India Post GDS Recruitment 2022 : ધોરણ 10 પાસ માટે સરકારી નોકરીની ઉત્તમ તક, જાણો કેવી રીતે કરવી અરજી

|

May 04, 2022 | 9:45 AM

ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અરજી કરનાર ઉમેદવાર 10મું પાસ હોવો જોઈએ.

India Post GDS Recruitment 2022 : ધોરણ 10 પાસ માટે સરકારી નોકરીની ઉત્તમ તક, જાણો કેવી રીતે કરવી અરજી
India Post GDS Recruitment 2022

Follow us on

India Post GDS Recruitment 2022 :જો તમે 10મું પાસ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક મોટી તક આવી છે. ઇન્ડિયા પોસ્ટે(India Post) 10 પાસ ઉમેદવારો માટે નોકરીઓ જાહેર કરી છે. આ ભરતીઓ સમગ્ર દેશમાં ગ્રામીણ પોસ્ટ ઓફિસો (Gramin Dak Sevak) માં પોસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે તમે તેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને નોટિફિકેશન વાંચી શકો છો. 38,926 ગ્રામીણ ડાક સેવકો (GDS) ને સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં BPM/ABPM/ડાક સેવક તરીકે આ નોકરીઓ આપવામાં આવશે. પોસ્ટ વિભાગે આ જગ્યાઓ ભરવા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ માટે અરજી કરવાની પ્રક્રિયા 2 મે 2022થી શરૂ કરવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 5મી જૂન 2022 છે.

અરજી કરતા પહેલા જાણવા જેવી મહત્વની બાબતો

ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અરજી કરનાર ઉમેદવાર 10મું પાસ હોવો જોઈએ. અનામત શ્રેણીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે જેની માહિતી નોટિફિકેશનમાં શેર કરવામાં આવી છે. ઉમેદવારોએ અરજી માટે 100 રૂપિયા ચૂકવવાના રહેશે.

કેટલો પગાર મળશે?

જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ આ પ્રક્રિયા દ્વારા ઈન્ડિયા પોસ્ટમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) અને ડાક સેવકની 38,926 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. બ્રાન્ચ પોસ્ટ માસ્ટર પોસ્ટ પર પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 12,000નો પગાર આપવામાં આવશે. અન્ય પોસ્ટ માટે, ઉમેદવારોને દર મહિને 10,000 રૂપિયા સુધીનો પગાર મળશે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

અરજી ક્યાં કરવી?

ઈન્ડિયા પોસ્ટમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) અને ડાક સેવકની 38,926 ખાલી જગ્યાઓ માટે પોસ્ટની અધિકૃત વેબસાઇટ https://indiapostgdsonline.gov.in પર જઈને અરજી કરી શકાય છે.

આવશ્યક લાયકાત અને અગત્યની માહિતી

  • ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો 10મું પાસ હોવા જોઈએ.
  • ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અનામત શ્રેણીના ઉમેદવારોને ભારત સરકારના નિયમો અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
  • ઉંમરની ગણતરી 5મી જૂન 2022ના આધારે કરવામાં આવશે.
  • ઉમેદવારોએ અરજી માટે 100 રૂપિયા ચૂકવવાના રહેશે.
  • તમામ દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરવાની રહેશે.

આ પણ વાંચો : અદાણીને ફળી અખાત્રીજ, કોહીનુર ખરીદીની સાથે બીજી પણ ઉપલબ્ધિ મેળવી, ભારતની સૌથી મોટી FMCG બની અદાણી વિલ્મર

આ પણ વાંચો : LIC IPO : રોકાણકારોમાં જબરદસ્ત ઉત્સાહ, 6.48 લાખ પોલિસીધારકોએ પોલિસી સાથે PAN લિંક કર્યું, જાણો કેટલું રોકાણ કરી શકાશે?

Published On - 9:45 am, Wed, 4 May 22

Next Article