Govt Internship: કોલેજના વિદ્યાર્થીઓ અને રિસર્ચ સ્કોલર માટે ઈન્ટર્નશિપની તક, કેવી રીતે અરજી કરવી તે જાણો
Govt Internship for Students: કેન્દ્ર સરકાર હેઠળના ઉદ્યોગ અને આંતરિક વેપાર વિભાગમાં UG PG વિદ્યાર્થીઓ અને સંશોધન વિદ્વાનો માટે ઇન્ટર્નશિપ કરવાનો વિકલ્પ છે.

Ministry of Commerce Internship: જો તમે અંડરગ્રેજ્યુએટ કોર્સ, પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ અથવા રિસર્ચ સ્કોલરના વિદ્યાર્થી છો તો તમારા માટે કેન્દ્ર સરકારમાં ઈન્ટર્નશિપ કરવાની તક છે. યુજી પીજી વિદ્યાર્થીઓ અને સંશોધન વિદ્વાનો માટે વાણિજ્ય મંત્રાલય દ્વારા સરકારી ઇન્ટર્નશીપ ઓફર કરવામાં આવી છે. આ માટે વિશેષ સૂચના જાહેર કરવામાં આવી છે. અહીં તમને જણાવી દઇએ કે એક સમયે 20 જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. કરિઅર ન્યુઝ અહીં વાંચો.
ઈન્ટર્નશીપ વાણિજ્ય મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા આ ઓફર કરવામાં આવી છે. જાહેર કરાયેલ સૂચના મુજબ, ઇન્ટર્નશિપનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને એક્સપોઝર આપવાનો છે. આ સાથે વિદ્યાર્થીઓને ભારત સરકારની કાર્ય સંસ્કૃતિને સમજવાની તક પણ મળશે.
એક સમયે 20 ઈન્ટર્નની પસંદગી
વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ સૂચના મુજબ, ઈન્ટર્નશિપ આખા વર્ષ દરમિયાન ખુલ્લી રહેશે અને અરજીઓ ફક્ત ઑનલાઈન મોડમાં જ સ્વીકારવામાં આવશે. આમાં, એક સમયે માત્ર 20 ઈન્ટર્નની પસંદગી કરવામાં આવશે.
ઈન્ટર્નશિપ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, લો, ઈકોનોમિક્સ, કમ્પ્યુટર અને લાઇબ્રેરી મેનેજમેન્ટ સેક્ટરના હોવા જોઈએ. જોકે, અન્ય પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે. વિવિધ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને કેસ-ટુ-કેસ આધારે ધ્યાનમાં લેવામાં આવશે.
ઇન્ટર્નશિપ વિગતો
-આ ઇન્ટર્નશિપનો સમયગાળો ઓછામાં ઓછો એક મહિનો અને વધુમાં વધુ ત્રણ મહિનાનો રહેશે.જોકે, વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપનો સમયગાળો જાતે જ નક્કી કરી શકે છે.
-જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, પસંદ કરાયેલા ઉમેદવારોને ઇન્ટર્નશિપ દરમિયાન દર મહિને રૂ. 10,000 ની રકમ ચૂકવવામાં આવશે.
-તમે ઇન્ટર્નશિપ માટે ઑનલાઇન અરજી કરી શકો છો. આ માટે ઉમેદવારે dpiit.gov.in પર લોગ ઓન કરવાનું રહેશે.
આ પણ વાંચો : Career News : મેડિકલના વિદ્યાર્થીઓ ભણશે આયુર્વેદ-યુનાની, UG-PGમાં કરશે રામાયણ-મહાભારતનો અભ્યાસ
-આમાં અરજી કરવા માટે, ઉમેદવારો પાસે આધાર કાર્ડ, ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો, વય પુરાવા માટે ધોરણ 10/12 ની માર્કશીટ, બેંક વિગતો હોવી જોઈએ, જેથી કરીને તેઓ સ્ટાઈપેન્ડ ખાતામાં મેળવી શકાય. તમે આ દસ્તાવેજો વિના અરજી કરી શકશો નહીં.
એજ્યુકેશન, કરિયર, કરન્ટ અફેર્સ, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ
એજ્યુકેશન ન્યૂઝ, ગવર્નમેન્ટ જોબ, બોર્ડ રિઝલ્ટ, એડમિશન ન્યૂઝ વાંચવા માટે જોડાયેલા રહો…