BSF Water Wing Recruitment 2022 : BSF માં ધોરણ 10 અને 12 પાસ માટે વેકેન્સી, ડાયરેક્ટ લિંક દ્વારા કરો એપ્લાય

|

May 31, 2022 | 7:55 AM

આ જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 20 વર્ષથી વધુ અને 25 વર્ષથી ઓછી હોવી જોઈએ. સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે મહત્તમ વય મર્યાદા 28 વર્ષ રાખવામાં આવી છે. આ જગ્યાઓ માટેના ઉમેદવારોની ઉંમરની ગણતરી 28 જૂન, 2022ના આધારે કરવામાં આવશે.

BSF Water Wing Recruitment 2022 : BSF માં ધોરણ 10 અને 12 પાસ માટે વેકેન્સી, ડાયરેક્ટ લિંક દ્વારા કરો એપ્લાય
BSF Recruitment 2022

Follow us on

BSF Water Wing Recruitment: બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા ધોરણ 10 અને 12 પાસ ઉમેદવારો માટે ખાલી જગ્યા બહાર પાડવામાં આવી છે. BSF માં સરકારી નોકરી(Sarkari Naukri) મેળવવાની આ એક સારી તક છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ કુલ 282 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી બીએસએફ વોટર વિંગ ગ્રુપ બી અને સી (BSF Water Wing Recruitment 2022 – Group B & C) માં કરવામાં આવશે. આવી સ્થિતિમાં જે ઉમેદવારો આ પદો માટે અરજી કરવા માગે છે તેમણે BSFની સત્તાવાર વેબસાઇટ rectt.bsf.gov.in પર જવું પડશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચનાને તપાસ્યા પછી જ આ પોસ્ટ્સ માટે અરજી કરે.

BSF દ્વારા બહાર પાડવામાં આવેલ આ ખાલી જગ્યા (BSF Water Wing Recruitment 2022 – Group B & C) માટેની અરજી પ્રક્રિયા 30 મે 2022 થી શરૂ થઈ ગઈ છે. આ વેકેન્સી માટે અરજી કરવા ઉમેદવારોએ BSFની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ આ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા 28 જૂન 2022ના રોજ બંધ થશે. ફી જમા કરવાની છેલ્લી તારીખપણ આ જ છે. પરીક્ષાની વિગતો સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.

BSF Recruitment 2022 માટે કેવી રીતે અરજી કરવી

  • આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ rectt.bsf.gov.in પર જાઓ.
  • વેબસાઈટના હોમ પેજ પર Current Recruitment Openings ની લિંક પર ક્લિક કરો.
  • આ પછી BSF Water Wing Recruitment 2022 (Group B & C) ની લિંક પર ક્લિક કરો.
  • હવે Apply Here ના વિકલ્પ પર જાઓ.
  • ઉમેદવારો તેમના મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની મદદથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરો
  • રજીસ્ટ્રેશન પછી અરજી ફોર્મ ભરો
  • અરજી કર્યા પછી તેની પ્રિન્ટ આઉટ લો.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

વય મર્યાદા

આ જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 20 વર્ષથી વધુ અને 25 વર્ષથી ઓછી હોવી જોઈએ. સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે મહત્તમ વય મર્યાદા 28 વર્ષ રાખવામાં આવી છે. આ જગ્યાઓ માટેના ઉમેદવારોની ઉંમરની ગણતરી 28 જૂન, 2022ના આધારે કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અનામતના દાયરામાં આવતા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટ આપવાની જોગવાઈ છે.

સત્તાવાર નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો.

ભરતીની વિગતો

આ ખાલી જગ્યા દ્વારા કુલ 281 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં કોન્સ્ટેબલ ક્રૂ માટે 130 સીટો રાખવામાં આવી છે. આમાં અરજી કરનાર ઉમેદવારો પાસે 10મું પાસનું પ્રમાણપત્ર હોવું જોઈએ. આમાં પણ હેડ કોન્સ્ટેબલની કુલ 52 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે અરજી કરનારા ઉમેદવારો માટે 10મું પાસ હોવું ફરજિયાત છે. સબ ઇન્સ્પેક્ટરના પદ માટે અરજી કરનાર ઉમેદવારો કોઈપણ પ્રવાહમાં 12મું પાસ હોવા જોઈએ. ખાલી જગ્યા અને પાત્રતાની સંપૂર્ણ વિગતો સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકાય છે.

 

Next Article