ભારતીય મહિલાઓ વિક્રમ સર્જશે : દેશના આ ઓટો પ્લાન્ટમાં ઉત્પાદનથી લઇ સંચાલન સુધીના કામ મહિલાઓ કરશે , 10હજાર મહિલાઓ ચલાવશે પ્લાન્ટ

કંપનીના સહ-સ્થાપક ભાવિશ અગ્રવાલે(Bhavish Aggarwal) જણાવ્યું કે તેમની કંપનીના એક પ્લાન્ટમાં માત્ર મહિલાઓ જ ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર પ્લાન્ટનું સંચાલન કરશે.

ભારતીય મહિલાઓ વિક્રમ સર્જશે : દેશના આ ઓટો પ્લાન્ટમાં ઉત્પાદનથી લઇ  સંચાલન સુધીના કામ મહિલાઓ કરશે , 10હજાર મહિલાઓ ચલાવશે પ્લાન્ટ
OLA PLANT
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 7:10 PM

દેશના ઓટો માર્કેટમાં ઈ-સ્કૂટર લોન્ચ કર્યા બાદ ઓલા(Ola E-scooter) એ વધુ એક મોટી પહેલ કરી છે. કંપનીના સહ-સ્થાપક ભાવિશ અગ્રવાલે(Bhavish Aggarwal) જણાવ્યું કે તેમની કંપનીના એક પ્લાન્ટમાં માત્ર મહિલાઓ જ ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર પ્લાન્ટનું સંચાલન કરશે. આ માટે પ્લાન્ટમાં 10 હજારથી વધુ મહિલાઓને રોજગારી આપવામાં આવશે. તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારતને આત્મનિર્ભર મહિલાઓની જરૂર છે. એમ પણ કહ્યું કે આ વિશ્વનો એકમાત્ર મોટર વાહન ઉત્પાદન પ્લાન્ટ હશે જે ફક્ત મહિલાઓ દ્વારા સંચાલિત થશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મહિલા કર્મચારીના શિરે સંપૂર્ણ જવાબદારી ભાવિશ અગ્રવાલે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ઓલા ઈ-સ્કૂટર પ્લાન્ટમાં કામ કરતી મહિલાઓની પ્રથમ બેચનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે આ ઓલા ફ્યુચરફેક્ટરી 10,000 થી વધુ મહિલા કર્મચારીઓ સાથે મહિલાઓ દ્વારા સંચાલિત વિશ્વની સૌથી મોટી ફેક્ટરી બનશે. મહિલાઓને આર્થિક તકો પૂરી પાડવા માટે વધુ વ્યાપક વર્કફોર્સ બનાવવાનો ઓલાનો આ પહેલો પ્રયાસ છે. ઓલાએ કહ્યું કે તેણે આ મહિલાઓની મુખ્ય ઉત્પાદન કુશળતા સુધારવા માટે મોટું રોકાણ કર્યું છે. તે ઓલા ફ્યુચર ફેક્ટરીમાં ઉત્પાદિત દરેક વાહન માટે સંપૂર્ણપણે જવાબદાર રહેશે.

વર્ષ 2023 માં ભારતીય રસ્તાઓ ઉપર Ola Electric Car દોડતી જોવા મળી શકે છે પ્રથમ EV સ્કૂટર રેન્જની સફળતા પર સવાર થઈને બેંગલુરુ સ્થિત ફર્મ Ola 2023 સુધીમાં ઇલેક્ટ્રિક ફોર-વ્હીલર ઉદ્યોગમાં પ્રવેશ કરવા તૈયારી કરી રહ્યું છે.ઓલાના સીઇઓ ભાવિશ અગ્રવાલે એક વપરાશકર્તા સાથે ટ્વિટર ઉપરની વાતચીતમાં આ બાબતની પુષ્ટિ કરી છે.ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ પર એક ટ્વિટ હેઠળ એક યુઝરે અગ્રવાલને પૂછ્યું કે શું તે પેટ્રોલ, ડીઝલ અથવા ઇલેક્ટ્રિક કાર ધરાવે છે. આ અંગે અગ્રવાલે કહ્યું, “2 મહિના પહેલા ક્યારેય કારની માલિકી ધરાવતો ન હતો. હવે એક હાઇબ્રિડ આગામી 2023 માં ઇલેક્ટ્રિક હશે. Olaની ઇલેક્ટ્રિક કાર( Ola’s electric car).”

સફળ કારોબારી કઈરીતે બન્યા ? ભાવિશે પોતાના પૈસાથી કાર ખરીદી ન હતી પરંતુ મોટી સંખ્યામાં ટેક્સી ડ્રાઇવરો સાથે ભાગીદારી કરી હતી અને સમગ્ર સેટઅપ દરમિયાન આધુનિક ટેકનોલોજીનો સમાવેશ કર્યો હતો. લોકો માટે બુકિંગ સરળ બને તે માટે તેને ઇન્ટરનેટ સાથે જોડવામાં આવ્યું હતું. એટલું જ નહીં શરૂઆતના દિવસોમાં ઘણી વખત તે પોતે ફોન લેતો અને ગ્રાહકોને તેમના સ્થાને લઈ જવા માટે જાતે પણ જતા હતા.

આજે 400 કરોડનું ટર્નઓવર છે ભાવિશે આજે વ્યવસાયમાં સફળતા હાંસલ કરી છે. ઓલાએ ઘણા શહેરોમાં પોતાની જગ્યા બનાવી છે. 2013-14માં કંપનીએ લગભગ 418.25 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું હતું. પરંતુ તેની સફળતા પછી પણ ભાવિશ દરરોજ 15 કલાક કામ કરે છે અને તેની સફળતાનો શ્રેય પોતાના ટેક્નિકલ બેકગ્રાઉન્ડને આપે છે જેના દ્વારા ઓલાએ આટલું સારું કામ કર્યું છે.

આ પણ વાંચો : સરકારના એક નિર્ણયથી BABA RAMDEV ની આ કંપનીના શેરે રોકાણકારોને માલામાલ બનાવ્યા , શું છે તમારા પોર્ટફોલિયોમાં?

આ પણ વાંચો : Gold Price Today : રૂપિયો નબળો પડતા સોનાના ભાવ વધ્યા , જાણો આજે કેટલું મોંઘુ થયું સોનું

g clip-path="url(#clip0_868_265)">