ICAI CA Foundation Inter Result: સીએ ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટના પરિણામો જાહેર, આ રીતે કરો ચેક

|

Feb 08, 2021 | 8:38 PM

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્ ઓફ ઈન્ડિયા (ICAI)એ સીએ ફાઉન્ડેશન અને સીએ ઇન્ટરમિડિયેટ પરીક્ષાનું પરિણામ (ICAI CA Foundation & Inter Result) જાહેર કર્યું છે. સીએ ફાઇનલનું પરિણામ 1 ફેબ્રુઆરીએ જાહેર થયું હતું.

ICAI CA Foundation Inter Result: સીએ ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટના પરિણામો જાહેર, આ રીતે કરો ચેક
ICAI CA Foundation Inter Result

Follow us on

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્ ઓફ ઈન્ડિયા (ICAI)એ સીએ ફાઉન્ડેશન અને સીએ ઇન્ટરમિડિયેટ પરીક્ષાનું પરિણામ (ICAI CA Foundation & Inter Result) જાહેર કર્યું છે. આઈસીએઆઈના અધ્યક્ષ ધીરજ ખંડેલવાલે થોડા દિવસો પહેલા ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. આવી સ્થિતિમાં, સીએ ફાઉન્ડેશન અને ઇન્ટરમિડિયેટ પરીક્ષામાં બેઠેલા તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ icaiexam.icai.org, caresults.icai.org ની મુલાકાત લઈને પરિણામ જોઈ શકશે.

આઈસીએઆઈના અધ્યક્ષ ધીરજ ખંડેલવાલે અગાઉ કહ્યું હતું કે આ પરિણામ 3 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. બાદમાં તેમણે જાતે જાણ કરી કે પરિણામ કોઈ કારણસર મોડું થઈ શકે છે. સીએ ફાઇનલનું પરિણામ 1 ફેબ્રુઆરીના રોજ બહાર પાડવામાં આવ્યું હતું.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

How to check CA Result

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષા ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લેવામાં આવી હતી. તેનું પરિણામ જોવા માટે (ICAI CA Foundation Inter Result) નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો-

Step 1- સૌ પ્રથમ, આઇસીએઆઈની ઑફિશિયલ વેબસાઇટ icai.nic.in.

Step 2- અહીં વિદ્યાર્થીઑ login ટેબ પર ક્લિક કરો.

Step 3- પ્રવેશ કરવા માટે નોંધણી નંબર અને પિન નંબર દાખલ કરો.

Step 4- નોંધણી પછી, સીએ ફાઉન્ડેશન અને ઇન્ટરમિડિયેટના પરિણામો સ્ક્રીન પર ખુલશે.

Step 5- ઉમેદવારોએ તેમનું પરિણામ ડાઉનલોડ કરી લો, અને પ્રિન્ટ કાઢીને રાખીલે.

SMS થી રિજલ્ટ્સ જાણો

સીએ ફાઉન્ડેશન અને ઇન્ટરમિડિયેટના પરિણામો (ICAI CA Foundation Inter Result) હવે મોબાઇલ પર SMS દ્વારા ચકાસી શકાય છે. ઇન્ટરમિડિયેટના જૂના અભ્યાસક્રમ માટે, CAIPCOLD_<Roll Number> (છ આંકડાનો રોલ નંબર) દાખલ કરો. આ પછી, Send to 57575 પર મોકલો. આ જ રીતે સીએ ફાઉન્ડેશન માટે, CAFND_<Roll Number> (છ આંકડાનો રોલ નંબર) 57575 પર મોકલો.

 

Next Article