AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IBPS Clerk Exam 2023: IBPS ક્લાર્કની મુખ્ય પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

IBPS ક્લાર્ક મેન્સ પરીક્ષામાં 200 ગુણના કુલ 190 પ્રશ્નો પૂછવામાં આવશે. આ પ્રશ્નોના જવાબ માટે કુલ 160 મિનિટનો સમય આપવામાં આવશે. મુખ્ય પ્રશ્નપત્રમાં રિઝનિંગ એબિલિટી અને કમ્પ્યુટર એપ્ટિટ્યુડ, ક્વોન્ટિટેટિવ ​​એપ્ટિટ્યુડ, અંગ્રેજી ભાષા અને જનરલ/ફાઇનાન્સિયલ અવેરનેસ જેવા વિષયોના પ્રશ્નોનો સમાવેશ થશે.

IBPS Clerk Exam 2023: IBPS ક્લાર્કની મુખ્ય પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2023 | 9:05 PM
Share

ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સોનલ સિલેક્શને ક્લાર્કની મુખ્ય પરીક્ષા 2023 (IBPS Clerk Exam 2023) માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. ઉમેદવારો IBPS ની સત્તાવાર વેબસાઇટ ibps.in દ્વારા પરીક્ષા પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. IBPS ક્લાર્ક મુખ્ય પરીક્ષા 7 ઓક્ટોબર 2023 ના રોજ દેશભરમાં જુદા-જુદા પરીક્ષા કેન્દ્રો પરથી લેવામાં આવશે. ઉમેદવારો તેમના રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ દ્વારા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

200 ગુણના કુલ 190 પ્રશ્નો પૂછવામાં આવશે

IBPS ક્લાર્ક મેન્સ પરીક્ષામાં 200 ગુણના કુલ 190 પ્રશ્નો પૂછવામાં આવશે. આ પ્રશ્નોના જવાબ માટે કુલ 160 મિનિટનો સમય આપવામાં આવશે. મુખ્ય પ્રશ્નપત્રમાં રિઝનિંગ એબિલિટી અને કમ્પ્યુટર એપ્ટિટ્યુડ, ક્વોન્ટિટેટિવ ​​એપ્ટિટ્યુડ, અંગ્રેજી ભાષા અને જનરલ/ફાઇનાન્સિયલ અવેરનેસ જેવા વિષયોના પ્રશ્નોનો સમાવેશ થશે. પરીક્ષા સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

આ રીતે ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ ibps.in પર જાઓ.
  • હોમ પેજ પર આપેલ CRP ક્લાર્ક XIII મુખ્ય પરીક્ષાના એડમિટ કાર્ડની લિંક પર ક્લિક કરો.
  • માંગેલી વિગતો ભરો અને સબમિટ કરો.
  • પરીક્ષાનું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
  • એડમિટ કાર્ડ ચેક કરો અને પ્રિન્ટ આઉટ લો.

4545 ખાલી જગ્યાઓ ભરવા માટે મુખ્ય પરીક્ષા લેવાશે

મુખ્ય પરીક્ષામાં માત્ર તે જ ઉમેદવારો બેસશે જેમણે પ્રારંભિક પરીક્ષા પાસ કરેલી છે. IBPS ક્લાર્કની પ્રારંભિક પરીક્ષા 26, 27 ઓગસ્ટ અને 2 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવી હતી. ત્યારબાદ તેનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. કુલ 4545 ખાલી જગ્યાઓ ભરવા માટે મુખ્ય પરીક્ષા લેવામાં આવનાર છે.

આ પણ વાંચો : IBPS ક્લાર્કનું પરિણામ આ રીતે તપાસો, સપ્ટેમ્બરમાં યોજાશે મુખ્ય પરીક્ષા, વેબસાઈટ પર જોઈ શકાશે સમય પત્રક

અરજી પ્રક્રિયા 28 જુલાઈ 2023 સુધી ચાલી હતી

ક્લાર્કની ભરતી માટે અરજી પ્રક્રિયા 28 જુલાઈ 2023 સુધી ચાલી હતી. તેના માટે જરૂરી શૈક્ષણિક લાયકાત સ્નાતક હતી. SC/ST/PWD ઉમેદવારો માટે અરજી ફી 175 રૂપિયા હતી જ્યારે અન્ય કેટેગરી માટે ફી 850 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. અરજદારની ઉંમર 20-28 વર્ષની વચ્ચે હોવી જરૂરી હતી. અરજીઓ ઓનલાઈન મોડમાં લેવામાં આવી હતી.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">