે તે ‘જૂની પેટર્ન’ મુજબ જ પરીક્ષા (NEET SS 2021) યોજશે. કેન્દ્ર સરકાર અને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશને સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતુ કે પોસ્ટ ગ્રેજ્યુએટ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-સુપર સ્પેશિયાલિટી (NEET-SS) 2021 જૂની પેટર્ન પ્રમાણે લેવામાં આવશે.
આ દસ્તાવેજોની જરૂર પડશે
– જન્મ પ્રમાણપત્રની સ્કેન કરેલી નકલ – MBBS પાસ પ્રમાણપત્ર – MBBS માર્કશીટ – MCI નોંધણી પ્રમાણપત્ર – આધાર કાર્ડ અથવા અન્ય કોઈપણ માન્ય ID પ્રૂફની સ્કેન કરેલી નકલ – જાતિ પ્રમાણપત્ર -પોસ્ટપોર્ટ સાઇઝના ફોટાની સ્કેન કરેલી નકલ -સહીની સ્કેન કરેલી નકલ
બે શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવશે
આ પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે. સવારે પરીક્ષા સવારે 9 વાગ્યાથી બપોરે 11.30 વાગ્યા સુધી જ્યારે બીજી શિફ્ટમાં પરીક્ષા (NEET SS પરીક્ષા શેડ્યૂલ 2021) બપોરે 2 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી લેવામાં આવશે.
પરીક્ષા પેટર્ન
પરીક્ષા સીબીટી મોડમાં લેવામાં આવશે. આ પરીક્ષા 150 ગુણ માટેની હશે, ઉમેદવારોને આપેલ તારીખે પરીક્ષામાં હાજર રહેવા માટે અલગ-અલગ શિફ્ટ અને સમય ફાળવવામાં આવશે. ઉમેદવારોને પરીક્ષા માટે અરજી કરતા પહેલા માહિતી તપાસવી જરૂરી છે.
આ મહત્વની તારીખોને ધ્યાનમાં રાખો
અરજીની શરૂઆતની તારીખ – 01 નવેમ્બર 2021 અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ – 22 નવેમ્બર 2021 અરજી ફોર્મ ભરવાની તારીખ – 01 ડિસેમ્બરથી 07 ડિસેમ્બર 2021 પ્રવેશ કાર્ડ જારી કરવાની તારીખ- 03 જાન્યુઆરી 2022 NEET SS પરીક્ષાનું આયોજન – 10 જાન્યુઆરી 2022
આ પણ વાંચો: India Post Recruitment 2021: પોસ્ટલ આસિસ્ટન્ટ સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, અહીં કરો અરજી
આ પણ વાંચો: NEET 2021 Result Update: આ વિદ્યાર્થીઓનું પરિણામ અટકાવી દેવામાં આવ્યું છે, જાણો ક્યારે આવશે NEETનું પરિણામ