GeM પોર્ટલની મદદથી ખરીદ પ્રક્રિયા બની સરળ અને પારદર્શક, 6 મહિનામાં થયો 67 કરોડનો બિઝનેસ

|

Oct 13, 2021 | 11:46 PM

ઉત્તર પશ્ચિમ રેલવેના આ પગલાએ ભારત સરકારના ડિજિટલ ઈન્ડિયા અભિયાનમાં કાર્યક્ષમ, અસરકારક અને સસ્તી ગવર્નંન્સ સુનિશ્ચિત કરવા યોગદાન આપ્યું છે.

GeM પોર્ટલની મદદથી ખરીદ પ્રક્રિયા બની સરળ અને પારદર્શક, 6 મહિનામાં થયો 67 કરોડનો બિઝનેસ
GeM પોર્ટલની મદદથી સરળ અને પારદર્શક બની ખરીદ પ્રક્રિયા

Follow us on

GeM (Government E-Market Place) પોર્ટલનો ઉપયોગ રેલવે દ્વારા ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ અને સેવાઓ સાથેની ખરીદીને સરળ અને પારદર્શક બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે, જેથી દરેક સ્તરે વેચનારનું કામ સરળતાથી અમલમાં આવી શકે.

 

વિજય શર્મા, જનરલ મેનેજર – નોર્થ વેસ્ટર્ન રેલવેના માર્ગદર્શન અને તેમના ઈન્ફોર્મેશન ટેકનોલોજી અનુભવની સાથે ઉત્તર પશ્ચિમ રેલવે પર આ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં 67 કરોડ રૂપિયાથી વધુની ખરીદી કરવામાં આવી છે. જે ડિજિટલ ઈન્ડિયા તરફ આગળ વધી રહેલા પગલાં સૂચવે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

ઉત્તર પશ્ચિમ રેલવે જીઈએમનો મહત્તમ ઉપયોગ કરે છે

ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી કેપ્ટન શશી કિરણના જણાવ્યા મુજબ ઉત્તર પશ્ચિમ રેલવે માલ અને સેવાઓની પ્રાપ્તિમાં GeMના ઉપયોગમાં અગ્રેસર છે અને તેનો વ્યાપક ઉપયોગ કરીને ખરીદી પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવી છે. GeM પોર્ટલ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે, જ્યાં સરકારી ખરીદી કરવામાં આવે છે. તે એક સરકારી ખરીદી પોર્ટલ છે અને ફ્લિપકાર્ટ અને એમેઝોન પર કરવામાં આવેલી વ્યક્તિગત ખરીદીની જેમ જ કામ કરે છે.

 

પોર્ટલ પર 67 કરોડનો બિઝનેસ થયો

GeM પોર્ટલનો ઉપયોગ વર્ષ 2017થી રેલવે પર થઈ રહ્યો છે અને તેના દ્વારા ખરીદીનો દર પ્રતિ વર્ષે વધી રહ્યો છે. ઉત્તર પશ્ચિમ રેલવે પર આ નાણાંકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં જીઈએમ મારફતે 67 કરોડ રૂપિયાથી વધુની ખરીદી/સેવાઓ પ્રાપ્ત કરવામાં આવી છે, જે વર્ષ 2020-21 માટે કુલ ખરીદી કરતાં 31 ટકા વધારે છે.

 

GeMની મદદથી સેવાઓને સરળ બનાવવામાં આવી

ઉત્તર પશ્ચિમ રેલવેના આ પગલાએ ભારત સરકારના ડિજિટલ ઈન્ડિયા અભિયાનમાં કાર્યક્ષમ, અસરકારક અને સસ્તી ગવર્નંન્સ સુનિશ્ચિત કરવા યોગદાન આપ્યું છે. નોર્થ વેસ્ટર્ન રેલવેએ પોર્ટલનો ઉપયોગ કરીને માલ અને સેવાઓની પ્રાપ્તિમાં વાહન અને મેન પાવર હાયરિંગ સર્વિસ જેવી તમામ સામાન્ય સેવાઓને સરળ બનાવી છે, જેથી તમામ સ્તરના વિક્રેતાઓ ટેન્ડર પ્રક્રિયામાં કોઈપણ મુશ્કેલી વગર સરળતાથી ભાગ લઈ શકે.

 

ઉત્તર પશ્ચિમ રેલવે પર માલ અને સેવાઓની પ્રાપ્તિ માટે GeM પોર્ટલનો ઉપયોગ ભારત સરકારના ડિજિટલ ઈન્ડિયા મિશન હેઠળ પારદર્શિતા, અર્થતંત્ર અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવામાં નોંધપાત્ર ભૂમિકા રજૂ કરે છે.

 

 

આ પણ વાંચો :  “એક જ ઘરમાં 5 વખત દરોડા પાડવાની શું જરૂર છે?” શરદ પવારનો આરોપ- ભાજપ કરી રહી છે ED, CBI અને NCBનો દુરુપયોગ 

 

Next Article