AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MONEY9: ક્યારે બદલી નાંખવું જોઇએ ઘરનું AC ?

MONEY9: ક્યારે બદલી નાંખવું જોઇએ ઘરનું AC ?

Divyesh Nagar
| Edited By: | Updated on: May 25, 2022 | 2:01 PM
Share

AC યોગ્ય કૂલિંગ આપે અને બરોબર કામ કરે, તેના માટે ACનું સમયસર મેન્ટેનન્સ જરૂરી છે. AC જુનું થઇ ગયું હોય અને મેન્ટેનન્સ પર જો વાર્ષિક એટલો બધો ખર્ચ થાય કે તે ખર્ચમાં નવા ACના બે-ત્રણ હપ્તા ભરાઇ જાય તો પછી ACને બદલવું યોગ્ય રહેશે.

MONEY9: ACનું સમયસર મેન્ટેનન્સ (MAINTENANCE) જરૂરી છે. એર કન્ડિશનર (AC) જુનું થઇ ગયું હોય અને મેન્ટેનન્સ પર જો વાર્ષિક એટલો બધો ખર્ચ થાય કે તે ખર્ચમાં નવા ACના બે-ત્રણ હપ્તા ભરાઇ જાય તો પછી ACને બદલવું યોગ્ય રહેશે. 

ઉદાહરણ સાથે જોઇએ તો, બે રૂમના ઘરમાં રહેતી રાધિકાએ 10 વર્ષ પહેલાં ઘરમાં એક સ્પ્લિટ AC લગાવ્યું હતું. થ્રી સ્ટાર એનર્જી રેટિંગવાળું તેમનું AC અત્યાર સુધી બરોબર કામ કરતું હતું. પરંતુ છેલ્લી બે સીઝનથી ACનું બિલ વધારે આવી રહ્યું છે.

પહેલાં તેમના ઘરમાં હોમ એપ્લાયન્સિઝની સાથે ગરમીમાં વધુમાં વધુ બે-અઢી હજારનું બિલ આવતું હતું પરંતુ છેલ્લી બે સીઝનથી બિલ લગભગ પાંચ હજાર રૂપિયા આવવા લાગ્યું છે. આ ઉપરાંત, ગત વર્ષે તેમણે ACનું આઉટડોર યૂનિટ બદલવા પર 10 હજાર રૂપિયા ખર્ચ કર્યો હતો.

હવે રાધિકાને એ ખબર નથી પડી રહી કે નવી સીઝનમાં જુના ACની સર્વિસ કરાવવી કે પછી નવું AC જ ખરીદી લેવું. કારણ કે જેટલું બિલ તે ભરી રહી છે, એટલામાં તો હપ્તો ભરીને નવું અને સારુ એનર્જી સેવિંગ AC જ શું કામ ન ખરીદી લે? રાધિકાની આ મૂંઝવણ હજુ પણ ચાલુ છે.

રાધિકાની જેમ જો તમે પણ ACના મેન્ટેનન્સ, સર્વિસિંગ અને વીજબિલના ખર્ચાઓથી પરેશાન છો અને એ ખબર નથી પડી રહી કે જુના ACને ચાલુ રાખીએ કે નવા AC પર સ્વિચ કરીએ તો અમારો આ વીડિયો તમારા માટે જ છે.

AC યોગ્ય કૂલિંગ આપે અને બરોબર કામ કરે, તેના માટે ACનું સમયસર મેન્ટેનન્સ જરૂરી છે. AC જુનું થઇ ગયું હોય અને મેન્ટેનન્સ પર જો વાર્ષિક એટલો બધો ખર્ચ થાય કે તે ખર્ચમાં નવા ACના બે-ત્રણ હપ્તા ભરાઇ જાય તો પછી ACને બદલવું યોગ્ય રહેશે.

વધારે જુનું AC વીજળી વધુ ખાય છે. જુના AC યૂનિટ્સ અને સિસ્ટમ્સ નવા મૉડલની તુલનામાં ઓછા એફિશિયન્ટ હોય છે. એટલે પોતાના જુના ACનેને ટાટા-બાયબાય કરીને એક નવી અને વધારે એફિશિયન્ટ એર કન્ડિશનિંગ સિસ્ટમ તરફ આગળ વધવું યોગ્ય રહેશે.

અત્યારે બજારમાં ઘણાં ફાઇવ સ્ટાર એનર્જી રેટિંગવાળા AC વેચાય છે જે ઓછી વીજળી ખાય છે. હાં, તે થોડાક મોંઘા જરૂર હોય છે પરંતુ એકવાર ઇન્વેસ્ટ કર્યા બાદ તમે બાકીના ખર્ચામાં ઘટાડો કરીને પૈચા બચાવી શકો છો. જો કે, થ્રી સ્ટાર એનર્જી રેટિંગવાળા AC પણ ઓછી વીજળી ખાય છે. અત્યારે ભારતની સાથે દુનિયાભરની AC ઉત્પાદક કંપનીઓ કે જેઓ હાઇડ્રો ફ્લોરો કાર્બનનો ઉપયોગ કરે છે. તેમની કોશિશ એ રહેતી હોય છે કે નેચરલ ગેસનો ઉપયોગ કરવામાં આવે.

