AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Air Force Recruitment 2021: Group C Civilian પોસ્ટ માટે 1,524 ખાલી જગ્યાઓ, નોકરી મેળવવાની સુવર્ણ તક

Indian Air Force Group C Recruitment 2021: ભારતીય વાયુસેનાએ તાજેતરમાં સ્ટેનો, સુપ્રિટેન્ડન્ટ, કૂક, હાઉસ કિપીંગ સ્ટાફ, MTS, LDC, CS અને SMW, સુથાર, લોન્ડ્રીમેન, આયા, હિન્દી ટાઇપિસ્ટ અને વિવિધ પદ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

Indian Air Force Recruitment 2021: Group C Civilian પોસ્ટ માટે 1,524 ખાલી જગ્યાઓ, નોકરી મેળવવાની સુવર્ણ તક
Heena Chauhan
| Edited By: | Updated on: Apr 03, 2021 | 10:32 PM
Share

Indian Air Force Group C Recruitment 2021: ભારતીય વાયુસેનાએ તાજેતરમાં સ્ટેનો, સુપ્રિટેન્ડન્ટ, કૂક, હાઉસ કિપીંગ સ્ટાફ, MTS, LDC, CS અને SMW, સુથાર, લોન્ડ્રીમેન, આયા, હિન્દી ટાઇપિસ્ટ અને વિવિધ પદ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ગ્રુપ સી (Group C) હેઠળની પોસ્ટ્સ સંબંધિત વિષયમાં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન મોડ દ્વારા પોસ્ટ્સ પર અરજી કરી શકે છે.

ગ્રુપ સી સિવિલિયન (Group C Civilian) પોસ્ટ્સ માટે વિવિધ એરફોર્સ સ્ટેશનો/એકમોમાં કુલ 1,524 ખાલી જગ્યાઓ ભરતી કરવામાં આવશે. ઉમેદવારોને કોઈપણ પોસ્ટ પર અરજી કરતા પહેલા સૂચના વાંચવાની સલાહ આપવામાં આવે છે. ઉમેદવારો પાત્રતા, લાયકાત, વયમર્યાદા, પસંદગીના માપદંડ અને અન્ય વિગતો માટે આ સૂચનાનો સંદર્ભ લઈ શકે છે.

યોગ્ય ઉમેદવારો ખાલી જગ્યાઓ અને લાયકાતોને આધિન તેમની પસંદગીના ઉપરોક્ત કોઈપણ એરફોર્સ સ્ટેશન પર અરજી કરી શકે છે. અરજી ફોર્મ હિન્દી અને અંગ્રેજીમાં (English/Hindi) હશે. ફૉર્મ ભરતા સમયે ફૉર્મમાં જણાવેલ બધી માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરવી. એક વાર ફૉર્મ સબમિટ થઈ ગયા પછી સુધારા વધારા કરી શકાશે નહીં. ઈન્ડિયન એરફોર્સની ઓફિશિયલ વેબસાઈટ indianairforce.nic.in પર જઈને અરજી ફૉર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. વધારાની માહિતી ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પર જઈને જાણી શકે છે. આ પોસ્ટની છેલ્લી તારીખ 2 મે 2021 છે.

ભારતીય વાયુ સેના જૂથ સી ભરતી 2021 વિગતો

વિગતો પોસ્ટસ
વેસ્ટર્ન એર કમાન્ડ યુનિટ (Western Air Command Unit) 362
સાઉથર્ન એર કમાન્ડ યુનિટ (Southern Air Command Unit) 28
ઇસ્ટર્ન એર કમાન્ડ યુનિટ્સ (Eastern Air Command Units) 132
સેન્ટ્રલ એર કમાન્ડ યુનિટ્સ (Central Air Command Units) 116
જાળવણી કમાન્ડ એકમો (Maintenance Command Units) 479
તાલીમ કમાન્ડ એકમ (Training Command Unit) 407

ભારતીય વાયુસેના જૂથ સી ભરતી 2021 પસંદગીના માપદંડ

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષણના આધારે કરવામાં આવશે જે ચાર ભાગમાં સમાવિષ્ટ હશે (1) General Intelligence and Reasoning (2) Numerical Aptitude (3) General English (4) General Awareness. પેપર અંગ્રેજી અને હિન્દીમાં હશે. ઉમેદવારોની પસંદગી માટે તેમના મેરીટને આધારે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે, તેમાંથી તેમની skill/physical/practical ગુણને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવશે.

પોસ્ટને લગતી સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">