UPSC-IAS માટે ફ્રી કોચિંગ આપી રહ્યો છે એક્ટર સોનુ સૂદ, જાણો કેવી રીતે મળશે એડમિશન

|

Sep 14, 2022 | 8:14 PM

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ યુપીએસસી ફ્રી કોચિંગ આપી રહ્યો છે. સમગ્ર દેશમાંથી ઉમેદવારો યુપીએસસી સ્કોલરશિપ સ્કીમનો (UPSC Scholarship Scheme) લાભ લઈ શકે છે. આનો લાભ કોણ અને કેવી રીતે લઈ શકશે? કેવી રીતે અને ક્યાં એપ્લાય કરવું? આ સમાચારમાં વિગતો આપવામાં આવી છે. એપ્લિકેશન ફોર્મ અને નોટિફિકેશનની લિંક પણ આપવામાં આવી છે.

UPSC-IAS માટે ફ્રી કોચિંગ આપી રહ્યો છે એક્ટર સોનુ સૂદ, જાણો કેવી રીતે મળશે એડમિશન
Sonu Sood UPSC IAS Free Coaching

Follow us on

કોરોનાકાળમાં લોકોના મસીહા બન્યા બાદ એક્ટર સોનુ સૂદે હવે યુવાનોને આઈએએસ બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનનું સૂત્ર છે- ‘આઈએએસ બના, દેશ બના’. આ માટે સોનુ સૂદ ફાઉન્ડેશન યુપીએસસી ફ્રી કોચિંગ સ્કીમ (UPSC Free Coaching Scheme) લાવ્યું છે. આ સ્કીમનો દેશના ખૂણે ખૂણેથી લોકો લાભ લઈ શકે છે. આની મદદથી તમે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી માટે દેશના બેસ્ટ કોચિંગ સેન્ટરોમાં એડમિશન મેળવી શકશો. આ માટે તમારે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. એક્ટર સોનુ સૂદની (Actor Sonu Sood) આ આઈએએસ કોચિંગ સ્કોલરશિપ સ્કીમનું નામ છે સંભવમ. આનો લાભ કોણ અને કેવી રીતે લઈ શકશે? કેવી રીતે અને ક્યાં એપ્લાય કરવું? આ સમાચારમાં વિગતો આપવામાં આવી છે. એપ્લિકેશન ફોર્મ અને નોટિફિકેશનની લિંક પણ આપવામાં આવી છે.

IAS Free Coaching માટે કેવી રીતે એપ્લાય કરવું?

સોનુ સૂદની મફત યુપીએસસી કોચિંગ ક્લાસ સ્કીમ સંભવમ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. એપ્લાય કરવા માટે સૂદ ચેરિટી ફાઉન્ડેશનની વેબસાઇટ soodcharityfoundation.org પર જઈને કરી શકો છો. ફોર્મ ભરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો-

  • Sonu Sood Foundationની વેબસાઈટ પર જશો કે તરત જ તમને હોમ પેજ પર IAS Scholarship Schemeનું બેનર દેખાશે. તેને ક્લિક કરો.
  • સંભવમ 2022-23નું પેજ ખુલશે. આ પેજ પર આપેલી બધી ડિટેઈલ સારી રીતે વાંચો. તે પછી પેજના અંતમાં Apply Now ટેબ પર ક્લિક કરો.
  • એપ્લિકેશન પેજ પર આપેલ પૂરી ગાઈડલાઈન વાંચો. તે પછી તમારે તમારું નામ, મોબાઈલ નંબર, શહેર, સરનામું, ઈમેલ આઈડી, ક્વોલિફિકેશન, માર્કસ, સિવિલ સર્વિસ માટે પસંદ કરેલ વિષય અને અન્ય જરૂરી જાણકારી ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
  • પહેલા પેજ પર માંગવામાં આવેલી જાણકારી ભર્યા પછી Next બટન પર ક્લિક કરો. હવે બીજા પેજ પર ફી ભરી પ્રોસેસ પૂરી કરો. તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે. સૂદ ફાઉન્ડેશન Divine India Youth Association એટલે કે DIYA સાથે મળીને સંભવમ કાર્યક્રમ ચલાવી રહ્યું છે. આ ફી સૂદ દિયા દ્વારા લેવામાં આવી રહી છે. તમે 25 સપ્ટેમ્બર 2022 સુધી અરજી કરી શકો છો.

કોને મળશે Sonu Sood IAS Scholarship?

એપ્લાય કરનાર ઉમેદવારોએ ઓનલાઈન ટેસ્ટ આપવો પડશે. આમાં ક્વોલિફાય થનારા વિદ્યાર્થીઓએ ફાઉન્ડેશન પાસે તમામ જરૂરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જમા કરાવવાના રહેશે. જો કોઈપણ જાણકારી ખોટી જણાશે તો તે ઉમેદવારની સ્કોલરશિપ રદ કરવામાં આવશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

યુપીએસસી ફ્રી ઓનલાઈન કોચિંગ માટે એવા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે, જેઓ આર્થિક રીતે નબળા હશે, સુવિધાઓથી વંચિત હશે પરંતુ લાયકાત ધરાવતા હશે.

એક્ટર સોનુ સૂદની પહેલ Sambhavam Free IAS Coaching Notification માટે અહીં ક્લિક કરો.

સંભવમ UPSC Free Online Coaching નું ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.

Next Article