AC બદલવા માટે બીજા પણ ઘણાં કારણો છે. તેમાંનુ એક છે ગેસ લીકેજ. જો તમારુ AC જુનું છે અને તેનો ગેસ વારંવાર લીક થઇ રહ્યો છે તો સમજી લો કે AC બદલવાનો સમય આવી ગયો છે. જો કે ACના ગેસમાં કોઇ ગંધ નથી હોતી. પરંતુ તેમ છતાં પણ ગેસ લીક કેટલાક કારણોસર થાય છે, જેની પર ધ્યાન આપીને લીકેજની તપાસ કરી શકાય છે. જેમ કે જો તમારુ AC યોગ્ય રીતે ફીટ નથી, જુના ACની ટ્યુબમાં કાટ લાગ્યો છે, જો AC સારી રીતે ઠંડુ નથી થઇ રહ્યું, ખોટો ગેસ નાંખવાથી પણ મુશ્કેલી ઉભી થાય છે એટલે ગેસની ક્વોલિટીનું ધ્યાન રાખો.

જો તમે પણ ACનો ઉપયોગ કરો છો તો કેટલીક વાતોનું તમારે ધ્યાન રાખવું જોઇએ, જેમ કે દર વર્ષે સર્વિસ કરાવવી, દિવસમાં એક વાર રૂમના બારી-બારણાં ખોલી નાંખો, ACની સર્વિસ કોઇ ભરોસેમંદ અને સર્ટિફાઇડ મિકેનિક પાસે કરાવો. આખો દિવસ રૂમ અને બારીઓને બંધ ન રાખો જેથી પ્રદુષિત હવા નીકળી શકે.

ઘણાં લોકોના મનમાં એ સવાલ પણ ઉભો થાય છે કે ACને કેટલા કલાક ચલાવવું જોઇએ. તો આના માટે બધાના અલગ-અલગ પ્રકારના તર્ક છે. તો પણ એક્સપર્ટ્સનું કહેવું છે કે તમે એકવાર AC ચાલુ કરીને ઠંડુ થાય ત્યારે બંધ કરી શકો છો. આ ઉપરાંત, એ જરૂરી છે કે ક્યાંકને ક્યાંક તાજી હવા અંદર જાય.

જતાં જતાં..તમને મદદરૂપ થાય તેવી કેટલીક ટિપ્સ આપવા માંગીશું.

પહેલી ટિપ્સ

ACનું ટેમ્પરેચર 24 ડિગ્રી પર રાખો. મોટાભાગે એવું જોવામાં આવે છે કે લોકો આરામ અને ઠંડા પવનનો અનુભવ કરવા માટે ACનું ટેમ્પરેચર 16 કે 18 પર સેટ કરી દે છે. ડૉક્ટરોનું માનીએ તો આમ કરવાથી તમારા આરોગ્ય પર વિપરિત અસર પડી શકે છે. આ સિવાય 16 કે 18 ડિગ્રી ટેમ્પરેચર તમારા ખિસ્સા પર પણ કાતર ફેરવે છે. કારણ કે AC વધારે વીજળી ખાય છે. 24 પર AC સેટ કરવાથી તબિયતની સાથે સાથે તમે તમારા વીજળીના બિલનું પણ ધ્યાન રાખી શકશો.

બીજી ટિપ્સ

AC ટાઇમર સેટ કરી શકો છો. મૉર્ડન ACમાં ટાઇમર સેટ કરવાની સુવિધા હોય છે. આખી રાત AC ચલાવીને સુવાના બદલે તમે ટાઇમર સેટ કરીને સુઇ શકો છો. તમે જો ટાઇમર સેટ કરશો તો AC તે સેટ કરેલા સમયે બંધ થઇ જશે. આનાથી ફાયદો એ થશે કે વહેલી સવારે જ્યારે બહારનું તાપમાન ઘટશે, ત્યારે ACની ઠંડક ઘર એટલે કે તમારા રૂમના તાપમાનને સામાન્યની આસપાસ રાખશે. આવા સંજોગોમાં AC બંધ થઇ જશે તો પણ તમે આરામથી સૂઇ શકશો. આનાથી વીજળીનું બિલ પણ બચશે અને તમે ACને થોડીક રાહત પણ આપી શકશો.

એર કુલર પણ છે સારો ઓપ્શન

AC મોંઘા આવે છે અને સાથે વીજળીનું બિલ પણ વધારે લાવે છે. ત્યારે તમે સારી ક્વોલિટીના એર કૂલર ખરીદી શકો છો. એવા કૂલર પણ બજારમાં મળે છે જે બિલકુલ AC જેવા જ દેખાય છે અને આખા રૂમને ઠંડો કરી નાંખે છે. તેમાં રિમોટ પણ આવે છે. આને ટાવર એર કૂલર કે પર્સનલ એર કૂલર કહે છે. આ કૂલર તમારા રૂમને ઠંડો તો રાખે જ છે સાથે સાથે તેનાથી તમારું વીજળીનું બિલ પણ ACની સરખામણીમાં ઓછું આવે છે.

g clip-path="url(#clip0_868_265)">