Gate Exam 2022: નક્કી કરેલી તારીખ પર જ આયોજિત થશે પરીક્ષા, સુપ્રીમ કોર્ટે રદ કરી અરજી

|

Feb 03, 2022 | 1:10 PM

અરજીઓમાં એવી દલીલ કરવામાં આવી હતી કે જો દેશમાં કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષા લેવામાં આવે તો તે સુપર સ્પ્રેડર ઈવેન્ટમાં ફેરવાઈ જશે.

Gate Exam 2022: નક્કી કરેલી તારીખ પર જ આયોજિત થશે પરીક્ષા, સુપ્રીમ કોર્ટે રદ કરી અરજી
Supreme court (File Photo)

Follow us on

GATE Exam 2022: સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઈન એન્જિનિયરિંગ (Gate) પરીક્ષાને સ્થગિત કરવાની માંગ કરનારી અરજીઓને રદ કરી દીધી છે. પરીક્ષા 5 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. IIT ખડગપુર (IIT Kharagpur) દ્વારા સીબીટી મોડમાં ગેટ પરીક્ષા 2022 પોતાની નક્કી કરેલી તારીખ પર લેવાશે. સુપ્રીમ કોર્ટે Gate 2022ની પરીક્ષાને ટાળવાથી ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી 5 ફેબ્રુઆરીથી શરૂ થનારી Gateની ઓફલાઈન પરીક્ષાને ટાળવાની માંગ કરવામાં આવી હતી.

અરજીઓમાં એવી દલીલ કરવામાં આવી હતી કે જો દેશમાં કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષા લેવામાં આવે તો તે સુપર સ્પ્રેડર ઈવેન્ટમાં ફેરવાઈ જશે. પરીક્ષા દેશભરમાં 200થી વધારે કેન્દ્રો પર આયોજિત કરવામાં આવશે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો પરીક્ષાની તારીખો સ્થગિત નહીં કરવામાં આવે તો Gate 2022 માટે હાજર થનારા ઉમેદવારોના સંક્રમિત થવા અને તેના ફેલાવાનો ખતરો છે, જેનાથી પોતાના જીવનની સાથે સાથે તેમના પરિવારના સભ્યના જીવનને પણ ખતરો થઈ શકે છે.

5 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષા

IIT ખડગપુર દ્વારા સીબીટી મોડમાં ગેટ પરીક્ષા 2022 માટે પુરી રીતે તૈયાર છે. પરીક્ષાથી સંબંધિત તમામ જાણકારીઓ પહેલા જ આપવામાં આવી ચૂકી છે. એડમિટ કાર્ડ, ટ્રાવેલ પાસ ઈશ્યુ કરવામાં આવી ચૂક્યા છે. એડમિટ કાર્ડ Gate.iitkgp.ac.in પર ઈશ્યુ કર્યા છે. ઉમેદવાર સરળતાથી ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષાઓ 5 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પહેલા ગેટ પરીક્ષાના ઉમેદવારોએ સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવી પરીક્ષા ટાળવાની માંગ કરી હતી. ત્યારે આઈઆઈટી ખડગપુર તરફથી કોઈ રિએક્શન નહતું આવ્યું પણ કહેવામાં આવ્યું હતું કે પરીક્ષા કોરોનાની સ્થિતિને જોઈને તારીખોમાં ફેરફાર કરવામાં આવી શકે છે પણ ત્યારબાદ કોઈ અપડેટ આપવામાં આવ્યું નહતું, જેથી હવે પરીક્ષા પહેલાની નક્કી તારીખ પર જ આયોજિત કરવામાં આવશે.

 

આ પણ વાંચો: TATA Group ના શેરને અચાનક લાગી પાંખ, 20 દિવસના ઘટાડા બાદ અચાનક શેર અપર સર્કિટ કેમ નોંધાવવા લાગ્યો? જાણો સંપૂર્ણ વિગત અહેવાલમાં

આ પણ વાંચો: વડોદરાની ટ્રાયએથલીટ રિદ્ધિની યશસ્વી સિદ્ધિ, ટ્રાયથ્લોનમાં કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ માટેના ટ્રાયલ કેમ્પ માટે પસંદગી

Next Article