AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway Recruitment 2021: ભારતીય રેલ્વેમાં પરીક્ષા વિના મળી શકે છે નોકરી, જાણો ક્યાં કરવી અરજી અને શું છે છેલ્લી તારીખ

ભારતીય રેલ્વેએ ઉત્તર મધ્ય રેલ્વે (NCR), પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ હેઠળ એપ્રેન્ટીસની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 01 ડિસેમ્બર છે.

Indian Railway Recruitment 2021: ભારતીય રેલ્વેમાં પરીક્ષા વિના મળી શકે છે નોકરી, જાણો ક્યાં કરવી અરજી અને શું છે છેલ્લી તારીખ
Indian Railway Recruitment 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 8:00 AM
Share

Indian Railway Recruitment 2021: ભારતીય રેલ્વે(Indian Railway)માં નોકરી શોધી રહેલા યુવાનો માટે સુવર્ણ તક છે. ભારતીય રેલ્વેએ ઉત્તર મધ્ય રેલ્વે (NCR), પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ હેઠળ એપ્રેન્ટીસની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે, તેઓ ભારતીય રેલ્વેની સત્તાવાર વેબસાઇટ rrcpryj.org પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 01 ડિસેમ્બર છે.

આ ઉપરાંત ઉમેદવારો આ પોસ્ટ્સ માટે આ લિંક https://www.rrcprjapprentices.in/ પર ક્લિક કરીને સીધી અરજી પણ કરી શકે છે. ઉપરાંત, તમે આ લિંક https://rrcpryj.org/Downloads/Notification-Act-Apprentices-02-2021.pdf દ્વારા સત્તાવાર નોટિફિકેશન પણ જોઈ શકો છો. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 1664 જગ્યાઓ ભરવામાં આવશે.

Indian Railway Recruitment 2021 ની અગત્યની તારીખ

  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ – 01 ડિસેમ્બર 2021
  • કુલ પોસ્ટની સંખ્યા – 1664
  • યોગ્યતા – ઉમેદવારોએ ધોરણ 10મું અથવા તેની સમકક્ષ (10+2 સિસ્ટમ હેઠળ) ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે પાસ કરેલ હોવું જોઈએ. ઉપરાંત, NCVT/SCVT સાથે સંલગ્ન માન્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી ITI પ્રમાણપત્ર / નેશનલ ટ્રેડ પ્રમાણપત્ર હોવું જોઈએ
  • વય મર્યાદા – ઉમેદવારોની વય મર્યાદા 15 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • પસંદગી પ્રક્રિયા – ઉમેદવારોની પસંદગી 10મા અને ITI મેરિટ લિસ્ટમાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે.
  • અરજી અંગેની ફી – SC/ST/PH/મહિલા ઉમેદવારો – કોઈ ફી નથી, અન્ય માટે ફી રૂ. 100/-

ગુજરાત મેટ્રોમાં રેલમાં બહાર પડી વેકેન્સી Metro Rail Jobs : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન(gujarat metro rail corporation) લિમિટેડે એક્ઝિક્યુટિવ અને નોન-એક્ઝિક્યુટિવ કેટેગરીની વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી રહી છે. આ ભરતીમાં આસિસ્ટન્ટ મેનેજર, જોઈન્ટ જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર, મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, સિનિયર સેક્શન એન્જિનિયર, સેક્શન એન્જિનિયર, આસિસ્ટન્ટ સેક્શન એન્જિનિયર, જુનિયર એન્જિનિયર અને મેન્ટેનરની જગ્યાઓનો સમાવેશ થાય છે. ખાલી જગ્યાઓ માટે નિયત ફોર્મેટમાં અરજી 12 થી 18 નવેમ્બર 2021 સુધી કરી શકાશે. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ કોર્પોરેશનની વેબસાઇટ https://www.gujaratmetrorail.com/ પર જઈને અરજી કરવાની રહેશે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની સૂચના અનુસાર આ ભરતી અમદાવાદની પ્રોજેક્ટ વિંગ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ અને અમદાવાદ મેટ્રોની ઓપરેશન, મેનેજમેન્ટ અને સિવિલ વિંગ માટે કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : NEET UG Result 2021: ઉમેદવારોની OMR શીટની Scanned Images થઈ જાહેર, આ રીતે ચેક કરો

આ પણ વાંચો : Metro Rail Jobs : ગુજરાત મેટ્રોમાં રેલમાં બહાર પડી વેકેન્સી, રૂપિયા 1.60 લાખ સુધીનો મળશે પગાર, જાણો કઈ રીતે કરવી અરજી

આ પણ વાંચો : Oil India Limited Recruitment 2021: ઓઈલ ઈન્ડિયા લિમિટેડમાં ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">