NEET 2021 Result Update: આ વિદ્યાર્થીઓનું પરિણામ અટકાવી દેવામાં આવ્યું છે, જાણો ક્યારે આવશે NEETનું પરિણામ

NEET UG પરિણામ 2021ના માર્ગમાં મુશ્કેલીઓ અટકી નથી રહિ. સુપ્રીમ કોર્ટે NEET પરિણામ 2021 જાહેર કરવાનો આદેશ આપ્યા બાદ હવે તેમાં નવો વળાંક આવ્યો છે.

NEET 2021 Result Update: આ વિદ્યાર્થીઓનું પરિણામ અટકાવી દેવામાં આવ્યું છે, જાણો ક્યારે આવશે NEETનું પરિણામ
NEET 2021 Result Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 7:02 PM

NEET UG Result 2021 latest updates: NEET UG પરિણામ 2021ના માર્ગમાં મુશ્કેલીઓ અટકી નથી રહિ. સુપ્રીમ કોર્ટે NEET પરિણામ 2021 જાહેર કરવાનો આદેશ આપ્યા બાદ હવે તેમાં નવો વળાંક આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને કેટલાક વિદ્યાર્થીઓના પરિણામો રોકવા માટે કહેવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ પોલીસે આ માટે NTAને પત્ર લખ્યો છે. શું છે સમગ્ર મામલો અને પરિણામ પર તેની શું અસર થઈ શકે છે, જાણીએ આ અહેવાલમાં.

યુપી પોલીસે NEET પરીક્ષા 2021માં હાજર રહેલા 25 વિદ્યાર્થીઓના પરિણામ રોકવા માટે NTAને પત્ર લખ્યો છે. આ તમામ વિદ્યાર્થીઓ ઉત્તર પ્રદેશના છે. ખરેખર, પોલીસ રિપોર્ટ અનુસાર, આ વિદ્યાર્થીઓ NEET સોલ્વર ગેંગના (NEET Solver Gang) સંપર્કમાં છે. પોલીસનું કહેવું છે કે, આ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં છેતરપિંડી કરી છે. મામલાની તપાસ ચાલી રહી છે.

સોલ્વર ગેંગ શું છે

સોલ્વર ગેંગને કેટલાક લોકોનું ગ્રુપ છે જેઓ વિદ્યાર્થીઓનીની પરીક્ષામાં બેસે છે અને વિદ્યાર્થીઓને બદલે પરીક્ષા આપે છે. આ કામ માટે આ ટોળકી વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમ વસૂલે છે. માત્ર NEET જ નહીં, ઘણી પ્રવેશ પરીક્ષાઓ અને ભરતી પરીક્ષાઓ માટે ઘણી સોલ્વર ગેંગ સક્રિય છે. ભૂતકાળમાં ઘણી પરીક્ષાઓમાં આવા કિસ્સાઓ સામે આવ્યા છે અને છેતરપિંડી કરનારા પકડાયા છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

તો હવે નીટનું પરિણામ ક્યારે આવશે ?

બોમ્બે હાઈકોર્ટે બે વિદ્યાર્થીઓને NEETની પુનઃપરીક્ષાની મંજૂરી આપતાં પ્રથમ NEET પરિણામ પેન્ડિંગ હતું. પરંતુ જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, ત્યારે સર્વોચ્ચ અદાલતે પરિણામમાં વિલંબ ન કરવા અને તરત જ NEET પરિણામ જાહેર કરવાનો આદેશ આપ્યો. આ ઓર્ડર 28 ઓક્ટોબર 2021ના રોજ આવ્યો હતો. NTA અને કેન્દ્ર વતી, કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, NEET UGનું પરિણામ તૈયાર છે. આવી સ્થિતિમાં NEETનું પરિણામ બે-ત્રણ દિવસમાં જાહેર થઈ જશે તેવી અપેક્ષા હતી.

હવે સોલ્વર ગેંગનો મામલો સામે આવ્યો છે. જેના કારણે પરિણામ જાહેર થવામાં પણ વિલંબ થઈ રહ્યો છે. જો કે, NTAએ NEET 2021 પરિણામ જાહેર કરવાની તારીખ આપી નથી. પરંતુ અપેક્ષા છે કે NEETનું પરિણામ દિવાળી પહેલા જાહેર થઈ જશે. neet.nta.nic.in પર નજર રાખો.

આ પણ વાંચો: MBBS ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, આ રાજ્યમાં હવે માત્ર નજીવી ફીમાં જ મળશે તબીબી શિક્ષણ

આ પણ વાંચો: RRC admit card 2021: રેલ્વે એપ્રેન્ટિસ ભરતી 2021 માટે એડમિટ કાર્ડ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

g clip-path="url(#clip0_868_265)">