Income Tax : માતા પિતાની સંભાળ કરમુક્તિનો લાભ આપશે, જાણો કઈ રીતે

|

Jan 18, 2022 | 11:37 AM

આ ઉપરાંત કેટલીક પરોક્ષ રીતો છે જેના દ્વારા તમે ટેક્સ બચાવી શકો છો. આને માતા-પિતાના નામે કેટલીક વીમા યોજનાઓ અથવા બચત યોજનાઓમાં રોકાણ કરી શકાય છે.

Income Tax : માતા પિતાની સંભાળ કરમુક્તિનો લાભ આપશે, જાણો કઈ રીતે
માતા - પિતાની સેવા તમને કર બચતનો લાભ આપશે

Follow us on

Income Tax Saving Tips: આવકવેરો જમા કરતી વખતે આપણે બચત યોજનાઓમાં રોકાણ કરીએ છીએ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), વીમા પોલિસી, વીમો, હોમ લોન અને ભાડા જેવી વસ્તુઓ પર છૂટ મેળવીએ છીએ. ટેક્સ પર બચત કરવાના ઘણા રસ્તાઓ છે જેને અપનાવીને તમે ટેક્સ બચાવી શકો છો તેમજ તમારી બચત અને રોકાણ વધારી શકો છો. આ ઉપરાંત કેટલીક પરોક્ષ રીતો છે જેના દ્વારા તમે ટેક્સ બચાવી શકો છો. આને માતા-પિતાના નામે કેટલીક વીમા યોજનાઓ અથવા બચત યોજનાઓમાં રોકાણ કરી શકાય છે.

અહીં અમે ટેક્સ બચાવવાના આવા ત્રણ રસ્તાઓ વિશે જણાવી રહ્યા છીએ. આ બચત પદ્ધતિઓ એવા લોકો માટે મદદરૂપ છે જેમના માતા-પિતા કરના દાયરામાંથી બહાર છે અથવા જેમની આવક કરપાત્ર આવક કરતાં ઓછી છે.

માતા-પિતાને ભેટ

તમે તમારી કરપાત્ર આવક માતાપિતાને ભેટ તરીકે આપી શકો છો અને તેમના નામે રોકાણ કરી શકો છો. વરિષ્ઠ નાગરિકો માટે મૂળભૂત કર મુક્તિ મર્યાદા રૂ. 3 લાખ જ્યારે 80 વર્ષ અને તેથી વધુ વયના નાગરિકો માટે રૂ. 5 લાખ સુધીની આવક ટેક્સમાંથી મુક્તિ છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો માટે બેંક અથવા પોસ્ટ ઓફિસ ડિપોઝિટ પર કમાણી કરાયેલ રૂપિયા 50,000 નું વ્યાજ કરમુક્ત છે. જો તમારા માતા-પિતાની આવક મૂળભૂત મુક્તિ મર્યાદા કરતાં વધી ગઈ હોય તો પણ તમે તેમના ટેક્સ સ્લેબ મુજબ તેમના નામે રોકાણ કરીને ટેક્સ મુક્તિનો લાભ લઈ શકો છો.

માતા-પિતાને તેમના બાળક તરફથી મળતી રોકડ ભેટ કરમુક્ત છે. અને આવા રોકાણમાંથી મળેલી આવક કરપાત્ર આવકમાં ઉમેરવામાં આવશે નહીં.

માતાપિતા માટે આરોગ્ય વીમો

જો તમારા માતા-પિતા પાસે કોઈપણ પ્રકારનો સ્વાસ્થ્ય વીમો નથી તો તમે તેમના માટે હેલ્થ પોલિસી ખરીદી શકો છો. આવકવેરાની કલમ 80D હેઠળ જો માતા-પિતાની ઉંમર 60 વર્ષથી ઓછી હોય તો આરોગ્ય વીમા પર 25,000નો દાવો કરી શકાય છે. જો માતાપિતાની ઉંમર 60 વર્ષથી વધુ હોય તો કર મુક્તિ મર્યાદા રૂ. 50,000 છે. નોંધનીય છે કે આ કર મુક્તિ મર્યાદાથી અલગ છે. કલમ 80D હેઠળ 25,000 રૂપિયા છે. કલમ 80D હેઠળ તમે તમારા પોતાના પરિવાર માટે સ્વાસ્થ્ય વીમા પર કર મુક્તિ મેળવી શકો છો.

ભાડા પર HRA નો દાવો

જો તમે પગારદાર કર્મચારી છો તો તમે તમારા માતાપિતાને ભાડું ચૂકવીને ટેક્સ બચાવી શકો છો. ધ્યાન રાખો કે મિલકત માતા-પિતાના નામે જ હોવી જોઈએ.

વિકલાંગ માતાપિતાની સેવાથી કરમાં મુક્તિ

તમે આવકવેરામાં વિકલાંગ માતા-પિતા પર થયેલા ખર્ચનો દાવો કરી શકો છો. આવકવેરાની કલમ 80DD હેઠળ, જો કોઈના માતા-પિતા અક્ષમ હોય તો તે વ્યક્તિ આવકવેરામાં છૂટ મેળવી શકે છે. વિકલાંગ માતા-પિતાને 75000 સુધીના ખર્ચ પર કર મુક્તિનો લાભ મળે છે પણ 40% સુધી દિવ્યાંગ હોવું જરૂરી છે. જો પરિવારમાં બે ભાઈઓ હોય તો બંને પોતાના માતા-પિતા પર ખર્ચ કરતા હોય તો જોવામાં આવશે કે તેમનો ખર્ચ કેટલો છે. જો બંને ભાઈઓ 75-75 હજાર રૂપિયા ખર્ચ કરે તો બંને ભાઈઓ ઈન્કમ ટેક્સ ક્લેમ કરી શકે છે.

આ પણ વાંચો : ઈલેક્ટ્રિક વાહનોનો વધી રહ્યો છે ક્રેઝ, ચાર્જીંગ સ્ટેશન બિઝનેસવાળા આ 5 સ્ટોક કરી શકે છે તમને માલામાલ

આ પણ વાંચો : SEBI એ IPO સંબંધિત નિયમોમાં કર્યા ફેરફાર, શું રોકાણકારો ઉપર પડશે કોઈ અસર? જાણો અહેવાલ દ્વારા

Next Article