ધોરણ 12 પછી કોઈપણ કરી શકે આ પ્રકારના પ્રોફેશનલ કોર્સ, જાણો આ માટેની તમામ વિગતો

ડોક્ટર અને એન્જિનિયર સિવાય પણ એવા ઘણા વ્યવસાયો છે જેમાં તમે સારી કારકિર્દી બનાવી શકો છો.

ધોરણ 12 પછી કોઈપણ કરી શકે આ પ્રકારના પ્રોફેશનલ કોર્સ, જાણો આ માટેની તમામ વિગતો
પ્રતિકાત્મક તસવીર
TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Nov 04, 2021 | 2:24 PM

એવું કહેવાય છે કે વાસ્તવિક શિક્ષણ 12મા પછી શરૂ થાય છ. જેના પર વિદ્યાર્થીઓની કારકિર્દી ઘણી હદ સુધી નિર્ભર છે. મોટાભાગના વિદ્યાર્થીઓને ડોક્ટર અથવા એન્જિનિયર બનવા માટે પરિવારના સભ્યો અને સંબંધીઓ પાસેથી સલાહ મળે છે. પરંતુ ડોક્ટર અને એન્જિનિયર સિવાય પણ એવા ઘણા વ્યવસાયો છે જેમાં તમે સારી કારકિર્દી બનાવી શકો છો. આજે અમે એવા કોર્સ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એડમિશન માટે તમારે PCM કે કોમર્સ હોવું જરૂરી નથી. કોઈપણ પ્રવાહના વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમોમાં પ્રવેશ લઈ શકે છે.

1. ફોટોગ્રાફી

ફોટોગ્રાફી આજના સમયમાં એક લોકપ્રિય કોર્સ બની ગયો છે. 10 અને 12 પાસ, કોઈપણ આ કોર્સ કરી શકે છે. સૌથી સારી વાત એ છે કે, તેમાં પ્રેક્ટિકલ વસ્તુઓ છે, થિયરી માત્ર નામમાં છે. આવી સ્થિતિમાં જે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ બાબતોમાં રસ છે, તેમના માટે આ એક સારો કોર્સ સાબિત થઈ શકે છે. ફોટોગ્રાફીના વ્યવસાયમાં પણ સારી આવતની શક્યતાઓ છે. તમે ફેશનથી લઈને લગ્ન અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર બની શકો છો. આટલું જ નહીં, તમે કોઈપણ સરકારી સંસ્થા માટે પણ કામ કરી શકો છો અને ત્યાં ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી (DOP)ના પદ સુધી પહોંચી શકો છો. ફોટોગ્રાફી કોર્સ સરકારથી લઈને ખાનગી સંસ્થાઓમાં ઉપલબ્ધ છે, જ્યાં તમારે એડમિશન માટે વધારે મહેનત કરવાની જરૂર નથી.

2. હોટેલ મેનેજમેન્ટ

તમે હોટેલ મેનેજમેન્ટ કોર્સ દ્વારા દેશ-વિદેશમાં નોકરી મેળવી શકો છો. હોટેલ મેનેજમેન્ટનું ક્ષેત્ર વિશાળ છે. આ કોર્સને પણ ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. 12મા પછી આ કોર્સ સરકારીથી લઈને ખાનગી સંસ્થામાં કરી શકાય છે. આ કોર્સ કર્યા પછી, તમે હોટેલ ઓપરેશન્સ મેનેજર, ઇવેન્ટ પ્લાનર અને શેફ બની શકો છો.

3. ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ

પ્રવાસન ઉદ્યોગ દિવસેને દિવસે મોટો થઈ રહ્યો છે. પ્રવાસના શોખીન વિદ્યાર્થીઓ માટે ટ્રાવેલ એન્ડ ટુરીઝમ કોર્સ તેમના માટે યોગ્ય વિકલ્પ છે. તમે બીએ ઇન ટ્રાવેલ એન્ડ ટુરીઝમ મેનેજમેન્ટ, બીએ ઇન ટુરીઝમ સ્ટડીઝ વગેરે જેવા કોર્સ કરીને આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકો છો. કોર્સ કર્યા પછી તમે ટ્રાવેલ એજન્ટ, ટુરીઝમ મેનેજર, ટુરીસ્ટ ગાઈડ, ટ્રાવેલ રાઈટર વગેરે બની શકો છો.

આ પણ વાંચો: Uttar Pradesh: દિવાળી બાદ યુપીમાં મબલક ભરતી, હજારો બેરોજગારો માટે ખુલશે રોજગારી દ્વાર

આ પણ વાંચો:  એન્જિનિયરિંગ સ્નાતકો માટે ભારત સરકારમાં નોકરી મેળવવાની તક, જાણો ભરતીની સમગ્ર વિગતો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati