મોદી સરકાર આપી રહી છે ડિસ્કાઉન્ટથી સોનું ખરીદવાની તક, જાણો કેવી રીતે અને કઈ તારીખથી ખરીદી શકશો

સોવરિન Gold બોન્ડ્સ યોજના 2020-21ની બારમી શ્રેણીનું સબ્સ્ક્રીપ્શન ખુલવા જઈ રહ્યું છે. આ શ્રેણી 1 માર્ચથી 5 માર્ચ સુધીના સબ્સ્ક્રીપ્શન માટે ખુલ્લી રહેશે.

મોદી સરકાર આપી રહી છે ડિસ્કાઉન્ટથી સોનું ખરીદવાની તક, જાણો કેવી રીતે અને કઈ તારીખથી ખરીદી શકશો

સોવરિન Gold બોન્ડ્સ યોજના 2020-21ની બારમી શ્રેણીનું સબ્સ્ક્રીપ્શન ખુલવા જઈ રહ્યું છે. આ શ્રેણી 1 માર્ચથી 5 માર્ચ સુધીના સબ્સ્ક્રીપ્શન માટે ખુલ્લી રહેશે. આ યોજના અંતર્ગત તમને બજાર કરતા ઓછા ભાવે Gold ખરીદવાની તક મળશે. એસજીબી યોજનાની આ શ્રેણીમાં એક ગ્રામ સોનાની કિંમત 4,662 રૂપિયા નક્કી કરવામાં આવી છે. શુક્રવારે નાણાં મંત્રાલયે આ માહિતી આપી છે.

 

ઓનલાઈન બોન્ડ  ખરીદનારને મળશે 50 રૂપિયાની છૂટ

મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે કે ભારત સરકારે રિઝર્વ બેંક ઈન્ડિયા સાથે ચર્ચા કરીને નિર્ણય લીધો છે કે આ યોજના અંતર્ગત રોકાણકારો ઓનલાઈન અરજી કરશે અને ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરશે તેમને ઈશ્યુ પ્રાઈઝમાં પ્રતિ ગ્રામ દીઠ રૂ.50ની છૂટ આપવામાં આવશે. આવા રોકાણકારો માટે Goldના બોન્ડ્સના ઈશ્યૂ પ્રાઈસ 1 ગ્રામ દીઠ રૂ.4,612 રહેશે.

 

સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના નવેમ્બર 2015માં શરૂ થઈ હતી

સોવરિન ગોલ્ડ બોન્ડ યોજનામાં સોનાનું વેચાણ બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ  ઈન્ડિયા (એસએચસીઆઈએલ), નિર્ધારિત પોસ્ટ ઓફિસ અને માન્ય સ્ટોક એક્સચેન્જ (એનએસઈ અને બીએસઈ) દ્વારા કરવામાં આવશે. સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના નવેમ્બર 2015માં શરૂ થઈ હતી. આ યોજના શરૂ કરવાનો ઉદ્દેશ્ય સોનાની સ્પોટ માંગ ઘટાડવાનો અને સોનાની ખરીદી માટે ઉપયોગમાં લેવામાં આવતી સ્થાનિક બચતનો એક ભાગ આર્થિક બચતમાં ફેરવવાનો હતો. સોવરિન ગોલ્ડ બોન્ડ્સની પરિપક્વતા અવધિ આઠ વર્ષની  હોય છે, પરંતુ રોકાણકારો પાંચમા વર્ષ પછી બહાર નીકળી શકે છે.

 

જો કોઈ રોકાણકાર 5 વર્ષના  સમયગાળા પહેલાં બહાર નીકળવા માંગે છે  તો તે સ્ટોક એક્સચેન્જમાં વેચીને કાયમ માટે બહાર નીકળી શકે છે. આ યોજના અંતર્ગત કોઈપણ રોકાણકાર એક ગ્રામ અથવા તેના ગુણાંકમાં સોનાની ખરીદી કરી શકે છે. જેમાં વ્યક્તિગત અથવા હિન્દુ અવિભાજિત પરિવાર નાણાકીય વર્ષમાં ચાર કિલોના સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. તે જ સમયે અન્ય લાયક રોકાણકારો એક વર્ષમાં 20 કિલો સોનું ખરીદી શકે છે. કેવાયસી દસ્તાવેજો જેવા કે મતદાર આઈડી, આધારકાર્ડ, પાન અથવા પાસપોર્ટ સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના હેઠળ ગોલ્ડ બોન્ડ ખરીદવા જરૂરી છે.

 

આ પણ વાંચો: Indian Army Recruitment 2021: ભારતીય સેનામાં TGC 133 માટે નિ:શૂલ્ક કરો અરજી, જાણો માહિતી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati