AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zomato IPO – પહેલાં જ દિવસે બનાવ્યો અઢળક કમાણીનો રેકોર્ડ, ફાઉન્ડર દીપેન્દ્ર ગોયલનો Super Rich લોકોમાં સમાવેશ

નિષ્ણાતો દ્વારા ઝોમેટોના આઈપીઓનું મૂલ્યાંકન આશરે 60,000 કરોડ રૂપિયાનું માનવામાં આવ્યું હતું. પરંતુ આઈપીઓને 38 ગણી વધુ બોલી મળી, કંપનીની ઉત્તમ લિસ્ટીંગને કારણે તેના સ્થાપક દીપેન્દ્ર ગોયલ ભારતના સુપર રિચ બિલીયોનેરની યાદીમાં આવી ગયાં છે.

Zomato IPO - પહેલાં જ દિવસે બનાવ્યો અઢળક કમાણીનો રેકોર્ડ, ફાઉન્ડર દીપેન્દ્ર ગોયલનો Super Rich લોકોમાં સમાવેશ
Zomato
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 11:12 PM
Share

ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ પોતાનો આઈપીઓ બજારમાં રજૂ કરીને જબરદસ્ત રેકોર્ડ બનાવ્યો છે. લિસ્ટિંગ પછી, શુક્રવારે કંપનીના શેરમાં જબરદસ્ત ઉછાળો આવ્યો. તે 53 53 ટકાના પ્રીમિયમ સાથે સૂચિબદ્ધ થયો. શેર 76 રૂપિયાના આઈપીઓ પ્રાઈસથી શરૂ થઈને 115 રુપિયા સુધી પહોંચી ગયો છે. બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) પર તે 126 રૂપિયા પર બંધ રહ્યો હતો.

કંપનીને બમ્પર કમાણી થઈ, જેના કારણે તેની બજાર કિંમત 98,732 કરોડ રૂપિયા થઈ ગઈ. કમાણીની બાબતમાં, ઝોમાટોએ ટાટા મોટર, મહિન્દ્રા અને મહિન્દ્રા અને કોલ ઈન્ડિયા જેવી મોટી કંપનીઓને પણ પાછળ છોડી દીધી છે.

નિષ્ણાતો દ્વારા ઝોમેટોના આઈપીઓનું મૂલ્યાંકન આશરે 60,000 કરોડ રૂપિયાનું માનવામાં આવ્યું હતું. પરંતુ આઈપીઓને 38 ગણી વધુ બોલી મળી, જેણે દરેકને આશ્ચર્યમાં મુકી દીધાં. ઝોમેટો(ZOMATO)ની સફળતા નવી યુગની ટેક કંપનીઓને તેમના મર્ચન્ટ બેંકરો સાથે આગળ  વધવાનો વિશ્વાસ અપાવશે.

કંપનીની ઉત્તમ લિસ્ટીંગને કારણે, તેના સ્થાપક દીપેન્દ્ર ગોયલ ભારતના સુપર રિચ બિલીયોનેરની યાદીમાં આવી ગયાં છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, કંપનીમાં દિપેન્દ્ર ગોયલની  ભાગીદારી 7.7 ટકા છે અને હાલમાં તેની કિંમત 650 મિલીયન ડોલર હોવાનો અંદાજ છે.

આ સિવાય તેમની પાસે કંપનીમાં 368 મિલિયનનો ઓપ્શન સ્ટોક પણ છે, જે તેને આગામી છ વર્ષમાં મળશે. બંનેની સાથે ગણતરી કરવામાં આવે તો કંપનીમાં તેમનો હિસ્સો બમણો થઈ જાય છે. કંપનીની માર્કેટ કેપ 13.3 બિલીયન ડોલર છે.

દિપેન્દ્ર ગોયલે આઈઆઈટી(IIT)માંથી કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ દરમિયાન પિઝા મંગાવવાની સમસ્યા પછી, તેણે મિત્રો સાથે ઓનલાઇન ફૂડ ડિલિવરી શરૂ કરી. આમાં, નજીકનાં કાફે અને રેસ્ટોરન્ટને ફોન નંબરની મદદથી જોડ્યા હતા. જ્યારે તેની પત્નીને દિલ્હી યુનિવર્સિટીમાં નોકરી મળી ત્યારે તેણે પોતાની નોકરી છોડી દીધી અને ફુલ ટાઈમ એન્ટરપ્રેન્યોરશીપ(Entrepreneurship) શરૂ કરી.

શરૂઆતમાં સંજીવ બિખચંદાની(Sanjeev Bikhchandani)એ આ કંપનીમાં રોકાણ કર્યું અને ત્યારબાદ કંપનીનું નામ બદલીને ઝોમેટો કરવામાં આવ્યું. ત્યારબાદ કંપનીને ટાઇગર ગ્લોબલ મેનેજમેન્ટ, જેક માની એન્ટ ફાઇનાન્શિયલ અને Sequoia Capital જેવા વૈશ્વિક રોકાણકારો પાસેથી ભંડોળ મળ્યું.

કંપનીનો કારોબાર વિશ્વના 19 દેશોમાં ફેલાયેલો છે. આ કંપની 100 શહેરોમાં ફૂડ ડિલિવરી કરે છે. કંપનીનો વ્યવસાય તુર્કી, બ્રાઝિલ, ન્યુઝીલેન્ડ, ઇન્ડોનેશિયા જેવા દેશોમાં ફેલાયેલો છે.

આ પણ વાંચો : આગામી વર્ષે બંધ કરાશે પ્લાસ્ટિકની આ ચીજવસ્તુઓ, સરકારે સંસદમાં રજુ કર્યો પ્લાન

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">