નોકરી શોધનારાઓ માટે સારા સમાચાર, SBI અનુસાર નાણાકીય વર્ષ 2022 માં 50 લાખ લોકોને નોકરી મળવાની અપેક્ષા

SBI ના અર્થશાસ્ત્રીઓના અહેવાલ અનુસાર જૂન ક્વાર્ટરમાં 30.74 લાખ નિયમિત નોકરીઓનું સર્જન થયું છે. આમાં 16.3 લાખ નવી નોકરીઓ હતી જે પ્રથમ વખત EPFO અથવા NPA સાથે જોડાયેલી હતી.

સમાચાર સાંભળો
નોકરી શોધનારાઓ માટે સારા સમાચાર, SBI અનુસાર નાણાકીય વર્ષ 2022 માં 50 લાખ લોકોને નોકરી મળવાની અપેક્ષા
symbolic image

દેશની સૌથી મોટી બેંક SBI ના અર્થશાસ્ત્રીઓ માને છે કે નાણાકીય વર્ષ 2021-22માં શ્રમ બજારની પ્રવૃત્તિઓમાં સુધારો થશે અને રોગચાળો ઓછો થતાં કંપનીઓ હાયરિંગની યોજના સાથે આગળ વધી રહી છે. અર્થશાસ્ત્રીઓએ EPFO અને NPS દ્વારા નિયમિત રીતે બહાર પાડવામાં આવતા માસિક વેતન રજિસ્ટર ડેટાનો ઉલ્લેખ કર્યો છે.

મુખ્ય અર્થશાસ્ત્રી સૌમ્ય કાંતિ ઘોષે એક નોંધમાં જણાવ્યું હતું કે, “અમે ધારણા કરીએ છીએ કે ચાલુ નાણાકીય વર્ષમાં શ્રમ બજારની પ્રવૃત્તિઓ વધુ સારી રહેશે. કંપનીઓ આવનારા સમયમાં ભરતી યોજના અમલમાં મૂકશે.

રોજગાર સંબંધિત આ અપેક્ષા એવા સમયે વ્યક્ત કરવામાં આવી છે જ્યારે બેરોજગારોની સંખ્યામાં વધારો અને બીજા રોગચાળા પછી અર્થતંત્રમાં શ્રમ ભાગીદારીમાં ઘટાડો થવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) અનુસાર માત્ર ઓગસ્ટ મહિનામાં 15 લાખ ભારતીયોએ નોકરી ગુમાવી છે તેમાંથી 13 લાખ ગ્રામીણ વિસ્તારોના છે.

ઘોષે કહ્યું કે, “ ક્ષેત્રને સંગઠિત રૂપ આપવાનો દર 10 ટકા છે. કુલ નિયમિત રોજગાર (પેરોલ) માં નવી નોકરીઓનું પ્રમાણ 50 ટકા છે. તે જણાવે છે કે દર બે નોકરીઓમાં નિયમિત નોકરી અંગે નવો ઉમેરો થાય છે. નાણાકીય વર્ષ 2020-21માં તે 47 ટકા હતો એટલે કે તેમાં સુધારો થયો છે.

જૂન ક્વાર્ટરમાં 30.74 લાખ નિયમિત નોકરીઓ
SBI ના અર્થશાસ્ત્રીઓના અહેવાલ અનુસાર જૂન ક્વાર્ટરમાં 30.74 લાખ નિયમિત નોકરીઓનું સર્જન થયું છે. આમાં 16.3 લાખ નવી નોકરીઓ હતી જે પ્રથમ વખત EPFO અથવા NPA સાથે જોડાયેલી હતી. એવું કહેવામાં આવ્યું છે કે જો નવી નોકરીઓ એ જ ગતિએ વધતી રહેશે તો તે 2021-22માં 50 લાખને પાર કરી શકે છે જે 2020-21માં 44 લાખ હતી.

અમદાવાદ અને સુરત સહિત દેશના આ શહેરોમાં મળશે નોકરી
જો તમે નોકરી શોધી રહ્યા છો તો એમેઝોન ઇન્ડિયા તમને નોકરીની તક આપી શકે છે. એમેઝોન આ વર્ષે 8000 પોસ્ટની ભરતી કરવા જઈ રહ્યું છે. 8000 જગ્યાઓ માટે ઉમેદવારોની સીધી ભરતી થશે. આ અંતર્ગત દેશના કુલ 35 શહેરોમાં કોર્પોરેટ, ટેકનોલોજી, કસ્ટમર કેર સર્વિસ અને ઓપરેશન સેક્ટરમાં ભરતી થશે. આ 35 શહેરોમાં બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નઈ, ગુરુગ્રામ, મુંબઈ, કોલકાતા, નોઈડા, અમૃતસર, અમદાવાદ, ભોપાલ, કોઈમ્બતુર, જયપુર, કાનપુર, લુધિયાણા, પુણે, સુરત, નોઈડા વગેરેનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો : Snapdeal IPO : આ E-commerce કંપની લાવી રહી છે 40 કરોડ ડોલરનો IPO , જાણો યોજના વિશે વિગતવાર

 

આ પણ વાંચો :PNB લાવી ખુશખબર : હવે તમારા ઘરમાં પડેલું સોનું તમને કમાણી કરી આપશે , જાણો કઈ રીતે

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati