પરીક્ષા આપ્યા વગર બેન્કમાં મળશે નોકરી, 40 હજારથી વધુની મળશે સેલેરી
આ પદો માટે SBIના રિટાયર્ડ અધિકારી પણ અપ્લાય કરી શકે છે. આવા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. તેના માટે તેમણે સંબંધિત ક્ષેત્રનો અનુભવ હોવો જોઈએ. શૈક્ષણિક યોગ્યતા સંબંધિ જાણકારી માટે તમે નોટિફિકેશન ચેક કરી શકો છો.

જો તમે બેન્કમાં નોકરી મેળવા માટે મહેનત કરી રહ્યા છો તો આ અહેવાલ તમારા માટે જરુરી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેરનામું બહાર પાડ્યું છે. બેન્કમાં નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો SBIની વેબસાઈટ sbi.co.in પર જઈને આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. આ અરજી પ્રક્રિયા 1 નવેમ્બરથી શરુ થઈ છે. જે 21 નવેમ્બરે સમાપ્ત થશે.
તમને જણાવી દઈએ કે આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 94 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. અધિકૃત સૂચનાને સંપૂર્ણ રીતે વાંચ્યા પછી ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. તમારે માત્ર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
પરીક્ષા વગર થશે પસંદગી ?
આ પદો પર શોર્ટલિસ્ટ થનારા ઉમેદાવારોની પસંદગી પરીક્ષા વગર થશે. શોર્ટલિસ્ટ થનારા ઉમેદવારોએ ઈન્ટરવ્યૂ માટે બોલવવામાં આવશે. તેમને લગભગ 100 પ્રશ્રો પણ પૂછવામાં આવશે. ફાઈનલ પસંદગી મેરિટના આધારે નક્કી કરવામાં આવશે.
આ જોબ માટે કઈ યોગ્યતા હોવી જોઈએ ?
મળતી માહિતી અનુસાર, આ પદો માટે SBIના રિટાયર્ડ અધિકારી પણ અપ્લાય કરી શકે છે. આવા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. તેના માટે તેમણે સંબંધિત ક્ષેત્રનો અનુભવ હોવો જોઈએ. શૈક્ષણિક યોગ્યતા સંબંધિ જાણકારી માટે તમે નોટિફિકેશન ચેક કરી શકો છો.
આ રીતે કરો અરજી
- ઉમેદવારો પહેલા સત્તાવાર વેબસાઇટ sbj.co.in પર જાઓ.
- તે પછી હોમ પેજ પર આપેલ કારકિર્દી ટેબ પર ક્લિક કરો.
- હવે Current Openings પર ક્લિક કરો.
- તમારે પ્રોબેશનરી ઓફિસર્સની ભરતી પર ક્લિક કરવાનું રહેશે.
- અહીં પહેલા રજીસ્ટ્રેશન પર ક્લિક કરો અને રજીસ્ટર કરો.
- અરજી ફોર્મ ભરો અને શૈક્ષણિક દસ્તાવેજો અપલોડ કરો.
સેલેરી કેવી મળશે ?
- નિવૃત્ત અધિકારીને ગ્રેડ મુજબ પગાર મળશે.
- મિડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-2 અને 3 (MMGS 2) માટે, પગાર રૂ. 40,000 હશે.
- (MMGS ગ્રેડ 4)ને 45,000 રૂપિયાનો પગાર આપવામાં આવશે.