UGC NET 2021 પરીક્ષા માટે રજિસ્ટ્રેશની છેલ્લી તારીખ નજીક, આ રીતે કરો અરજી

|

Sep 02, 2021 | 6:02 PM

UGC NET 2021 પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહિ છે. જે ઉમેદવારોએ હજુ સુધી આ પરીક્ષા માટે નોંધણી કરાવી નથી તેઓ હજુ પણ આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

UGC NET 2021 પરીક્ષા માટે રજિસ્ટ્રેશની છેલ્લી તારીખ નજીક, આ રીતે કરો અરજી
Apply for UGC NET 2021

Follow us on

UGC NET 2021 પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહિ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) 5 સપ્ટેમ્બર, 2021ના ​​રોજ UGC NET માટે અરજી પ્રક્રિયા બંધ કરશે. જે ઉમેદવારોએ હજુ સુધી આ પરીક્ષા માટે નોંધણી કરાવી નથી તેમણે 5 સપ્ટેમ્બર સુધી સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.nic.in પર જઈને નોંધણી કરાવી લેવી જોઈએ.

પરીક્ષા ફી જમા કરવાની છેલ્લી તારીખ 6 સપ્ટેમ્બર છે. તે જ સમયે, એપ્લિકેશનમાં સુધારા કરવા માટે 7 થી 12 સપ્ટેમ્બર સુધી વિન્ડો ખોલવામાં આવશે. આ દરમિયાન તમામ ઉમેદવારો તેમના અરજી ફોર્મમાં થયેલી કોઈપણ ભૂલોને સુધારી શકશે. ઉમેદવારો નીચે આપેલા આ સરળ સ્ટેપની મદદથી UGC NET પરીક્ષા માટે નોંધણી કરાવી શકે છે.

UGC NET 2021 Registration: આ સ્ટેપ્સ દ્વારા કરો રજિસ્ટ્રેશન

  1. સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.nic.in પર જાઓ.
  2. પછી વેબસાઇટ પર આપેલ Application Form લિંક પર ક્લિક કરો.
  3. હવે New Registration લિંક પર ક્લિક કરો.
  4. આ પછી તમારું નામ, પિતાનું નામ, મોબાઇલ, ઇમેઇલ અને અન્ય માહિતી ભરીને નોંધણી કરો.
  5. હવે લોગ ઈન કરી અને તમારું અરજી ફોર્મ ભરો, ફોટો અને સહી અપલોડ કરો.
  6. તે પછી અરજી ફી સબમિટ કરો.
  7. બધી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અરજીની પ્રિન્ટ લો.

અરજી ફી

અરજી કરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોને 1000 રૂપિયા અને ઓબીસી, ઇડબલ્યુએસ જેવા અનામત કેટેગરીના ઉમેદવારોને 500 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય એસસી, એસટી અને ટ્રાન્સજેન્ડર કેટેગરીના ઉમેદવારોએ 250 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

GATE 2022 પરીક્ષા માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ

GATE 2022 Registration :ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE) પરીક્ષા માટે નોંધણી આજથી (GATE 2022 Registration) શરૂ થઈ છે. જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગના અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ gate.iitkgp.ac.in પર જઈને નોંધણી કરાવી શકે છે. અગાઉ રજિસ્ટ્રેશનની માટેની પ્રક્રિયા 30 ઓગસ્ટથી શરૂ થવાની હતી, પરંતુ ત્યારબાદ તેને સ્થગિત કરી દેવામાં આવી હતી. નોંધણી માટેની છેલ્લી તારીખ 24 સપ્ટેમ્બર 2021 નક્કી કરવામાં આવી છે.

ઉપરાંત અરજી ફોર્મ 1 ઓક્ટોબર 2021 સુધી લેટ ફી સાથે સબમિટ કરી શકાશે, આ તારીખ બાદ રજીસ્ટ્રેશની પ્રક્રિયા(Registration process)  બંધ કરવામાં આવશે. GATE 2022 ની પરીક્ષા 05 ફેબ્રુઆરી, 06 ફેબ્રુઆરી, 12 ફેબ્રુઆરી અને 13 ફેબ્રુઆરી 2022 ના રોજ યોજવામાં આવશે. જો કે, કોવિડ-19 ની સ્થિતિ અનુસાર તારીખમાં ફેરફાર કરવામાં આવી શકે છે.

 

Published On - 6:01 pm, Thu, 2 September 21

Next Article