JEE Main 2021: પ્રથમ તબક્કામાં 95% વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, શિક્ષણ પ્રધાને આપી માહિતી

|

Feb 27, 2021 | 10:11 PM

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલે (Ramesh Pokhriyal Nishank) શુક્રવારે જણાવ્યું હતું કે દેશની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE Main 2021)ના પહેલા તબક્કામાં 95% ઉમેદવારો હાજર રહ્યા હતા.

JEE Main 2021: પ્રથમ તબક્કામાં 95% વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, શિક્ષણ પ્રધાને આપી માહિતી
શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ (ફાઇલ ફોટો)

Follow us on

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલે (Ramesh Pokhriyal Nishank) શુક્રવારે જણાવ્યું હતું કે દેશની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE Main 2021)ના પહેલા તબક્કામાં 95% ઉમેદવારો હાજર રહ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું, “આ જણાવતા મને આનંદ થાય છે કે JEEના પ્રથમ તબક્કામાં 95% હાજરી નોંધાઈ છે. મને આશા છે કે NTA ભવિષ્યમાં પણ પરીક્ષાઓનું સફળતાપૂર્વક આયોજન કરશે.”

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

પ્રવેશ પરીક્ષા મંગળવારે શરૂ થઈ હતી. આ પહેલીવાર છે જ્યારે અસમી, બંગાળી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ, ઉર્દુ, હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી સહિત 13 ભાષાઓમાં પરીક્ષા લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ વર્ષથી પરીક્ષા વર્ષમાં 4 વખત લેવામાં આવશે. આ પરીક્ષાના આવનાર તબક્કાઓ માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં લેવામાં આવશે.

 

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે JEE પરીક્ષા 311 શહેરોમાં 828 કેન્દ્રો પર લેવામાં આવી હતી. આમાં વિદેશમાં 10 કેન્દ્રો- બહિરીન, કોલંબો, દોહા, દુબઈ, કાઠમાંડુ, મસ્કત, રિયાધ, શારજાહ, સિંગાપોર અને કુવૈતનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે પરીક્ષા દરમિયાન કોવિડ-19 સંબંધિત તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચો: મોદી સરકાર આપી રહી છે ડિસ્કાઉન્ટથી સોનું ખરીદવાની તક, જાણો કેવી રીતે અને કઈ તારીખથી ખરીદી શકશો

Next Article