જો તમને તરત જ નોકરીની ઑફર મળે, તો થઇ જજો સાવધાન ! આ રીતે નકલી ઓફર લેટરની તપાસ કરો

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Utpal Patel

Updated on: Oct 14, 2022 | 10:05 AM

ઈન્ટરનેટ પર નોકરી (job)શોધી રહેલા યુવાનો માટે સરકારે એક મહત્વપૂર્ણ એડવાઈઝરી બહાર પાડી છે. આમાં, અસલી કે નકલી નોકરી કેવી રીતે શોધી શકાય તે વિશે જણાવવામાં આવ્યું છે.

જો તમને તરત જ નોકરીની ઑફર મળે, તો થઇ જજો સાવધાન ! આ રીતે નકલી ઓફર લેટરની તપાસ કરો
જોબ લેટર વાસ્તવિક કે નકલી કેવી રીતે જાણવું
Image Credit source: Pexels

દેશના મોટાભાગના લોકો ઇન્ટરનેટ પર નોકરી (job) શોધે છે. પરંતુ તેના કારણે છેતરપિંડીના(Fraud) કેસમાં પણ વધારો થયો છે. ઉમેદવારોને ઑફર લેટર (Offer letter)તરત જ મળી જાય છે, પરંતુ તેઓ સ્કેમર્સનો શિકાર બને છે. ખરેખર, આજકાલ ઇન્ટરનેટ પર ઘણા ઠગ સક્રિય છે, જેઓ કામની શોધમાં આવેલા યુવાનોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. આ ઠગ્સે તેમની ઓનલાઈન વેબસાઈટ બનાવી છે, જેમાં તેઓ નોકરી સંબંધિત તમામ અપડેટ આપે છે. જો કોઈ યુવક આ વેબસાઈટ પર અરજી કરે છે તો તેમને નોકરીની લાલચ આપીને છેતરવામાં આવે છે. કરીયર સમાચાર અહીં વાંચો.

છેતરપિંડીના એટલા બધા કિસ્સા સામે આવ્યા છે કે હવે સરકાર પણ ચિંતિત થઈ ગઈ છે. આ જ કારણ છે કે હવે નોકરીની શોધમાં આવેલા યુવાનોને જાગૃત કરવાનું કામ ખુદ સરકારે જ હાથ ધર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે, જેના દ્વારા એ જાણી શકાય છે કે નોકરી માટે મળેલો ઑફર લેટર ‘અસલ’ છે કે ‘બનાવટી’. આ માહિતી પાંચ મુદ્દાઓમાં શેર કરવામાં આવી છે. આવો જાણીએ કે સરકારે યુવાનોને શું માહિતી આપી છે.

ઓફર લેટર નકલી કે અસલી, જાણો આ રીતે

-જો તમને ઓનલાઈન ચેટની શરૂઆતમાં જ એપોઈન્ટમેન્ટ લેટર આપવામાં આવે છે, તો તે નકલી નોકરીની નિશાની હોઈ શકે છે.

-જો એપોઈન્ટમેન્ટ કે ઑફર લેટરમાં તમને જોબમાં શું કરવું તે અંગે અસ્પષ્ટતા જોવા મળે છે, તો આ પણ એક ખતરાની નિશાની છે.

-ઈમેલની ભાષા તપાસો. જો તે બિનવ્યાવસાયિક રીતે લખવામાં આવે છે, તો તે કૌભાંડ હોઈ શકે છે.

-જો તમારા એમ્પ્લોયર જોબ ઇન્ટરવ્યુ દરમિયાન ગોપનીય માહિતી માંગે, તો આવી માહિતી શેર કરશો નહીં.

-જો તમને નોકરીની ઓફર માટે ચૂકવણી કરવાનું કહેવામાં આવે, તો તે કૌભાંડ પણ હોઈ શકે છે.

વિદેશ મંત્રાલયે પણ એડવાઈઝરી જાહેર કરી હતી

તે જ સમયે, સરકારે એ પણ કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ સાયબર ક્રાઈમનો ભોગ બને છે, તો તે cybercrime.gov.in પર જઈને ફરિયાદ નોંધાવી શકે છે. ગયા મહિને વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરી હતી. જેમાં ઉંચા પગારના નામે નકલી નોકરીઓ આપવાના રેકેટ અંગે યુવાનોને સતર્ક કરવામાં આવ્યા હતા.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કેટલાક ભારતીય લોકોને કામના નામે મ્યાનમાર લઈ જવામાં આવ્યા હતા. અહીં તેમને મુશ્કેલ પરિસ્થિતિઓમાં બંધક રાખવામાં આવ્યા હતા. મંત્રાલયે કહ્યું કે જ્યાં તેમને બંધક બનાવવામાં આવ્યા હતા, ત્યાં વંશીય સશસ્ત્ર જૂથોનું વર્ચસ્વ હતું અને અન્ય ઘણા વિદેશી નાગરિકો સાથે ભારતીયોને ત્યાં રાખવામાં આવ્યા હતા.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati