MBA after 12th class: ધોરણ 12 પછી MBAમાં સીધું એડમિશન લઈ શકો છો, IIFTએ ઈન્ટિગ્રેટેડ પ્રોગ્રામ કર્યો શરૂ, જાણો કેવી રીતે થશે એડમિશન

IIFT MBA Course 2022: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન ટ્રેડ (IIFT)એ નવા શૈક્ષણિક વર્ષ 2022-23 માટે પાંચ વર્ષનો ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો છે. એટલે કે, 12મા પછી હવે તમે ડાયરેક્ટ MBA કરી શકશો.

MBA after 12th class: ધોરણ 12 પછી MBAમાં સીધું એડમિશન લઈ શકો છો, IIFTએ ઈન્ટિગ્રેટેડ પ્રોગ્રામ કર્યો શરૂ, જાણો કેવી રીતે થશે એડમિશન
IIFT has launched integrated programImage Credit source: Image Credit Source: Pti
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 4:10 PM

IIFT MBA Course 2022: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન ટ્રેડ (IIFT)એ નવા શૈક્ષણિક વર્ષ 2022-23 માટે પાંચ વર્ષનો ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ (MBA Course) શરૂ કર્યો છે. એટલે કે, 12મા પછી હવે તમે ડાયરેક્ટ MBA કરી શકશો. ઉમેદવારો iift.ac.in પર જઈને આ કોર્સ વિશે જાણી શકે છે. કાર્યક્રમનો અભ્યાસક્રમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અનુસાર તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્સનો ઉદ્દેશ વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) સાથે મેનેજમેન્ટ કોર્સને (Management Course) એકીકૃત કરવાનો છે. તેમજ વ્યાવસાયિક યુવાનોને મેનેજમેન્ટ અને નિર્ણય લેવાની કુશળતા પ્રદાન કરવા. જે વિદ્યાર્થીઓ પ્રથમ ત્રણ વર્ષ પૂર્ણ કરે છે તેમને બિઝનેસ એનાલિટિક્સમાં બેચલર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી આપવામાં આવશે.

3 વર્ષ પૂર્ણ કર્યા પછી મળશે સ્નાતકની ડિગ્રી

મનોજ પંત વાઈસ ચાન્સેલર IIFTએ જણાવ્યું હતું કે, IPM પ્રોગ્રામ વિદ્યાર્થીઓને વિવિધ ઉદ્યોગોમાં વિવિધ મેનેજમેન્ટ કાર્યોમાં મેનેજમેન્ટની ભૂમિકાઓ માટે જ્ઞાન અને કૌશલ્ય પ્રદાન કરશે. ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વ્યવસ્થિત નિર્ણયો લેવા માટે વૈચારિક, વિશ્લેષણાત્મક, આંકડાકીય અને કૌશલ્યોથી સજ્જ કરવાનો છે. IPM પ્રોગ્રામના પ્રથમ ત્રણ વર્ષ 160 ક્રેડિટ્સ સાથે સેમેસ્ટર સિસ્ટમ પર આધારિત હશે. જ્યારે બે વર્ષ 120 ક્રેડિટ સાથે ત્રિમાસિક સિસ્ટમ પર આધારિત હશે. પાંચ વર્ષમાં કુલ 280 ક્રેડિટ હશે. પ્રોગ્રામ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને બેચલર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (Bachelor of Business Administration) અને માસ્ટર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (Master of Business Administration) પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે.

આ કોર્સમાં પ્રવેશ કેવી રીતે મેળવવો

નવા પ્રોગ્રામમાં પ્રવેશ લેવા માટે, અરજદારોએ IIFT, IIM ઇન્દોર દ્વારા આયોજિત IPMAT 2022 પરીક્ષા માટે હાજર રહેવું પડશે. નોંધણી પ્રક્રિયા મેના પ્રથમ સપ્તાહથી શરૂ થવાની શક્યતા છે. ઉમેદવારોએ કલા / વાણિજ્ય / વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 12ની પરીક્ષા 60 ટકા ગુણ સાથે અને SC / ST / PWD / ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે 55 ટકા સાથે પાસ કરેલી હોવી જોઈએ. 12મા ધોરણમાં એક વિષય તરીકે ગણિત / વ્યાવસાયિક ગણિત ફરજિયાત છે. જેના માટે ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારોને આઈઆઈએફટીની સત્તાવાર વેબસાઈટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

આ પણ વાંચો: Gautam Adani 10 હજાર કરોડના રોકાણ દ્વારા 25 હજાર રોજગારીની તક ઉભી કરશે, જાણો વિગતવાર

આ પણ વાંચો: Maharashtra Open School Results 2022: મહારાષ્ટ્ર ઓપન સ્કૂલ ધોરણ 5 અને 8 નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">