MONEY9: બજારના ઉતાર-ચઢાવમાં નાના રોકાણકારોએ શું કરવું ?
SIP દ્વારા થતું નાનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડ બજારમાં મોટા રેકોર્ડ બનાવી રહ્યું છે. ગયા મહિને 14 લાખ નવા એકાઉન્ટ ખુલ્યા. કુલ ખાતાની સંખ્યા 5 કરોડને પાર પહોંચી ગઇ. પરંતુ શું બજારના ઉતાર-ચઢાવમાં નાના રોકાણકારોએ પોતાનું રોકાણ જાળવી રાખવું જોઇએ.
SIP દ્વારા થતું નાનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડ (MUTUAL FUND) બજારમાં મોટા રેકોર્ડ બનાવી રહ્યું છે. જાન્યુઆરીમાં 14 લાખ નવા એકાઉન્ટ ખુલ્યા. કુલ ખાતાની સંખ્યા 5 કરોડને પાર પહોંચી ગઇ. આ 5 કરોડ 5 લાખ ખાતાઓથી બજારમાં કુલ 11 હજાર 517 કરોડ રૂપિયાનું રોકાણ (INVESTMENT) થયું. જે ડિસેમ્બરના મુકાબલે 2 ટકા વધારે છે.
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા એટલે કે એમ્ફી તરફથી જાહેર થયેલા તાજેતરના આંકડા કંઇક જુદુ જ ચિત્ર રજુ કરી રહ્યાં છે. રિટેલ ઇન્વેસ્ટર્સ તરફથી ભલે સતત 11મા મહિને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધ્યું હોય પરંતુ કુલ રોકાણ ઘટ્યું છે. એટલે કે એક સાથે ઉચ્ચક પૈસા રોકવાવાળા મોટા રોકાણકાર શેર બજાર આધારિત ઇક્વિટી સ્કીમોથી દૂર જઇ રહ્યાં છે.
જાન્યુઆરીમાં ઇક્વિટી આધારિત સ્કીમોમાં કુલ 14 હજાર 887 કરોડનું રોકાણ આવ્યું જે ડિસેમ્બરના મુકાબલે 41 ટકા ઓછું છે. બજારના જાણકારો આ ઘટાડા પાછળ ઘણાં કારણો ગણાવી રહ્યાં છે. જેમ કે શેર બજારમાં જોવા મળતા ઉતાર-ચઢાવ, વિદેશી રોકાણકારો દ્વારા થતી વેચવાલી, ઉકળતા ક્રૂડ ઓઇલથી મોંઘવારીની વધતી ચિંતા અને વ્યાજ દરોમાં વધારાની આશંકા.
કઇ કેટેગરીમાં કેટલું રોકાણ ?
હવે મોટો સવાલ એ ઉભો થાય છે કે નાના રોકાણકાર શું કરે? તો મત કંઇક એવો છે કે બજાર કન્સોલિડેશન એટલે કે ઉતાર-ચઢાવના તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. પરંતુ ફક્ત આ કારણથી પોર્ટફોલિયોમાં ફેરફાર કરવો યોગ્ય નથી.
નિષ્ણાતોનું મંતવ્ય
MONEY9ની સલાહ
MONEY9ની સલાહ, બજારમાં લાંબાગાળાનુ રોકાણ કરો.
આ પણ જુઓઃ
MONEY9: કદાચ કોરોના અટકી જશે પણ મોંઘવારી નહીં !