WIPRO Q1 RESULTS : AZIM PREMJI ની કંપનીએ જૂન ક્વાર્ટરમાં નફામાં 35 ટકાનો વધારો નોંધાવ્યો, જાણો વિગતવાર

|

Jul 16, 2021 | 7:28 AM

IT કંપની WIPROએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2021 ના ​​ક્વાર્ટરમાં પણ કંપનીની આવક વધવાની ધારણા છે. કંપનીને અપેક્ષા છે કે આ સમયગાળા દરમિયાન તેની આવક 253.50 કરોડથી 258.3 કરોડ ડોલરની વચ્ચે હોઈ શકે છે.

WIPRO Q1 RESULTS : AZIM PREMJI ની કંપનીએ જૂન ક્વાર્ટરમાં નફામાં 35 ટકાનો વધારો નોંધાવ્યો, જાણો વિગતવાર
AZIM PREMJI

Follow us on

WIPRO Q1 RESULTS : દેશની દિગ્ગ્જ આઇટી કંપની વિપ્રો(WIPRO)નો એકીકૃત ચોખ્ખો નફો જૂન 2021 ના ​​ત્રિમાસિક ગાળામાં 35.6 ટકા વધ્યો છે. આ દરમિયાન કંપનીને 3,242.6 કરોડ રૂપિયાનો એકીકૃત ચોખ્ખો નફો થયો છે. જૂન 2020 ના ત્રિમાસિક ગાળામાં વિપ્રોનો નેટ પ્રોફિટ 2,390.4 કરોડ રૂપિયા હતો. જૂન ક્વાર્ટર (June 2021 Quarter) માં કંપનીની Operations Revenue 22.3 ટકા વધીને રૂ 18,252.4 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ 14,913.1 કરોડ હતી.

વિપ્રો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કમાણીમાં 7 ટકાની વૃદ્ધિની અપેક્ષા
આઇટી કંપની વિપ્રોએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2021 ના ​​ક્વાર્ટરમાં પણ કંપનીની આવક વધવાની ધારણા છે. કંપનીને અપેક્ષા છે કે આ સમયગાળા દરમિયાન તેની આવક 253.50 કરોડથી 258.3 કરોડ ડોલરની વચ્ચે હોઈ શકે છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની કમાણી જૂન ક્વાર્ટરથી 7 ટકા વધશે તેવી આશા છે. નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન આઇટી સર્વિસીસ (Revenue form IT Services) ની કંપનીની આવક 241.45 કરોડ ડોલર રહી છે. ત્રિમાસિક ધોરણે સેગમેન્ટની આવકમાં 12.2 ટકા અને વાર્ષિક ધોરણે 25.7 ટકાનો વધારો થયો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જૂનમાં પ્રથમ વખત 75 કરોડ ડોલરનુંડોલર ડોમિનેટેડ બોન્ડ રજૂ કરાયું
વિપ્રોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર થિયરી ડેલાપોર્ટે જણાવ્યું હતું કે કોરોના સંકટ પછી પણ જૂન 2021 ક્વાર્ટર અમારા માટે ખૂબ સારું રહ્યું છે. દરેક ક્ષેત્રે વૃદ્ધિ સારી રહી હતી. વિપ્રોએ જણાવ્યું હતું કે જૂન ક્વાર્ટરમાં ઓર્ગેનિક સીકવેંશિયલ રેવેન્યુ ગ્રોથ છેલ્લા 38 ક્વાર્ટરમાં સૌથી વધુ હતો. આ સમયગાળા દરમિયાન કંપનીના કર્મચારીઓની સંખ્યામાં 12,150 નો વધારો થયો છે. આ સાથે વિપ્રો જૂનના ક્વાર્ટરમાં 2 લાખ કર્મચારીનો આંક પણ પાર કરી ગયો છે. હવે કંપનીના કર્મચારીઓની સંખ્યા વધીને 2,09,890 થઈ છે. વિપ્રોએ જૂન 2021 માં પહેલીવાર 75 કરોડ ડોલરના ડોલર ડોમિનેટેડ બોન્ડ રજૂ કર્યા છે જેની અવધિ 5 વર્ષ છે.

Published On - 7:26 am, Fri, 16 July 21

Next Article