AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AISSEE answer Key 2022: સૈનિક શાળા પ્રવેશ પરીક્ષાની આન્સર કી થઈ રિલીઝ, આ રીતે કરો ચેક

Sainik school Answer Key 2022: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ વર્ગ 6 અને 9 ની પરીક્ષા માટે સૈનિક સ્કૂલની આન્સર કી અને OMR શીટ બહાર પાડી છે.

AISSEE answer Key 2022: સૈનિક શાળા પ્રવેશ પરીક્ષાની આન્સર કી થઈ રિલીઝ, આ રીતે કરો ચેક
Sainik School Entrance Exam Answer Key Released (Indicative Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 4:36 PM
Share

Sainik school Answer Key 2022: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ વર્ગ 6 અને 9 ની પરીક્ષા માટે સૈનિક સ્કૂલની આન્સર કી અને OMR શીટ બહાર પાડી છે. જે વિદ્યાર્થીઓએ AISSEE પરીક્ષા આપી હતી તેઓ અધિકૃત વેબસાઇટ aissee.nta.nic.in પરથી AISSEE આન્સર કી 2022 અને તેમની OMR શીટ ડાઉનલોડ કરી શકે છે. આન્સર કી ડાઉનલોડ કરવા માટે તેઓએ તેમનો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ અથવા જન્મ તારીખ દાખલ કરવી પડશે. આ વર્ષે AISSEE 2022ની પરીક્ષા 9 જાન્યુઆરી 2022 ના રોજ લેવામાં આવી હતી.

NTAએ વિદ્યાર્થીની OMR શીટ ડાઉનલોડ કરવાની અને OMR ગ્રેડિંગ સામે રજૂઆત સબમિટ કરવાની સુવિધા પણ પૂરી પાડી છે. આ માટે વિદ્યાર્થીઓએ પ્રતિ પ્રશ્ન 100 રૂપિયાની નોન-રીફંડેબલ ફી ચૂકવવી પડશે. ત્યારપછી NTA વાસ્તવિક રેકોર્ડની ચકાસણી કરશે અને જો પડકારો સાચા હોવાનું જણાયું, તો તેને ડેટામાં અપડેટ કરવામાં આવશે. જો કે, આ અંગે કોઈ ઉમેદવારને વ્યક્તિગત રીતે જાણ કરવામાં આવશે નહીં. તેઓ સત્તાવાર વેબસાઇટ પરથી OMR શીટ જોઈ અને ડાઉનલોડ કરી શકે છે.

આ રીતે ડાઉનલોડ કરો

સત્તાવાર વેબસાઇટ aissee.nta.nic.in ની મુલાકાત લો. હોમપેજ પર, વિદ્યાર્થી ઓળખપત્રોનો ઉપયોગ કરીને લોગિન પર ક્લિક કરો. ‘સૈનિક સ્કૂલ આન્સર કી’ લિંક પર ક્લિક કરો. સૈનિક સ્કૂલ આન્સર કી 2022 PDF સ્ક્રીન પર પ્રદર્શિત થશે. આવી આન્સર કી 2022 ડાઉનલોડ કરો અને સેવ કરો. ભવિષ્યના સંદર્ભ માટે તેનો સ્ક્રીનશોટ અથવા પ્રિન્ટઆઉટ લો.

AISSEE આન્સર કીમાં કોઈ વાંધો હોય તો, વિદ્યાર્થીઓને પ્રતિ જવાબ રૂ. 200 ની ફી ચૂકવીને આન્સર કીને પડકારવાની તક હોય છે. ઉમેદવારે પડકાર સબમિટ કર્યા પછી, NTA વિષય-વિષયના નિષ્ણાતોની પેનલની મદદથી તેની ચકાસણી કરશે. જો યોગ્ય જણાય તો, NTA આન્સર કીમાં સુધારો કરશે અને અંતિમ જવાબ કીના આધારે પરિણામ તૈયાર કરવામાં આવશે. કોઈપણ વ્યક્તિગત વિદ્યાર્થીને તેના / તેણીના પડકારની સ્વીકૃતિ અથવા અસ્વીકાર વિશે જાણ કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો: CTET 2021 Answer key: CBSE CTET આન્સર કી થઈ જાહેર, જાણો કેવી રીતે નોંધાવાશે ઓબ્જેક્શન

આ પણ વાંચો: GATE 2022 પરીક્ષા મોકૂફ રાખવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ દાખલ, ટૂંક સમયમાં થશે સુનાવણી

g clip-path="url(#clip0_868_265)">