Indian Navy Recruitment 2021: ભારતીય નૌકાદળમાં સુર્વણ તક 2500 જગ્યાઓ પર Recruitment જાહેર

|

Apr 26, 2021 | 5:31 PM

ભારતીય નૌસેનામાં Senior Secondary Recruit (SSR) ના 2000 અને Artificer Apprentice (AA) ની જગ્યાઓ માટેની અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે.

Indian Navy Recruitment 2021: ભારતીય નૌકાદળમાં સુર્વણ તક 2500 જગ્યાઓ પર Recruitment જાહેર
ભારતીય નૌસેના

Follow us on

Indian Navy SSR AA Recruitment 2021: ભારતીય નૌકાદળમાં 2500 જગ્યાઓ માટેની અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. ભારતીય નૌસેના (Indian Navy)એ Senior Secondary Recruit (SSR) ની 2000 અને Artificer Apprentice (AA) ની 500 જગ્યાઓ પર વેકેન્સી જાહેર થઈ છે. જો તમે ભારતીય નૌકાદળમાં નોકરી મેળવવા માંગતા હો, તો તમારી પાસે એક તક છે. અરજી કરવાની છેલ્લી તારીખ 5 મે 2021 છે. તમને જણાવીએ કે મેરીટ લિસ્ટ અરજી કરનાર ઉમેદવારોની હાઇ સ્કૂલ અને ઇન્ટર નંબરના આધારે બનાવવામાં આવશે. જે ઉમેદવારોની મેરીટ લિસ્ટમાં નામ આવશે તે જ પરીક્ષા માટે બોલાવાશે. આ મેરિટ લિસ્ટ 23 જુલાઈ 2021 ના ​​રોજ બહાર પાડવામાં આવશે. ખાલી જગ્યા સંબંધિત વધુ માહિતી નીચે આપેલ છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Indian Navy Recruitment 2021 : કુલ પોસ્ટ્સ

Artificer Apprentice (AA) નાવિક – 500 પોસ્ટ્સ

Senior Secondary Recruit (SSR) નાવિક – 2000 પોસ્ટ્સ

કુલ પોસ્ટ્સની સંખ્યા – 2500

યોગ્યતા

ઉમેદવાર પાસે ભારત સરકાર / રાજ્ય સરકાર દ્વારા માન્ય શાળા / બોર્ડમાંથી ધોરણ 12 મા પાસ (Science) હોવો જોઈએ. ધોરણ 12 માં ગણિત (Maths), ભૌતિકશાસ્ત્ર (Physics) નો વિષય હોવો જોઈએ. રસાયણશાસ્ત્ર (Chemistry), જીવવિજ્ઞાન (Biology) અથવા કમ્પ્યુટર વિજ્ઞાન (Computer science) ના એક વિષયમાં પણ અભ્યાસ કર્યો છે. Artificer Apprentice (AA) માટે અરજી કરનારા ઉમેદવારોએ ઇન્ટરમિડિએટમાં ઓછામાં ઓછા 60% ગુણ હોવા જોઈએ.

વય મર્યાદા

આ પોસ્ટ્સ માટે અરજી એજ ઉમેદવાર કરી શકશે જેનો જન્મ 01 ફેબ્રુઆરી 2001 થી 31 જુલાઈ 2004 ની વચ્ચે થયો હોય.

આ રીતે થશે પસંદગી

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક તંદુરસ્તી પરીક્ષણ અને તબીબી પરીક્ષાના આધારે કરવામાં આવશે.

અરજી ફી

જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 205 રૂપિયા છે. અરજી ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા જમા કરી શકાય છે.

પગાર ધોરણ – મહિને 21,700 થી લઈને 69,100 રૂપિયા (સ્તર 3 માં અન્ય ભથ્થાઓ શામેલ છે)

કેવી રીતે અરજી કરવી

રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો ભારતીય નૌકાદળની સત્તાવાર વેબસાઇટ www.joinindiannavy.gov.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે.

Next Article