AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt Jobs: UPSC CAPFનું ફાઈનલ રિઝલ્ટ જાહેર, આ રીતે ચેક કરો

UPSC CAPF ભરતી પરીક્ષા દ્વારા BSF, CRPF સહિત વિવિધ સશસ્ત્ર દળોમાં કુલ 253 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. ઈન્ટરવ્યુ 2 શિફ્ટમાં લેવામાં આવ્યો હતો. ઇન્ટરવ્યુ રાઉન્ડમાં હાજર રહેવા માટે કુલ 762 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાં BSFની 66, CRPFની 29, CISFની 62, ITBPની 14 અને SSBની 82 જગ્યાઓનો સમાવેશ થાય છે.

Govt Jobs: UPSC CAPFનું ફાઈનલ રિઝલ્ટ જાહેર, આ રીતે ચેક કરો
UPSC CAPF Result
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2023 | 5:15 PM
Share

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને (UPSC) UPSC CAPF 2022નું ફાઈનલ રિઝલ્ટ જાહેર કર્યું છે. કુલ 726 ઉમેદવારોએ ઇન્ટરવ્યુમાં હાજરી આપી હતી. ઉમેદવારો તેમના પરિણામો UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જોઈ શકે છે. ઈન્ટરવ્યુ 3 થી 27 જુલાઈ 2023 દરમિયાન લેવામાં આવ્યો હતો.

762 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા

UPSC CAPF ભરતી પરીક્ષા દ્વારા BSF, CRPF સહિત વિવિધ સશસ્ત્ર દળોમાં કુલ 253 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. ઈન્ટરવ્યુ 2 શિફ્ટમાં લેવામાં આવ્યો હતો. ઇન્ટરવ્યુ રાઉન્ડમાં હાજર રહેવા માટે કુલ 762 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.

કેટલી જગ્યાઓ માટે ભરતી થશે?

તેમાં BSFની 66, CRPFની 29, CISFની 62, ITBPની 14 અને SSBની 82 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ભરતી પરીક્ષા અને પરિણામ સંબંધિત વધુ માહિતી માટે, ઉમેદવારો UPSC વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો : Govt Jobs: જો તમારી પાસે હિન્દી-અંગ્રેજી ટાઇપિંગ પર કમાન્ડ છે, તો દર મહિને મળશે 1 લાખથી વધારે પગાર, રિવ્યુ ઓફિસરની વેકેન્સી બહાર પડી

આ રીતે પરિણામ તપાસો

1. UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ.

2. હોમ પેજ પર UPSC CAPF 2022 અંતિમ પરિણામની લિંક પર ક્લિક કરો.

3. તમારી સ્ક્રીન પર એક PDF દેખાશે.

4. હવે રોલ નંબરની મદદથી પરિણામ તપાસો

આ પણ વાંચો : Govt Jobs: કેન્દ્રીય વિભાગોમાં હવે CET દ્વારા થશે સરકારી ભરતી, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

અંતિમ પસંદગી મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુમાં મેળવેલા ગુણના આધારે

તમને જણાવી દઈએ કે આ તમામ પદો માટે પસંદગી પ્રક્રિયા પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવી છે. અંતિમ પસંદગી મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુમાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવે છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા એન્જિનિયરિંગ સર્વિસ પરીક્ષાની સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો તેની અધિકૃત વેબસાઇટ upsconline.nic.in પર જઈને અરજી કરી શકે છે. જે ઉમેદવારો આ પરીક્ષા માટે અરજી કરવા માંગે છે, તેઓએ પહેલા સત્તાવાર વેબસાઇટ પર સૂચના તપાસવી જોઈએ. ઉમેદવારો 6 સપ્ટેમ્બર 2023 થી 26 સપ્ટેમ્બર 2023 સુધી સાંજે 6 વાગ્યા સુધી કરી શકશે.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">