Paytm FASTag બેલેન્સ રિફંડ મળશે ? જાણો સંપૂર્ણ વિગત
Paytm પેમેન્ટ્સ બેંક સેવાઓ પર આરબીઆઈનો પ્રતિબંધ 15 માર્ચ પછી લાગુ થવા જઈ રહ્યો છે. જો કે આ પ્રતિબંધ ફક્ત Paytm પેમેન્ટ્સ બેંક પર જ લાદવામાં આવ્યો છે, UPI પેમેન્ટ સેવા તમારી મૂળ Paytm એપ પર ચાલુ રહેશે. Paytm પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધને કારણે, તમે હવે તમારા Paytm ફાસ્ટેગમાં નવી રકમ ઉમેરી શકશો નહીં.
જો તમારી પાસે Paytm પેમેન્ટ્સ બેંક દ્વારા આપવામાં આવેલ FASTag છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે, કારણ કે તમારા મનમાં ઘણા બધા સવાલ હશે, જેમકે 15 માર્ચ પછી FASTagનું શું થશે, શું ફાસ્ટેગનો ઉપયોગ કરી શકાશે કે નહીં ? Paytm પેમેન્ટ્સ બેંકમાં બાકી રહેલા FASTagનું બેલેન્સ રિફંડ લઈ શકાશે કે નહીં ? આજે અમે તમને આ અંગે તમામ માહિતી આપીશું.
Paytm પેમેન્ટ્સ બેંક સેવાઓ પર આરબીઆઈનો પ્રતિબંધ 15 માર્ચ પછી લાગુ થવા જઈ રહ્યો છે. જો કે આ પ્રતિબંધ ફક્ત Paytm પેમેન્ટ્સ બેંક પર જ લાદવામાં આવ્યો છે, UPI પેમેન્ટ સેવા તમારી મૂળ Paytm એપ પર ચાલુ રહેશે. Paytm પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધને કારણે, તમે હવે તમારા Paytm ફાસ્ટેગમાં નવી રકમ ઉમેરી શકશો નહીં. તેમ છતાં જ્યાં સુધી તે સમાપ્ત ન થાય ત્યાં સુધી તમે બાકીની રકમનો ઉપયોગ કરી શકો છો.
Paytm ફાસ્ટેગ બેલેન્સ રિફંડ મળશે ?
જો તમે તમારા Paytm ફાસ્ટેગના બાકીના બેલેન્સનો ઉપયોગ કરવા માંગતા નથી અને તેના બદલે રિફંડ મેળવવા માંગતા હો, તો જૂના ફાસ્ટેગમાંથી નવા ફાસ્ટેગમાં બેલેન્સ ટ્રાન્સફર કરવાની સુવિધા હાલમાં ઉપલબ્ધ નથી. જો કે તમે તેને બંધ કરી શકો છો. કોઈપણ રીતે 15 માર્ચ પછી Paytm ફાસ્ટેગ ફક્ત પસંદ કરેલા ટોલ પર જ કામ કરશે, તેથી Paytm એ પોતે જ ગ્રાહકોને સલાહ આપી છે કે તેઓ Paytm ફાસ્ટેગને બદલે અન્ય કોઈ બેંકમાંથી અન્ય ફાસ્ટેગ મેળવે.
Paytm ફાસ્ટેગને કેવી રીતે બંધ કરવું
જો તમે તમારી Paytm પેમેન્ટ્સ બેંક દ્વારા આપવામાં આવેલ ફાસ્ટેગને બંધ કરવા માંગો છો, તો તમારે આ પ્રક્રિયાને અનુસરવી પડશે.
- સૌથી પહેલા તમારી Paytm એપ પર જાઓ.
- ત્યાર બાદ સર્ચ બાર પર જાઓ અને મેનેજ FASTag સર્ચ કરો.
- આ સેક્શન ખુલતાની સાથે જ તમને Paytm Payments Bank Fastag સાથે જોડાયેલા તમામ વાહનોની યાદી દેખાશે.
- આ પછી તમે Close FASTag વિકલ્પ પર ક્લિક કરો.
- હવે તમે જે ફાસ્ટેગને બંધ કરવા માંગો છો તેને પસંદ કરો અને તેને બંધ કરો.
- આ પછી તમને એક કન્ફર્મેશન મેસેજ દેખાશે અને તમારું ફાસ્ટેગ 5 થી 7 કામકાજના દિવસોમાં બંધ થઈ જશે.