HPCL Recruitment 2022 : હિન્દુસ્તાન પેટ્રોલિયમે જાહેર કરી 294 વેકેન્સી, 23 જુલાઈ પહેલા આ રીતે કરજો અરજી

HPCL ભરતી 2022 (HPCL Recruitment 2022)ના નોટિફિકેશન મુજબ મિકેનિકલ, ઈલેક્ટ્રોનિક, સિવિલ, મટિરિયલ, કમ્પ્યુટર, કેમિકલ, ટેલિવિઝન અને વોટર મેનેજમેન્ટ સહિતના વિવિધ ટ્રેડ્સમાં ગ્રેજ્યુએટ એન્જિનિયર્સની ભરતી કરવા માટે આ ભરતી ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.

HPCL Recruitment 2022 : હિન્દુસ્તાન પેટ્રોલિયમે જાહેર કરી 294 વેકેન્સી, 23 જુલાઈ પહેલા આ રીતે કરજો અરજી
HPCL Recruitment 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 10:07 AM

HPCL Recruitment 2022 : હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(Hindustan Petroleum Corporation Limited)માં નોકરી મેળવવાની સારી તક સામે આવી છે. HPCL એ વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. ઉમેદવાર આ પોસ્ટ્સ માટે HPCLની અધિકૃત સાઇટ hpclcareers.com દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. હવે અરજી કરવા માટે માત્ર થોડા દિવસો બાકી છે તેથી અરજદારોએ આ પોસ્ટ્સ માટે તાત્કાલિક અરજી કરવી જોઈએ.આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 23 જુલાઈ 2022 છે. આ રિક્રુટમેન્ટ(HPCL Recruitment 2022) દ્વારા 294 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ પર યોજાનારી ભરતી પ્રક્રિયા માટે વિવિધ લાયકાતની માંગણી કરવામાં આવી છે. આ પોસ્ટ્સ માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ HPCL દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવું જોઈએ.

આ રીતે પસંદગી થશે

HPCL ભરતી 2022 (HPCL Recruitment 2022)ના નોટિફિકેશન મુજબ મિકેનિકલ, ઈલેક્ટ્રોનિક, સિવિલ, મટિરિયલ, કમ્પ્યુટર, કેમિકલ, ટેલિવિઝન અને વોટર મેનેજમેન્ટ સહિતના વિવિધ ટ્રેડ્સમાં ગ્રેજ્યુએટ એન્જિનિયર્સની ભરતી કરવા માટે આ ભરતી ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ, ગ્રુપ ટાસ્ક, પર્સનલ ઈન્ટરવ્યુની ભૂમિકા પસંદગી પ્રક્રિયામાં ખૂબ મહત્વની રહેશે. આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસેથી અરજી ફી પણ લેવામાં આવશે. આ સાથે દરેક પોસ્ટ માટે વય મર્યાદા પણ અલગથી નક્કી કરવામાં આવી છે.

કેટલી જગ્યાઓ ઉપર ભરતી કરાશે

ભરતી પ્રક્રિયા અંતર્ગત મિકેનિકલ એન્જિનિયર 103, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર 42, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર 30, સિવિલ એન્જિનિયર 25, કેમિકલ એન્જિનિયર 7, ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓફિસર 5, સિક્યુરિટી ઓફિસર UP 6, સિક્યુરિટી ઓફિસર TN 1, સિક્યુરિટી ઓફિસર કેરળ 5, સિક્યુરિટી ઓફિસર ગોવા 1, ફાયર એન્ડ સેફ્ટી ઓફિસર 2, ક્વોલિટી કંટ્રોલ ઓફિસર 27, બ્લેન્ડિંગ ઓફિસર 5, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ 15, એચઆર ઓફિસર 8, વેલ્ફેર ઓફિસર વિશાખ રિફાઈનરી 1, વેલ્ફેર ઓફિસર મુંબઈ રિફાઈનરી 1, લો ઓફિસર 5, લો ઓફિસર 2, મેનેજર/વરિષ્ઠ મેનેજર ઇલેક્ટ્રિકલ 3 નો સમાવેશ થાય છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">