શું નોકરી બદલવા પર પણ સરકાર આપશે 15000 રૂપિયા? શું છે સરકારની ELI યોજનાના નિયમ- જાણો
કેન્દ્ર સરકાર યુવાનોને રોજગાર સાથે જોડવા માટે ELI યોજના લઈને આવી છે. જે અંતર્ગત પહેલી નોકરી જોઈન કરવા પર 15000 રૂપિયાનું પ્રોત્સાહન મળશે. આ રાશી બે હપ્તામાં મળશે.

પહેલો અનુભવ હંમેશા ખાસ હોય છે. પછી ભલે તે કોલેજનો પહેલો દિવસ હોય કે નોકરીનો પહેલો દિવસ. પહેલી નોકરી પણ દરેક વ્યક્તિ માટે ખાસ હોય છે. આપના આ જ ખઆસ મોમેન્ટને વધુ યાદગાર બનાવવા કેન્દ્ર સરકાર Employment Linked Incentive Scheme લઈને આવી છે. આ યોજના અંતર્ગત 2 કરોડ યુવાનોને પહેલી નોકરી જોઈન કરવા પર સેલરી ઉપરાંત 15 હજાર રૂપિયા અલગથી મળશે.
આ સાંભળીને એ તમામ લોકો જે સ્ટડી પુરુ કરી પ્રોફેશનલ લાઈફમાં ડગ માંડવાના છે. પરંતુ શું તમે જાણો છો કે આ પૈસા મેળવવા માટેની કેટલાક નિયમ અને શરતો પણ છે. તમે પહેલી નોકરી જોઈન કર્યા બાદ કર્મચારીને પાત્રતાની આ શરતોનું બરાબર ધ્યાન રાખવુ પડશે. ત્યારે જ તેમને સરકાર તરફથી 15 હજાર રૂપિયા મળશે.
પ્રથમ સેલરીમાં નહીં આવે પૈસા
રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન ELI યોજના અંતર્ગત એ સ્પષ્ટ છે કે સરકાર તરફથી મળનારા પૈસા આપને પહેલી સેલરીમાં નહીં મળે. તેના માટે તમારે 6 મહિનાની રાહ જોવી પડશે. 15 હજાર રૂપિયા બે હપ્તામાં આપવામાં આવશે. પ્રથમ હપતો 6 મહિનાની નોકરી બાદ આવશે. જ્યારે બીજો હપતો 12 મહિનામાં આવશે. અનેક યુવાનોન મનમાં એ સવાલ ઉદ્દભવી શકે કે જો એક વર્ષની અંદર તેમને બીજે ક્યાંકથી સારી જોબ ઓફર આવે તો શું ત્યારે પણ તેમને સરકાર તરફથી આર્થિક પ્રોોત્સાહન મળશે?
જાણી લો જવાબ
ELI યોજનાના નિયમોમાં સ્પષ્ટ છે કે કર્મચારીએ ઓછામાં ઓછા 6 મહિના સુધી કામ કરવું પડશે, તે પછી જ તેને 15,000 રૂપિયાનો પહેલો હપ્તો મળશે. હવે જો તમને બીજો હપ્તો મળતા પહેલા નોકરીની ઓફર મળે છે, તો એવી શક્યતા છે કે તમે બીજા હપ્તાનો લાભ ગુમાવી શકો છો. નિયમો અનુસાર, 12મા મહિનામાં આવનારા પૈસા તમારી પહેલી નોકરી માટે હશે. જો તમે બીજી નોકરીમાં જોડાઓ છો, તો તકનીકી રીતે તમે પાત્રતાની શરત પૂરી કરી શકશો નહીં. આવી સ્થિતિમાં, શક્ય છે કે તમને 15,000 રૂપિયાના માત્ર 50 ટકા જ મળે. હા, જો તમે તમારી પહેલી કંપનીમાં એક વર્ષ પૂર્ણ કરો છો, તો તમને પૂરા પૈસા મળશે.
1 લાખ સુધીના પગાર ધરાવતા લોકો માટે લાભ
આ યોજનામાં પહેલાથી જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફક્ત 1 લાખ રૂપિયાના મહત્તમ પગાર ધરાવતા લોકોને જ આ યોજનાનો લાભ મળશે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે 1 લાખ રૂપિયાને CTC ગણવામાં આવશે કે નેટ સેલરીને. જો તમે 1 ઓગસ્ટના રોજ કે તે પછી નોકરીમાં જોડાવાના છો, તો તમને આ યોજનાના લાભાર્થીઓની યાદીમાં સામેલ કરવામાં આવશે.
