HDFC બેંકના જોબ સર્ક્યુલરને કારણે વિવાદ વધ્યો, કહ્યું ‘2021માં પાસ થયેલ ઉમેદવારો અરજી કરવા પાત્ર નથી’
HDFC Job Circular: એચડીએફસી બેંક દ્વારા નોકરી માટેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. હાલ તેને લઈ વિવાદ સર્જાયો છે.
HDFC Job Circular: એચડીએફસી બેંક (HDFC Bank) દ્વારા નોકરીનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં કંઈક એવું લખવામાં આવ્યું હતું કે, લોકોએ તેને ઉગ્રતાથી ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. હકીકતમાં, એચડીએફસી બેંક તમિલનાડુ (HDFC Bank Tamil Nadu Branch) એ તેની શાખામાં સેલ્સ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડી હતી જેમાં લખ્યું હતું કે, વર્ષ 2021માં પાસ થયેલ વિદ્યાર્થી આ માટે અરજી કરવા પાત્ર નથી.
HDFC બેંકની આ જાહેરાત (HDFC Job Circular) બહાર પડ્યા બાદ બેંકને સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિવાદ એટલો વધી ગયો કે બેંક આગળ આવી અને માફી માંગી અને ખુલાસો આપ્યો હતો. ખાનગી બેંકના પ્રવક્તાએ કહ્યું કે, તે એક ટાઇપ કરવાની ભૂલ છે. અમે આ ભૂલ માટે દિલગીર છીએ. વળી પ્રવક્તાએ કહ્યું કે, સ્નાતક ઉમેદવારો વર્ષને ધ્યાનમાં લીધા વગર અરજી કરી શકે છે. જે વયના માપદંડને પૂર્ણ કરે છે.
બેંકે બીજી જાહેરાત બહાર પાડી
આ જાહેરાતને (HDFC Controversial Advertisement) જેણે 2021 બેચના વિદ્યાર્થીઓને અરજી માટે લાયક જાહેર કર્યા ન હતા, સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થવા લાગ્યા. સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, બેંકે બીજી જાહેરાત જાહેર કરી અને કહ્યું કે, તે ટાઇપિંગ મિસ્ટેક છે. એચડીએફસી બેંકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જેઓ 2021માં સ્નાતક પાસ થયા છે તેઓ પણ અરજી કરી શકે છે જો તેઓ વયની શરતો પૂરી કરે.
એચડીએફસી બેન્કે આ ખાલી જગ્યા માટે બહાર પાડવામાં આવેલી જાહેરાતમાં સુધારો કરતી વખતે 2021માં પાસ વિદ્યાર્થીઓને અરજી કરવા માટે લાયક જાહેર કર્યા છે. તમને જણાવી દઈએ કે મદુરાઈમાં વોક-ઈન ઈન્ટરવ્યુ હતો અને 2021ના પાસઆઉટ પણ સામેલ હતા. જોકે બેંકની ભૂલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે.
આ પણ વાંચો: Tokyo Olympics 2020 : ભારત-પાકિસ્તાનના ખેલાડી ઓલિમ્પિકમાં ટકરાશે, જાણો ક્યારે અને કઈ રમતમાં થશે ટક્કર