મોટાભાગના લોકો નવો મોબાઈલ હાથમાં આવે કે તુરંત પેહલી એપ WhatsApp ઇન્સ્ટોલ કરતા હોય છે પણ વર્ષ 2021 માં ઘણા એવા મોબાઈલ હશે કે જેમાં App કામ કરતી બંધ થઇ જશે. મેસેજિંગ એપ WhatsApp એ જુના Android અને iOS સ્માર્ટફોનને સપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી છે. WhatsApp એ 2021થી વધુ કેટલાક ફોનનો સમાવેશ કરી સપોર્ટ બંધ કરવાની તૈયારી શરૂ કરી છે.
Previous OS from iOS 9 and Android 4.0.3 whatsapp will not work
સલાહ છે કે તમે આજે જ પોતાના સ્માર્ટફોનની સિસ્ટમને અપડેટ કરી લો.જો બની શકે કે 2021ની શરૂઆતમાં તમારા મોબાઈલ ફોનમાં WhatsAppનો ઉપયોગ અટકી જશે. WhatsApp એ એક બ્લોગમાં જણાવ્યું કે વર્ષ 2021 થી તે iOS 9 અને Android 4.0.3થી જૂના ઓપરેટિંગ સિસ્ટમવાળા સ્માર્ટફોનને પોતાનો સપોર્ટ આપવાનું બંધ કરી દેશે.
Upgrade the old OS to the advanced operating system
WhatsApp ના સપોર્ટ પેજ પર યૂઝર્સને કહેવામાં આવ્યું છે કે તે પોતાના ફોનને જૂના ઓપરેટિંગ સિસ્ટમના બદલામાં એડવાસ્ડ ઓપરેટિંગ સિસ્ટમમાં અપગ્રેડ કરી લેવી. વર્ષ 2021 WhatsApp નો ઉપયોગ કરનાર યૂઝર્સના iPhone માં ઓછામાં iOS 9 અથવા તેનાથી નવા વર્જન અને એંડ્રોઇડ સ્માર્ટફોનમાં ઓછામાં ઓછા 4.0.3 અથવા તેનાથી નવું વર્જન હોવું જરૂરી છે.
WhatsApp will continue to work who get patches with the O.S. update
આમતો WhatsApp ની યાદી મુજબના જૂજ જૂના અને આઉટડેટેડ iOS અને Android સ્માર્ટફોન એક્ટિવ છે. પરંતુ જો આ યુઝર્સે WhatsAppના તમામ ફીચર્સનો લાભ ઉઠાવવો હશે તો વર્ઝન અપગ્રેડ કરવું પડશે. અહીં ઉલ્લેખ કરવો રહ્યો કે જે યૂઝર્સના સ્માર્ટફોનના ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ સાથે પેચ મળે છે તેમના ફોનમાં વોટ્સએપ પહેલાંની જેમ કામ કરતું રહેશે.
checkout your smartphone’s status
આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WHATSAPP IPHONE : iPhone4 સુધીના WhatsApp બંધ થશે . iPhone 4S, iPhone 5, iPhone 5S, iPhone 6 અને iPhone 6Sને OS iOS 9 સુધી અપગ્રેડ કરવું પડશે. ANDROID : HTC Desire, LG Optimus Black, Motorola Droid Razr અને Samsung Galaxy S2માં WhatsApp ચાલશે નહીં .