AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE 10th, 12th Result 2021: ક્યારે આવશે સીબીએસઈ ધોરણ 10 અને 12નું પરિણામ, જાણો તમામ વિગત

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ શાળાઓને 25 જુલાઇ સુધીમાં ધોરણ 12ના પરિણામની તૈયારી પૂર્ણ કરવા જણાવ્યું હતું.

CBSE 10th, 12th Result 2021: ક્યારે આવશે સીબીએસઈ ધોરણ 10 અને 12નું પરિણામ, જાણો તમામ વિગત
CBSE 10th, 12th Result 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 3:32 PM
Share

CBSE 10th, 12th Result 2021: સીબીએસઈના વર્ગ 10 અને 12ના પરિણામ ટૂંક સમયમાં જાહેર થવાની સંભાવના છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ શાળાઓને 25 જુલાઇ સુધીમાં ધોરણ 12ના પરિણામ (CBSE Class 12 Result 2021)ની તૈયારી પૂર્ણ કરવા જણાવ્યું હતું, તેથી પરિણામ હવે ગમે ત્યારે જાહેર કરી શકાય છે. સીબીએસઈ 10 અને 12ના પરિણામ સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ આ વેબસાઇટની મુલાકાત લઈને સરળતાથી પોતાનું પરિણામ ચકાસી શકશે. આ સિવાય પરિણામ એસએમએસ, આઈવીઆરએસ અને ઉમંગ એપ્લિકેશન દ્વારા પણ જોઇ શકાય છે.

ખાનગી / પત્રાચાર અને બીજા કંપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓનું કહેવું છે કે, નિયમિત પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી ત્યારે તેઓએ સીબીએસઈને મેઈલ મોકલ્યા હતા. ખાનગી પરીક્ષાઓ રદ કરવામાં આવી છે કે નહીં તે અંગેના વિદ્યાર્થીઓને મેઇલ પર સીબીએસઈ નિયંત્રક સંયમ ભારદ્વાજનો જવાબ મળતો હતો કે, બધી પરીક્ષાઓ રદ થઈ ગઈ છે.

બાદમાં જ્યારે સીબીએસઈએ 12મા ધોરણ માટેની મૂલ્યાંકન નીતિ બહાર પાડી ત્યારે તેના પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, કોરોના રોગચાળાની સ્થિતિમાં સુધારો થયા પછી ખાનગી / પત્રચાર અને બીજા કમ્પાર્ટમેન્ટના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. આ પરિપત્ર બાદ વિદ્યાર્થીઓનો વિરોધ શરૂ થયો. આ બાદ તાજેતરમાં સીબીએસઈએ પરીક્ષાઓની તારીખો પણ જાહેર કરી છે. સપ્ટેમ્બર સુધી ખાનગી પરીક્ષાઓ ચાલવાની છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને પણ ડર છે કે, તેમનું પરિણામ ક્યારે આવશે અને ક્યારે પ્રવેશ મળશે.

સમગ્ર વિરોધને લઈને મંગળવારે, ધોરણ 12ના ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ સીબીએસઈ કચેરીની બહાર વિરોધ દર્શાવ્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે સીબીએસઈ અને અન્ય રાજ્ય બોર્ડને 31 મી જુલાઈ સુધી ધોરણ 12નું પરિણામ જાહેર કરવા આદેશ આપ્યો હતો. તે મુજબ 25 અને 31 જુલાઇની વચ્ચે પરિણામ જાહેર થવાની સંભાવના છે. હવે પરિણામ જલ્દી આવે તેવી સંભાવના છે. જોકે હજી સુધી કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી.

આ પણ વાંચો: CLAT Result 2021: ક્લેટ પરીક્ષાના પરિણામની તારીખ અને કાઉન્સિલીંગનું સમયપત્રક થયું જાહેર, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: Sarkari Naukri 2021: લોકસભામાં સીનિયર પ્રોડ્યૂસર સહિત અનેક જગ્યાઓ પર બહાર પડી ભરતી, ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે પસંદગી

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">