Govt job : બંપર ભરતી, 10 પાસ વાળા કરી શકે છે અરજી, 40,000થી વધારે પદ, જાણો અરજીની છેલ્લી તારીખ

TV9 GUJARATI

|

Updated on: Feb 08, 2023 | 2:05 PM

Govt job : જો તમારે સરકારી નોકરી કરવી હોય તો સરકાર દ્વારા 40 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. અમે તમને અહીં આ જોબ વિશે જણાવીશું. તમે આ વેબસાઇટ પરથી તમારી અરજી પણ કરી શકશો.

Govt job : બંપર ભરતી, 10 પાસ વાળા કરી શકે છે અરજી, 40,000થી વધારે પદ, જાણો અરજીની છેલ્લી તારીખ
Govt 2023

Govt job : જેઓ સરકારી નોકરી કરવા ઈચ્છુક છે તેમના માટે સારા સમાચાર આવ્યા છે. ઈન્ડિયા પોસ્ટે ગ્રામીણ ડાક સેવક (GDS)ની જગ્યા માટે અરજીઓ મંગાવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા સમગ્ર ભારતમાં 40 હજારથી વધુ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ પોસ્ટ પોસ્ટમાસ્ટર/આસિસ્ટન્ટ પોસ્ટમાસ્ટર અને ડાક સેવક માટે છે. જો તમે આ નોકરી માટે અરજી કરવા માંગો છો તો તમારે આ www.indiapostgdsonline.gov.in વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. ધ્યાનમાં રાખો કે તમે આ માટે ફક્ત 16 ફેબ્રુઆરી 2023 સુધી જ અરજી કરી શકશો. બીજી તરફ જો તમે તેમાં થોડો સુધારો કરવા માંગતા હોવ તો તેના માટે 17 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી સુધી એક ઓનલાઈન વિન્ડો ખોલવામાં આવશે.

આ પણ વાંચો : Knowledge : જો શરીર પર એક પણ Tattoo હશે તો આ નહીં મળે Govt Jobs ! જાણો શું છે સમસ્યા?

India Post GDS 2023 Notification

ઉમેદવાર માટે નોટિફિકેશનમાં ભરતી સંબંધિત તમામ માહિતી આપવામાં આવી છે. જેમાં ખાલી જગ્યા, પસંદગી પ્રક્રિયા, પાત્રતા અને અન્ય વિગતો આપવામાં આવી છે. જો તમે આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગો છો, તો તમે આ સીધી લિંક દ્વારા અરજી કરી શકો છો.

આ ભરતીમાં બેસવા માટે તમારી પાસે ભારત સરકાર અથવા રાજ્ય સરકારના કોઈપણ માન્ય બોર્ડમાંથી 10મા ધોરણ પાસનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.

કેવી રીતે થશે પસંદગી

ઉમેદવારોને સિસ્ટમ જનરેટેડ મેરિટ લિસ્ટના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આ મેરિટ લિસ્ટ 4 દશાંશના આધારે માન્ય બોર્ડની 10માં ધોરણની માધ્યમિક શાળાની પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. બોર્ડના નિયમો અનુસાર તમારે તમામ વિષયોમાં પાસ થવું આવશ્યક છે.

નોટિફિકેશન ચેક કરવા માટે ડાયરેક્ટ લિન્ક પર ચેક કરો

ક્યા વર્ગ માટે કેટલી પોસ્ટ

પોસ્ટ વિભાગે દેશભરમાં 40,889 જગ્યાઓ માટે ભરતી હાથ ધરી છે. જેમાં…..

જનરલ કેટેગરી માટે 18,122

OBC માટે 8285

SC માટે 6020

ST માટે 3476

EWS માટે 3955

PWD માટે 292

PWDB માટે 290

PWDC માટે 362

PWDDE માટે 87

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati