CISF Recruitment 2023 : અગ્નિવીર માટે સરકારની મોટી જાહેરાત, હવે CISFમાં પણ 10% રિઝર્વેશન, વય મર્યાદામાં પણ છૂટ

TV9 GUJARATI

|

Updated on: Mar 18, 2023 | 6:57 AM

CISF Recruitment 2023 : BSF બાદ હવે CISF ભરતીમાં પણ અગ્નિવીરોને છૂટ આપવામાં આવશે. છુટ કેવી રીતે આપવામાં આવશે? અહીં આ સંબંધમાં માહિતી આપવામાં આવી રહી છે.

CISF Recruitment 2023 : અગ્નિવીર માટે સરકારની મોટી જાહેરાત, હવે CISFમાં પણ 10% રિઝર્વેશન, વય મર્યાદામાં પણ છૂટ

CISF Recruitment 2023 : સેનામાં અગ્નિવીર હેઠળ ભરતી થયેલા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર છે. હવે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ભરતી (Govt jobs 2023) માં ભૂતપૂર્વ અગ્નિવીરોને 10 ટકા અનામત આપવામાં આવશે. આ અંગે સરકારે આદેશ કર્યો છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ ભૂતપૂર્વ અગ્નિવીરોને પણ ફિઝિકલ એફિશિએન્સી ટેસ્ટમાં પણ છૂટ આપવામાં આવશે.

આ પણ વાંચો : UPSC Recruitment 2023 : કેટલી વાર આપી શકો છો UPSC સિવિલ સર્વિસ એક્ઝામ, શું હોવી જોઈએ ઉંમર, જાણો બીજું ઘણું બધું

ભૂતપૂર્વ અગ્નિવીરોને પણ CISF દ્વારા હાથ ધરવામાં આવતી ભરતીમાં મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ મળશે. ઉંમરમાં છૂટછાટ અરજદાર અગ્નિવીરની પ્રથમ બેચનો છે કે પછીની બેચનો છે તેના પર નિર્ભર રહેશે. તે જ સમયે ગૃહ મંત્રાલયે તાજેતરમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે બીએસએફની ભરતી માટે સમાન જાહેરાત કરી હતી.

ભારતીય સેનામાં જલ્દી અરજી કરો

ભારતીય સેનાએ અગ્નિવીર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ joinindianarmy.nic.in દ્વારા 20 માર્ચ 2023 સુધીમાં અરજી કરી શકે છે. પ્રથમ અરજીની છેલ્લી તારીખ 15 માર્ચ હતી, જે હવે 20 માર્ચ સુધી લંબાવી દેવામાં આવી છે. અગ્નિવીર હેઠળ ભારતીય સેના સ્ટોર કીપર, ક્લાર્ક અને ટેકનિકલ સહિતની વિવિધ જગ્યાઓ માટે ભરતી કરશે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરાયેલી ભરતી સૂચનાને ચકાસી શકે છે.

આ વખતે લેખિત પરીક્ષા પછી ભરતી રેલીનું આયોજન કરવામાં આવશે. પરીક્ષામાં સફળ થનારા ઉમેદવારો ભરતી રેલીમાં હાજર રહેવાને પાત્ર થશે. ભારતીય સેનાએ આ અંગે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું હતું.

અગ્નિવીર વાયુની પોસ્ટ માટે આજથી કરો અરજી

ભારતીય વાયુસેનામાં અગ્નિવીર વાયુની જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા આજથી 17 માર્ચથી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો 31 માર્ચ 2023 સુધી અરજી કરી શકે છે. અરજી ઓફિશિયલ વેબસાઇટ agnipathvayu.cdac.in દ્વારા જ કરવાની રહેશે. અન્ય કોઈપણ માધ્યમથી કરવામાં આવેલી અરજીઓ માન્ય રહેશે નહીં. વધુ વિગતો માટે ઉમેદવારો અગાઉ બહાર પાડવામાં આવેલી સૂચના ચકાસી શકે છે.

(ઇનપુટ ભાષા)

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati