Job Alerts: છટણીની ચિંતાઓ વચ્ચે રાહતના સમાચાર, વિદેશી કંપની ભારતમાં 5000 વેકેન્સી જાહેર કરશે

|

Dec 13, 2022 | 8:45 AM

કંપનીના એક ટોચના અધિકારીએ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેકડોનાલ્ડ્સ ઇન્ડિયા આગામી ત્રણ વર્ષમાં ભારતના ઉત્તરી અને પૂર્વીય વિસ્તારોમાં તેની રેસ્ટોરન્ટની સંખ્યા બમણી કરીને 300 કરવાની યોજના ધરાવે છે.

Job Alerts: છટણીની ચિંતાઓ વચ્ચે રાહતના સમાચાર, વિદેશી કંપની ભારતમાં 5000 વેકેન્સી જાહેર કરશે
mcdonald's will provide employment

Follow us on

સમગ્ર વિશ્વમાં છટણીનો ખરાબ તબક્કો ચાલી રહ્યો છે જે કર્મચારીઓને ચિંતાતુર બનાવી રહ્યો છે. મોટી કંપનીઓ હોય કે નાની ખર્ચ ઘટાડવાના નામે કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવી રહ્યો છે. આ ખરાબ સમયમાં પણ રાહતના સમાચાર આવ્યા છે. ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ ચેઈન મેકડોનાલ્ડ્સ ઈન્ડિયા બિઝનેસ વધારવા માંગે છે. આ માટે હજારો નોકરીઓની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ કહ્યું કે તે આગામી ત્રણ વર્ષમાં આઉટલેટ્સની સંખ્યા બમણી કરશે. આ સાથે તે લગભગ 5,000 લોકોને નોકરી પર રાખશે. કંપનીના એક ટોચના અધિકારીએ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેકડોનાલ્ડ્સ ઇન્ડિયા આગામી ત્રણ વર્ષમાં તેની રેસ્ટોરન્ટની સંખ્યા વધારવાની યોજના ધરાવે છે.

લગભગ 5 હજાર લોકોને રોજગાર મળશે

કંપનીના એક ટોચના અધિકારીએ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેકડોનાલ્ડ્સ ઇન્ડિયા આગામી ત્રણ વર્ષમાં ભારતના ઉત્તરી અને પૂર્વીય વિસ્તારોમાં તેની રેસ્ટોરન્ટની સંખ્યા બમણી કરીને 300 કરવાની યોજના ધરાવે છે. આ દરમિયાન લગભગ 5,000 લોકોની નિમણૂક કરવામાં આવશે. મેકડોનાલ્ડ્સે સોમવારે તેના વિસ્તરણના ભાગરૂપે ગુવાહાટીમાં ભારતમાં તેની સૌથી મોટી રેસ્ટોરન્ટ ખોલી રહી ચેહ. આ રેસ્ટોરન્ટ 6,700 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી છે અને અહીં 220 લોકો એકસાથે બેસી શકે છે.

‘કંપનીનું ફોકસ બિઝનેસ વિસ્તરણ પર છે’

મેકડોનાલ્ડ્સ ઇન્ડિયા (ઉત્તર અને પૂર્વ)ના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ રંજને જણાવ્યું હતું કે કંપની ઝડપથી વિકાસ કરી રહી છે. આ ક્રમમાં તે રાજ્યોમાં તેનું નેટવર્ક વિસ્તારવા માંગે છે. જ્યારે મેકડોનાલ્ડના જૂના ભાગીદારો સાથે ચાલી રહેલા કાયદાકીય વિવાદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તમામ મુદ્દાઓ અને સમસ્યાઓને પાછળ છોડીને અમે અમારા બિઝનેસને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

નવા પાર્ટનર સાથે બિઝનેસ શરૂ કર્યો

વર્ષ 2020માં મેકડોનાલ્ડ્સે તેના જૂના ભાગીદાર વિક્રમ બક્ષી પાસેથી 50 ટકા હિસ્સો લઈને દેશના ઉત્તરી અને પૂર્વીય ભાગોમાં કામગીરી માટે MMG ગ્રુપના ચેરમેન સંજીવ અગ્રવાલને નવા ભાગીદાર તરીકે પસંદ કર્યા હતા. જ્યારે પશ્ચિમ અને દક્ષિણ ભારત માટે ભાગીદાર વેસ્ટલાઇફ ગ્રુપ છે.\

IGNOUમાં સરકારી નોકરીની તક મળશે

ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) માં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખાલી જગ્યા બહાર આવી છે. IGNOU એ પબ્લિક રિલેશન ઓફિસર (PRO)ની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ માંગી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ignou.ac.in પર IGNOUની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારોએ વેબસાઈટ પર લોગીન કરવાનું રહેશે. આ માટે તેમણે યુઝરનેમ અને પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે. ઉમેદવારોને કહેવામાં આવે છે કે PROની પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી, 2023 છે. વધુ વિગત માટે અહીં ક્લિક કરો.

 

Published On - 8:45 am, Tue, 13 December 22

Next Article