શું ફરી એકવાર લોનની EMI નો બોજ વધશે? RBI આવતા મહિને રેપોરેટ વધારે તેવા મળી રહ્યા છે સંકેત

|

Aug 24, 2022 | 7:20 AM

બેંકો RBI પાસેથી રેપો રેટ અથવા પોલિસી રેટ પર લોન લે છે. તેથી, બેંકો તેમને મળેલી મોંઘી લોનનું વજન સામાન્ય લોકોને ટ્રાન્સફર કરશે.

શું ફરી એકવાર લોનની EMI નો બોજ વધશે? RBI આવતા મહિને રેપોરેટ વધારે તેવા મળી રહ્યા છે સંકેત
RBI (File Image)

Follow us on

ભારતીય રિઝર્વ બેંક(RBI) ફરી એકવાર રેપો રેટ(Reporate)માં વધારો કરી શકે છે. આ જાહેરાત આવતા મહિને થનારી મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક બાદ થઈ શકે છે. MPC આ વખતે રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરી શકે છે. જર્મનીની ડોઇશ બેંકે આ વધારાની આગાહી કરી છે. કોવિડ-19 પહેલાના સ્તરે લઈ જવા માટે બેંકે આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં રેપો રેટમાં 3 વખત વધારો કર્યો છે. હાલમાં પોલિસી રેટ 5.40 ટકા છે. જો તેમાં વધુ 0.25 ટકાનો વધારો થશે તો તે 5.65 ટકા સુધી પહોંચી જશે. RBIએ છેલ્લા ચાર મહિનામાં પોલિસી રેટમાં 1.40 ટકાનો વધારો કર્યો છે.

દરમાં વધારાની ગતિ ધીમી રહેશે

ડોઇશ બેંકનું કહેવું છે કે ભલે આરબીઆઈ રેપો રેટ વધારશે પરંતુ હવે દરમાં વધારાની ગતિ ધીમી પડશે. વાસ્તવમાં RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે હવે મોંઘવારી ધીમે ધીમે નિયંત્રણમાં આવશે. તેમણે એકઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફુગાવો તેની ટોચની સપાટીએ પહોંચી ગયો છે અને હવે તેને કડક પગલાં સાથે 4 ટકા સુધી નીચે લાવવામાં આવશે. તેણે કહ્યું છે કે લગભગ 2 વર્ષ લાગશે અને આ ઢીલ આપવાનો સમય નથી. આરબીઆઈના પ્રયાસો છતાં ફુગાવો કેન્દ્રીય બેંકની નિશ્ચિત મર્યાદા (2-6 ટકા) કરતા વધારે છે.

લોન મોંઘી થઈ શકે છે

જો RBI રેપો રેટ વધારશે તો બેંકો દ્વારા આપવામાં આવતી લોન મોંઘી થઈ જશે. બેંકની ઘણી લોન સીધી રેપો રેટ સાથે જોડાયેલી હોય છે. તેથી રેપો રેટમાં કોઈપણ ફેરફાર સામાન્ય લોકો સુધી પહોંચે છે. છેલ્લા 3 વખત પોલિસી રેટમાં વધારાને કારણે હોમ લોન 8 ટકાની નજીક પહોંચી ગઈ છે. આ વખતે તે 8 ટકાને પાર કરી શકે છે. આવી સ્થિતિમાં લોકો માટે લોન લેવી મોંઘી થઈ જશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

રેપો રેટ શું છે?

બેંકો RBI પાસેથી રેપો રેટ અથવા પોલિસી રેટ પર લોન લે છે. તેથી, બેંકો તેમને મળેલી મોંઘી લોનનું વજન સામાન્ય લોકોને ટ્રાન્સફર કરશે. તેવી જ રીતે, RBI બેંકો પાસેથી જે દરે નાણાં ઉછીના લે છે તેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રેતમાં કરાયેલા વધારાની સીધી અસર EMI ઉપર પડી છે. લોકો ઉપર લોનનું ભારણ વધ્યું છે.

Next Article