Central Government Job : 15,000 વેકેન્સી ઉપલબ્ધ ! સરકારી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક, યુવાનો ફોર્મ ભરી દેજો, જાણો સંપૂર્ણ પ્રોસેસ
આ મોટી ભરતી યુવાનો માટે સરકારી ક્ષેત્રમાં સ્થાન મેળવવાની એક જોરદાર તક લઈને આવી છે, જે યુવાનો સરકારી નોકરી મેળવવા માટે ઉત્સુક છે, તેમણે આ તક ઝડપી લેવી જોઈએ અને વહેલી તકે ફોર્મ ભરી દેવું જોઈએ.

કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 14,000 થી વધુ શિક્ષકો અને નોન-ટીચિંગ કર્મચારીઓની 2025 ની ભરતી માટે સૂચનાઓ બહાર પાડી છે. 13 નવેમ્બરના રોજ જાહેર કરાયેલ સત્તાવાર સૂચના અનુસાર, વિભાગમાં કુલ 14,967 ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે. બીજું કે, લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
કઈ કઈ જગ્યાઓ ખાલી છે?
આ જગ્યાઓમાં આસિસ્ટન્ટ કમિશનર, પ્રિન્સિપલ, PGT (Post Graduate Teacher), TGT (Trained Graduate Teacher), એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ, આસિસ્ટન્ટ ઇજનેર, સ્ટેનોગ્રાફર ગ્રેડ-1 અને બીજી ઘણી જગ્યાઓનો સમાવેશ થાય છે.
રસ ધરાવતા ઉમેદવારોએ શું કરવું?
રસ ધરાવતા ઉમેદવારોએ સંબંધિત પદો માટે લાયકાત અને તેને લગતી આવશ્યકતાઓ પૂર્ણ કરવી જરૂરી છે. પરીક્ષા પાસ કર્યા પછી ઉમેદવારો શિક્ષક તરીકે જોડાઈ શકે છે અને પછીથી વાઇસ પ્રિન્સિપાલ અથવા તો પ્રિન્સિપાલ જેવા હોદ્દા પર પદ મેળવી શકે છે. સૂચનામાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પસંદ કરાયેલા ઉમેદવારોનું ભારતમાં ગમે ત્યાં પોસ્ટિંગ થઈ શકે છે અને સ્ટેશન અથવા પ્રદેશ બદલવાની રિક્વેસ્ટ સ્વીકારવામાં આવશે નહીં.
મહત્વપૂર્ણ તારીખો (KVS ભરતી 2025):
- ઓનલાઈન રજીસ્ટ્રેશન 14 નવેમ્બર, 2025 ના રોજથી શરૂ થઈ ગયા છે.
- ઓનલાઈન રજીસ્ટ્રેશન સમાપ્ત તારીખ 4 ડિસેમ્બર, 2025 છે.
- ફી પેમેન્ટ 14 નવેમ્બર, 2025 ના રોજથી શરૂ થઈ ગયેલ છે.
- ફી પેમેન્ટની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર, 2025 છે.
- પગાર ધોરણ: પગાર મેટ્રિક્સમાં લેવલ-12 (રૂ. 78,800-2,09,200)
- ઉંમર મર્યાદા: ઓછામાં ઓછી 35 વર્ષ અને મહત્તમ 50 વર્ષ
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- ઉમેદવારો ctet.nic.in અથવા kvsangathan.nic.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
- હોમપેજ પર KVS એપ્લિકેશન ફોર્મ 2025 લિંક પર ક્લિક કરો. નવું પેજ ખુલે ત્યારે, તમારા મોબાઇલ નંબર અને ઇમેઇલ એડ્રેસનો ઉપયોગ કરીને રજીસ્ટ્રેશન કરો.
- તમારી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરીને, ફોટો અને સહી અપલોડ કરીને આ પ્રોસેસને અનુસરો. ફી ઓનલાઈન ચૂકવો, ફોર્મ સબમિટ કરો અને કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો અને તમારી પાસે રાખો.
- અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી લાયક ઉમેદવારોને વધુ તપાસ માટે બોલાવવામાં આવશે.
