Breaking News: સ્ટેબિન બેન સાથે લગ્નનના બંધનમાં બંધાઈ કૃતી સેનનની બહેન, ખ્રિસ્તી રીતી રિવાજથી કર્યા લગ્ન-Video
કૃતિ સેનનની બહેનના લગ્નના ઈનસાઈડ વીડિયો સામે આવ્યા છે. નુપુર સફેદ લગ્નના ગાઉનમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. સ્ટેબિન બેને સફેદ ટક્સીડો અને કાળા સનગ્લાસ પહેર્યા હતા.

કૃતિ સેનનની બહેન, નુપુર સેનન, ગાયક સ્ટેબિન બેન સાથે લગ્નના બંધનમાં બંધાઈ છે. તેમના લગ્ન ઉદયપુરમાં થયા હતા. નુપુર અને સ્ટેબિને ખ્રિસ્તી વિધિથી લગ્ન કર્યા છે. તેમના લગ્નના ફોટા અને વીડિયો હાલ સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે.
કૃતિ સેનનની બહેનના લગ્ન
કૃતિ સેનનની બહેનના લગ્નના ઈનસાઈડ વીડિયો સામે આવ્યા છે. નુપુર સફેદ લગ્નના ગાઉનમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. સ્ટેબિન બેને સફેદ ટક્સીડો અને કાળા સનગ્લાસ પહેર્યા હતા. બંનેએ કેક કાપીને પરિવાર સાથે ઉજવણી કરી હતી. આ દરમિયાન નુપુર ખુબ જ સુંદર લાગી રહી હતી. તેણે વેડિંગ ગાઉનની સાથે માથે નેટ બાંધી હતી તેમજ ગળામાં અને કાનમાં ડેલિકેટ જ્વેલરી સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
વીડિયોમાં સામે તરફ કૃતિ સેનન પણ જોવા મળી રહી છે. તેણી લીલા રંગના લોન્ગ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ સાથે લુકને પૂર્ણ કરવા મેસી બન પણ બનાવ્યો છે. કૃતિની માતાએ સફેદ સાડી પહેરી હતી, અને તેના પિતાએ સફેદ ટક્સીડો પહેર્યો હતો.
View this post on Instagram
બોલિવુડ સ્ટાર્સ પણ લગ્નમાં હાજર રહ્યા
નુપુર અને સ્ટેબિનના લગ્નમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ જોવા મળ્યા હતા. અભિનેત્રીઓ દિશા પટણી અને મૌની રોય પણ લગ્નનો ભાગ હતી. તેમણે લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
લગ્ન સમારોહ 9 જાન્યુઆરીથી શરૂ થયો હતો. હલ્દી, મહેંદી અને સંગીત સમારોહના વીડિયો અને ફોટા વાયરલ થયા હતા. કૃતિ સેનન તેની બહેનના લગ્નમાં જોરદાર ડાન્સ કરી હતી. તેના ડાન્સ અને લુકના વીડિયો વાયરલ થયા છે.
નુપુર સેનન એક મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું
નોંધનીય છે કે નુપુર સેનન ફિલ્મોથી બ્રેક લઈ ચૂકી છે. જોકે, તે તાજેતરમાં અક્ષય કુમાર સાથે એક ગીતમાં જોવા મળી હતી. બી. પ્રાક દ્વારા ગાયેલું આ ગીત ખૂબ જ હિટ રહ્યું હતું, અને નુપુરને ચાહકો દ્વારા પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. નુપુર વ્યવસાયમાં પણ કામ કરે છે. સ્ટેબિન એક ગાયિકા છે. થોડા થોડા પ્યાર, રૂલા કે ગયા ઇશ્ક, મેરા મહેબૂબ અને તુ આશિકી હૈ મેરી જેવા ગીતો પ્રખ્યાત થયા.
