અહીં ઇંધણ પાછળનો ખર્ચ ઘટાડવા Four Working Days Formula અપનાવવામાં આવશે, જાણો વિગતવાર

|

Mar 19, 2022 | 9:31 AM

ફિલિપાઈન્સ હવે પેટ્રોલિયમ ઉત્પાદનોની વધતી કિંમતને ઘટાડવા માટે અઠવાડિયામાં ચાર કામકાજના દિવસોની ફોર્મ્યુલા લાગુ કરવા પર વિચાર કરી રહી છે. ફિલિપાઈન્સે કોરોનાથી તબાહ થયેલી અર્થવ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા અને અસરગ્રસ્ત ક્ષેત્રોને મહત્તમ રાહત આપવા માટે પેટ્રોલિયમ ઉત્પાદનો પરના એક્સાઈઝ ટેક્સમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

અહીં ઇંધણ પાછળનો ખર્ચ ઘટાડવા Four Working Days Formula અપનાવવામાં આવશે, જાણો વિગતવાર
હવે અઠવાડિયામાં 4 દિવસ કામ કરવાનો વિકલ્પ મળી શકે છે

Follow us on

પહેલા કોરોના રોગચાળા(Corona Pandemic)ને કારણે અને હવે રશિયા-યુક્રેન યુદ્ધ(Russia Ukraine War)ને કારણે પેટ્રોલિયમ પેદાશો સહિત અન્ય ચીજવસ્તુઓની વધતી કિંમતોએ વિશ્વભરની અર્થવ્યવસ્થા (Economy)ને ગંભીર અસર કરી છે. તેથી જ હવે ઘણા દેશો વધતા ખર્ચને ઘટાડવા માટે નવી નીતિઓ અપનાવી રહ્યા છે. અને તે માટેજ અઠવાડિયાના કામકાજના દિવસને ઘટાડવાનો વિકલ્પ પણ અપનાવવામાં આવી રહ્યો છે. ઘણા દેશોમાં કર્મચારીઓ માટે અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલિપાઈન્સે  અર્થવ્યવસ્થાને રિકવર કરવા પેટ્રોલિયમ ઉત્પાદનો પરના એક્સાઈઝ ટેક્સમાં નોંધપાત્ર વધારો કર્યો છે જોકે તેને પાછી ખેંચી લેવાનું દબાણ વધી રહ્યું છે.

ટેક્સને બદલે કામના દિવસોમાં ઘટાડો

ફિલિપાઈન્સ હવે પેટ્રોલિયમ ઉત્પાદનોની વધતી કિંમતને ઘટાડવા માટે અઠવાડિયામાં ચાર કામકાજના દિવસોની ફોર્મ્યુલા લાગુ કરવા પર વિચાર કરી રહી છે. ફિલિપાઈન્સે કોરોનાથી તબાહ થયેલી અર્થવ્યવસ્થાને રિકવર કરવા અને અસરગ્રસ્ત ક્ષેત્રોને મહત્તમ રાહત આપવા માટે પેટ્રોલિયમ ઉત્પાદનો પરના એક્સાઈઝ ટેક્સમાં નોંધપાત્ર વધારો કર્યો છે. સરકાર પર તેને પાછી ખેંચી લેવાનું દબાણ વધી રહ્યું છે. ફિલિપાઈન્સના નાણા પ્રધાન કાર્લોસ ડોમિંગુઝે જણાવ્યું હતું કે ઈંધણ કર ઘટાડવાને બદલે ખર્ચ ઘટાડવા માટે અઠવાડિયાના ચાર દિવસના કાર્યકારી દિવસ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આનાથી માત્ર ખર્ચમાં ઘટાડો થશે નહીં પરંતુ 50 ટકા ગરીબ પરિવારો સહિત અન્ય અસરગ્રસ્ત વિસ્તારોને મહત્તમ સીધી સહાય પણ મળશે.

રશિયા-યુક્રેન યુદ્ધથી સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. ફિલિપાઈન્સ તેના જરૂરી ક્રૂડ ઓઈલની આયાત કરે છે. તેલના ભાવમાં વધારાને કારણે તેને આયાત પર વધુ વિદેશી હૂંડિયામણ ખર્ચવું પડે છે. તેણે આ ખર્ચને કવર કરવા માટે જ ટેક્સ વધાર્યો છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

ઘણા દેશોએ આ ફોર્મ્યુલા અપનાવી છે

UAE કાયમી ધોરણે ચાર કામકાજના દિવસો લાગુ કરનાર પ્રથમ દેશ છે. ત્યારબાદ બેલ્જિયમે તેના અમલીકરણની જાહેરાત કરી. સ્કોટલેન્ડ, આઈસલેન્ડ અને સ્પેન સહિત અન્ય ઘણા દેશોમાં તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વર્કિંગ ડે રિડક્શન ફોર્મ્યુલા કામ કરતા લોકો અને નોકરી શોધનારાઓને એકસરખું અપીલ કરે છે. જો કે, આ સમય દરમિયાન કામના કલાકો વધારવામાં આવે છે અને મોટા ભાગના સ્થળોએ પગારમાં ઘટાડો થતો નથી.

 

 

આ પણ વાંચો : Forex Reserve : દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 10 અબજ ડોલરનો ઘટાડો, જાણો રિઝર્વ બેંકની તિજોરીમાં કેટલું છે ધન?

આ પણ વાંચો : કઈ બેંક બચત ખાતા પર સૌથી વ્યાજ આપે છે? જુઓ SBI, HDFC, ICICI, Axis અને PNB ના વ્યાજદરોની તુલના

Published On - 9:30 am, Sat, 19 March 22

Next Article