ESIC Recruitment 2021: ESICમાં ઇન્શ્યોરન્સ મેડિકલ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી, જુઓ તમામ વિગતો

ESIC Recruitment 2021: કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા ઇન્શ્યોરન્સ મેડિકલ ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટે બમ્પર વેકેન્સી બહાર પાડવામાં આવી છે.

ESIC Recruitment 2021: ESICમાં ઇન્શ્યોરન્સ મેડિકલ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી, જુઓ તમામ વિગતો
ESIC Recruitment 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 12:20 PM

ESIC Recruitment 2021: કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા ઇન્શ્યોરન્સ મેડિકલ ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટે બમ્પર વેકેન્સી બહાર પાડવામાં આવી છે. આ ખાલી જગ્યા અનુસાર કુલ 1120 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ ESICની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે.

કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવે છે. જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ, અરજીની પ્રક્રિયા 31 ડિસેમ્બર, 2021થી શરૂ થશે. આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવારોને 31 જાન્યુઆરી 2022 સુધીનો સમય આપવામાં આવશે. અરજી પ્રક્રિયા શરૂ થયા બાદ આ પોસ્ટ્સ માટે ઓનલાઈન અરજી કરી શકાશે. વધુ વિગતો માટે તમે સત્તાવાર સૂચના જોઈ શકો છો.

ખાલી જગ્યાની વિગતો

આ ભરતી દ્વારા કુલ 1120 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 459 સીટો રાખવામાં આવી છે. આર્થિક રીતે નબળા વર્ગો માટે ભરતી થશે એટલે કે EWS શ્રેણીમાં 112 બેઠકો, SC શ્રેણીમાં 158 બેઠકો, ST શ્રેણીમાં 88 બેઠકો અને OBC શ્રેણીમાં 303 બેઠકો. ખાલી જગ્યાની સંપૂર્ણ વિગતો જોવા માટે, તમે સત્તાવાર સૂચના જોઈ શકો છો.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

લાયકાત

આમાં અરજી કરનારા ઉમેદવારો પાસે MBBS ડિગ્રી હોવી જોઈએ. ઇન્ટર્નશીપ પણ પૂરી થઈ ગઈ છે. જો ઈન્ટર્નશીપ પૂર્ણ ન થઈ હોય, તો ઉમેદવાર પરીક્ષામાં બેસી શકે છે પરંતુ નિમણૂક પહેલા તેણે ઈન્ટર્નશીપ પૂર્ણ કરવી પડશે.

વય મર્યાદા

જ્યારે ઉમેદવારોની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. 31 જાન્યુઆરી, 2022 થી ઉંમરની ગણતરી કરવામાં આવશે. તેમજ સરકારના નિયમો મુજબ આરક્ષિત વર્ગોને વયમાં છૂટછાટ મળશે.

પગારની વિગતો

7મા CPC મુજબ, પે મેટ્રિક્સનું સ્તર -10 છે એટલે કે માસિક પગાર રૂ. 56,100 થી 1,77,500 સુધીનો હશે. પગાર ઉપરાંત તેઓ સરકારના નિયમો અનુસાર ડીએ, એનપીએ, એચઆરએ અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ માટે પણ પાત્ર હશે.

અરજી ફી

આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ 500 જમા કરાવવાના રહેશે. જ્યારે SC, ST અને દિવ્યાંગ વર્ગ માટે અરજી ફી 250 રૂપિયા રાખવામાં આવી છે.

આ પણ વાંચો: નવા વર્ષમાં બમ્પર નોકરીઓ આવશે, પરંતુ કોરોનાનું નવું સ્વરૂપ ચિંતા વધારી શકે છે

આ પણ વાંચો: AIIMS Recruitment 2021: AIIMS ગોરખપુરમાં પ્રોફેસરની જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">