Government Job: CCIમાં એપ્રેન્ટિસશીપ માટે 482 પોસ્ટની જગ્યા, જાણી લો એપ્લાય કરવાની છેલ્લી તારીખ
કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (CCI)એ 482 એપ્રેન્ટિસ પોસ્ટ માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ માગી છે. આ પોસ્ટ્સ માટે ધોરણ 10 અને 12 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે.

કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (CCI)એ 482 એપ્રેન્ટિસ પોસ્ટ માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ માગી છે. આ પોસ્ટ્સ માટે ધોરણ 10 અને 12 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. એપ્રેન્ટિસની પોસ્ટ્સ પર અરજીઓ શરૂ થઈ ચૂકી છે અને આ માટે એપ્લાય કરવાની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે.
ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ apprenticeshipindia.org પર જઈને અરજી કરી શકે છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવ હેઠળ મિકેનિક, વેલ્ડર, મેડિકલ લેબોરેટરી ટેક્નિશિયન, પમ્પ ઓપરેટર, સર્વેયર વગેરેની 48 પોસ્ટ ભરવામાં આવશે.
પોસ્ટની સંખ્યા – 482
મિકેનિક (અર્થમૂવિંગ મશિનરી) – 42
વેલ્ડર (ગેસ એન્ડ ઇલેક્ટ્રિક) – 42
વાયરમેન – 42
સ્વિચ બોર્ડ અટેન્ડન્ટ – 42
મેડિકલ લેબોરેટરી ટેક્નિશિયન (પેથોલોજી) – 42
મેડિકલ લેબોરેટરી ટેક્નિશિયન (રેડિયોલોજી) – 42
મેડિકલ લેબોરેટરી ટેક્નિશિયન (કાર્ડિયોલોજી) – 42
મલ્ટિમીડિયા એન્ડ વેબપેજ ડિઝાઇનર – 10
IT એન્ડ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ મેન્ટેનન્સ – 10
શોટ ફાયર/બ્લાસ્ટર માઇન – 42
મિકેનિક મોટર વ્હીકલ – 42
લાયકાત અને વય મર્યાદા
CCIની આ પોસ્ટ્સ પર અરજી કરનારા ઉમેદવારો કોઈપણ માન્યતા મેળવેલા બોર્ડમાંથી 10મું અને 12મું ધોરણ પાસ હોવું જોઈએ. જો ઉમેદવારો PCM ગ્રૂપ (ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ)ના હોય તો શ્રેષ્ઠ છે. આ પોસ્ટ્સ માટે ઉમેદવારની ઉંમર 18થી 21 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
સેલરી
સિલેક્શન થવા પર ઉમેદવારને દર મહિને 6,000 રૂપિયા સેલરી મળશે. વધુ માહિતી જાણવા ઓફિશિયલ વેબસાઈટ apprenticeshipindia.org પર વિઝિટ કરી શકો છો.
આ પણ વાંચો: Kishor Biyaniને મોટો આંચકો, SEBIએ એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો