ICSE Semester 2 exam 2022 Guidelines: કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE)એ ICSE (10મું) અને ISC (12મું) સેમેસ્ટર 2 પરીક્ષાઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. પરીક્ષાઓ 25 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. એડમિટ કાર્ડ (ICSE Exam Admit Card 2022) ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. CISCE એ સત્તાવાર વેબસાઇટ cisce.org પર માર્ગદર્શિકા બહાર પાડી છે. પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓએ (ICSE Semester 2 exam 2022) જાહેર કરાયેલ માર્ગદર્શિકાના નિયમોને સારી રીતે વાંચવા અને તેનું પાલન કરવું જોઈએ.
પરીક્ષા માટેનું એડમિટ કાર્ડ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ cisce.org પર બહાર પાડવામાં આવશે. CECSE સેમેસ્ટર 2ની પરીક્ષાઓ 23 મે, 2022 ના રોજ સમાપ્ત થશે. તે જ સમયે, ISC સેમેસ્ટર 2 ની પરીક્ષા 13 જૂન 022 સુધી ચાલુ રહેશે. દરમિયાન વિદ્યાર્થીઓની પરીક્ષાનો અભ્યાસક્રમ પહેલાથી જ બહાર પાડવામાં આવ્યો છે.
ICSE બોર્ડ સેમેસ્ટર 2 પરીક્ષાનું ટાઈમ-ટેબલ પહેલેથી જ બહાર પાડવામાં આવ્યું છે. બોર્ડે અગાઉ ડેટશીટની તારીખોમાં ફેરફાર કર્યો હતો. તમામ પરીક્ષાઓ ઓફલાઇન લેવાશે જે કોરોના પ્રોટોકોલ હેઠળ હશે. પરીક્ષા એપ્રિલના છેલ્લા મહિનામાં શરૂ થવાની છે, તેથી વિદ્યાર્થીઓ પરીક્ષાની તારીખ પ્રમાણે તૈયારી કરી શકે છે.
સીબીએસઈની પરીક્ષાઓ પણ 26 એપ્રિલથી શરૂ થઈ રહી છે, જેના માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. CBSEએ પરીક્ષા માટે એડમિટ કાર્ડ પણ જાહેર કર્યા છે. તમામ પરીક્ષાઓ ઓફલાઈન મોડમાં લેવામાં આવશે. તે જાણીતું છે કે, ટર્મ 1ની પરીક્ષાઓ પહેલેથી જ લેવામાં આવી છે.
આ પણ વાંચો: Meesho Layoffs: મીશોએ 150 કર્મચારીઓની છટણી કરી, વધી શકે છે સંખ્યા
આ પણ વાંચો: હવે કોલેજોમાં શિક્ષણ પણ થશે મોંઘુ : નર્મદ યુનિવર્સીટીની ટ્યુશન ફીમાં 10 ટકાનો વધારો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો