આજથી સરકારી કર્મચારીઓને કોરોનાકાળમાં અપાયેલી વિશેષ છૂટ પરત ખેંચી લેવાઈ,જાણો શું કરાયો ફેરફાર

|

Nov 08, 2021 | 8:08 AM

માર્ચ 2020 માં દેશમાં કોરોનાએ દસ્તક દીધા બાદ લોકડાઉન લાગુ કરાયું હતું. કોરોનની બીજી ળહેરના દેશમાં ગંભીર પરિણામ જોવા મળ્યા હતા. સરકારે સીધો સંપર્ક અને સંક્રમણના ફેલાવાને અટકાવવા માટે આ સમયગાળા દરમ્યાન બાયોમેટ્રિક હાજરીમાંથી સરકારી બાબુઓને મુક્તિ આપી હતી.

આજથી સરકારી કર્મચારીઓને કોરોનાકાળમાં અપાયેલી વિશેષ છૂટ પરત ખેંચી લેવાઈ,જાણો શું કરાયો ફેરફાર
biometric attendance

Follow us on

કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને કોરોના મહામારીના કારણે આપેલી સુવિધા પરત ખેંચી છે. આજે 8 નવેમ્બરથી તમામ સ્તરના કર્મચારીઓ માટે બાયોમેટ્રિક હાજરી નોંધાવવાની રહેશે. Ministry of Personnel, Public Grievances and Pensions એ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે.

કોરોનાથી સલામતીને ધ્યાનમાં રાખીને બાયોમેટ્રિક મશીનોની બાજુમાં સેનિટાઇઝર ફરજિયાતપણે મૂકવામાં સાથે હાજરી નોંધાવતા પહેલા અને પછી તમામ કર્મચારીઓ તેમના હાથને સેનિટાઇઝ કરે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી વિભાગના વડાને સોંપવામાં આવી છે.

મંત્રાલયે જણાવ્યું છે કે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઓફિસોમાં દરેક સમયે કોવિડ-પ્રોટોકોલનું સખતપણે પાલન કરશે. નોંધપાત્ર રીતે કોરોના વાયરસ રોગચાળાના ફાટી નીકળવાના કારણે કર્મચારીઓને અગાઉ બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિ આપવામાં આવી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

તમામ મંત્રાલયો અને વિભાગોમાં આદેશ જારી કરાયા
મંત્રાલયે આ અંગે કેન્દ્ર સરકારના તમામ વિભાગોને આદેશ જારી કર્યો છે. આદેશમાં મંત્રાલય દ્વારા સૂચના આપવામાં આવી છે કે તમામ કર્મચારીઓએ હાજરી નોંધાવતી વખતે છ ફૂટનું સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ. જો જરૂરી હોય તો ભીડને ટાળવા માટે વધારાના બાયોમેટ્રિક એટેન્ડન્સ મશીનો ઇન્સ્ટોલ કરવામાં આવી શકે છે.

બેઠકો માત્ર ઓનલાઈન મોડ દ્વારા જ યોજાશે.
મંત્રાલયે કોરોના સામે રક્ષણ માટે કર્મચારીઓ માટે દરેક સમયે માસ્ક અથવા ફેસ કવર પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. ઓર્ડર હેઠળ બાયોમેટ્રિક હાજરીની નોંધણી કરવા માટે ઉતાવળ કે બીડ કરવી નહિ પરંતુ તમારા વારાની રાહ જોવા સાથે વિભાગીય બેઠકો અંગેના આદેશમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકો કરવાની રહેશે.

કોરોનાકાળમાં અપાઈ હતી છૂટ
માર્ચ 2020 માં દેશમાં કોરોનાએ દસ્તક દીધા બાદ લોકડાઉન લાગુ કરાયું હતું. કોરોનની બીજી ળહેરના દેશમાં ગંભીર પરિણામ જોવા મળ્યા હતા. સરકારે સીધો સંપર્ક અને સંક્રમણના ફેલાવાને અટકાવવા માટે આ સમયગાળા દરમ્યાન બાયોમેટ્રિક હાજરીમાંથી સરકારી બાબુઓને મુક્તિ આપી હતી. દેશમાં 100 કરોડ વેક્સિનેશન ડોઝ પુરા થવા સાથે સ્થિતિ હવે કાબુમાં નજરે પડતા ફરી પ્રિ કોવીડ સ્તરની કામગીરીઓ શરૂ થઇ રહી છે. સરકારે ૮ નવેમ્બરથી ફરી બાયોમેટ્રિક હાજરી ફરજીયાત બનાવી છે.

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : આજે સવારે 6 વાગે પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો તમારા શહેરમાં શું છે 1 લીટર ઇંધણની કિંમત

આ પણ વાંચો : હવે તમારો LPG સિલિન્ડર કેટલો ગેસ બાકી છે તે જણાવશે! જાણો સ્માર્ટ LPG Composite Cylinder વિશે

Next Article