Yes Bank ના ખરાબ દિવસો જલ્દી દૂર થશે, દેવામાંથી મળશે છુટકારો, નવી મૂડી પણ આવશે

|

May 18, 2022 | 11:47 PM

Yes Bank: ઇક્વિટી કંપનીઓ કાર્લાઇલ અને એડવેન્ટ યસ બેંકમાં હિસ્સો ખરીદી શકે છે. આ વાતચીત ચાલી રહી છે. આ સાથે યસ બેંકને બિઝનેસ વિસ્તરણ માટે મૂડી મળશે.

Yes Bank ના ખરાબ દિવસો જલ્દી દૂર થશે,  દેવામાંથી મળશે છુટકારો, નવી મૂડી પણ આવશે
yes bank

Follow us on

યસ બેંક (Yes Bank )ના સારા દિવસો ટૂંક સમયમાં પાછા આવવાના છે. બેંકની બેડ લોનની સમસ્યા ખતમ થવા જઈ રહી છે. તેને નવી મૂડી પણ મળવાની છે. સૂત્રોએ આ માહિતી આપી છે. એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ARC) તેની મદદ કરી રહી છે. આ અંગે સર્બેરસ અને જેસી ફ્લાવર્સ સાથે વાતચીત ચાલી રહી છે. આ ડીલ અંતિમ તબક્કામાં છે.બીજી તરફ, ઇક્વિટી કંપનીઓ કાર્લાઇલ અને એડવેન્ટ યસ બેન્કમાં હિસ્સો ખરીદી શકે છે. આ વાતચીત ચાલી રહી છે. આ સાથે યસ બેંકને બિઝનેસના વિસ્તરણ માટે મૂડી મળશે.

સૂત્રોએ જણાવ્યું કે યસ બેંકની લગભગ 50,000 કરોડ રૂપિયાની બેડ લોન વેચાણ માટે ફાઇનલ કરવામાં આવી રહી છે. બેંકે આમાંથી 70-75 ટકા વેચાણ માટે ઉપલબ્ધ કરાવ્યા છે. યસ બેંકે અગાઉ કહ્યું હતું કે ARCને બેડ લોનનું ટ્રાન્સફર આ વર્ષે જૂન સુધીમાં કરવામાં આવશે. ARC સાથેના સોદામાં, બેડ લોન વેલ્યુના 15 ટકા યસ બેંકને અપફ્રન્ટ પેમેન્ટ તરીકે આપવામાં આવશે. બદલામાં, બેંક ARCમાં 20 ટકા હિસ્સો ખરીદશે.

રિકવરીની સ્થિતિમાં યસ બેંકને રિકવરી રકમના 85 ટકા મળશે. બેંકમાં મૂડીના ઇન્ફ્યુઝન માટે ARC સાથે વ્યવહાર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આના બે કારણો છે. પ્રથમ, તે બેડ લોનના મૂલ્યનો ખ્યાલ આપે છે અને રિકવરીનું સ્પષ્ટ ચિત્ર આપે છે. બીજું, એસેટ ક્વોલિટી અંગેની ચિંતા ઓછી થાય છે અને બેડ લોન બુકમાંથી ક્લિયર થાય છે. આ દ્વિ-માર્ગીય ડીલથી યસ બેંકને ઘણો ફાયદો થઈ શકે છે. તેના ખરાબ દિવસો પૂરા થઈ શકે છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

જો કે, આ સોદા અંગે કાર્લાઈલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે બજારમાં ચાલી રહેલી અટકળો પર ટિપ્પણી કરી શકતા નથી.” યસ બેંક, કાર્લાઈલ, એડવેન્ટ, સર્બેરસ, જેસી ફ્લાવર્સે અમારા પ્રશ્નોના જવાબ આપ્યા નથી.

લગભગ બે વર્ષ પહેલા યસ બેંકમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું હતું. આ બેંક નાદારીની આરે હતી. આરબીઆઈએ સમયસર હસ્તક્ષેપ કરીને તેને ડૂબતી બચાવી હતી, તેણે એસબીઆઈના નેતૃત્વ હેઠળ તેના પુનરુત્થાન માટે એક યોજના બનાવી. હવે યસ બેંકની સ્થિતિ સુધરી રહી છે. બુધવારે યસ બેન્કના શેરમાં 4.51 ટકાનો ઉછાળો આવ્યો હતો. NSE પર બેન્કના શેર રૂ. 13.90 પર બંધ થયા હતા. છેલ્લા છ મહિનામાં આ શેરે 10 ટકાથી વધુ વળતર આપ્યું છે.

Next Article